રાજકોટઃ રાજકોટ સેન્ટ્રલ જેલમાં રહેલા પોરબંદરના રૂ.500 કરોડના ડ્રગ્સ મામલના આરોપી દોસ મહમદ રહીશ નામના 58 વર્ષના આરોપીનું આજે એટલે કે સોમવારે છાતીમાં દુખાવો થતાં બાદ મોત થયું છે.
આ ઈસમ ઇરાનનો હોવાનું સામે આવ્યું છે. જે અંગેની જાણ જેલ તંત્ર દ્વારા પદ્યુમ્નનગર પોલીસને કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે 28 ફેબ્રુઆરી 2019ના રોજ ગુજરાત ATS દ્વારા પોરબંદર ખાતેના દરિયામાંથી 9 જેટલા ઈરાની ઇસમોને રૂ.500 કરોડના ડ્રગ્સ સાથે ઝડપી પાડવામાં આવ્યા હતા. જે તેમાંનો એક હતો.
ત્યારબાદ પોરબંદર જેલ ખાતેથી આ આરોપીઓને રાજકોટ જેલમાં ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા. જેને લઈને રાજકોટ આરોગ્ય વિભાગ દ્વારા મૃતકનો પ્રથમ કોરોના ટેસ્ટ કરવામાં આવશે અને ત્યારબાદ તેનું પીએમ કરવામાં આવશે.