- 24 માર્ચના રોજ કરી હતી લૂંટ
- એન્જિનયર પાસે રહેલી રોકડ અને મોબાઈલ ફોનની ચોરી કરી હતી
- આજી ડોમ પોલીસની કાર્યવાહી
રાજકોટઃ જિલ્લાના રાજકોટ શહેરના આજીડેમ પોલીસ સ્ટેશન વિસ્તારમાં 24 માર્ચના રોજ લૂંટનો બનાવ સામે આવ્યો હતો. મોરબીથી નોકરી કરી પરત ફરેલા એન્જિનિયરની પાસે રહેલી રોકડ તેમજ મોબાઇલ ફોનની ચોરી કરવામાં આવી હોવાનો બનાવ સામે આવ્યો હતો. સમગ્ર મામલે ઇજાગ્રસ્ત યુવાનને તાત્કાલીક સારવાર માટે સિવિલ હોસ્પિટલે ખસેડવામાં આવ્યો હતો. જે બનાવ અંતર્ગત ગણતરીના દિવસોમાં આજીડેમ પોલીસ દ્વારા પાંચ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.
આ પણ વાંચોઃ દિલ્હીમાં પોલીસ એન્કાઉન્ટરમાં બે વોન્ટેડ આરોપી ઝડપાયા
આરોપીને પકડવા 15 શકમંદોની પૂછપરછ કરવામાં આવી
આરોપીને પકડવા 15 શકમંદોની સઘન પૂછપરછ હાથ ધરવામાં આવી હતી. બાતમીના આધારે કોઠારીયા ગામ અને લોઠડા ગામની વાડી વિસ્તારમાં રહેલા પાંચ જેટલા આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે. પોલીસે હાલ કિશન હસમુખભાઈ અગેસાણીયા, ધર્મેશ ઉર્ફે જીગો પરસોત્તમભાઈ સોલંકી, સુનિલ ઉર્ફે આર્યન ઉર્ફે જીણકો ભાવેશભાઈ શિયાળ, રાહુલ ઉર્ફે રોહિત સુનિલ સોલંકી, કુલદીપ ઉર્ફે રોહન ઉર્ફે બાકડો સુનિલભાઈ સોલંકીની ધરપકડ કરી છે.
રિક્ષા ડ્રાઇવર તેમજ પેસેન્જરોનો સ્વાંગ રચી લૂંટને અંજામ આપતા હતા
પોલીસે ઝડપી પાડેલા આરોપી કિશન વિરુદ્ધ ત્રણ ગુના દાખલ થઇ ચૂક્યા છે જ્યારે કે ધર્મેશ ઉર્ફે જીગો પરસોત્તમ સોલંકી વિરૂદ્ધ બે ગુના દાખલ થઇ ચૂક્યા છે. આરોપીઓ રિક્ષા ડ્રાઇવર તેમજ પેસેન્જરોનો સ્વાંગ રચી અવાવરું જગ્યાએ ઊભા રહી જતા. ત્યાંથી અવરજવર કરતા કેટલા રાહદારીઓને ટાર્ગેટ બનાવી તેમને રોકી તિક્ષણ હથિયાર બતાવી તેમની પાસે રહેલી રોકડ, મોબાઇલ ફોન તેમજ કિંમતી ચીજવસ્તુની લૂટ ચલાવી ત્યાંથી નાસી જતા હતા. પોલીસે પાંચ આરોપીઓની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરશે.
આ પણ વાંચોઃ ફરાર આરોપી ત્રણ દિવસ બાદ રાજકોટમાંથી ઝડપાયો