ETV Bharat / city

AIIMS હોસ્પિટલ માટે મોરબી બાયપાસથી જામનગર સુધી 4 લેન રોડ બનાવાશે - બાયપાસ

AIIMS હોસ્પિટલને મોરબી રોડથી વધારાની કનેક્ટિવિટી આપવા માટે RUDAની હદમાં મોરબી બાયપાસથી જામનગર રોડને સમાંતર 30 મીટર ડીપી રસ્તામાં 4-લેન રોડનું કામ હાથ ધરવામાં આવશે.

AIIMS માટે મોરબી બાયપાસથી જામનગર સુધી 4 લેન રોડ બનાવાશે

author img

By

Published : Nov 3, 2020, 4:11 PM IST

  • રાજ્ય સરકારે AIIMS માટે કામગીરી હાથ ધરી
  • RUDA દ્વારા ડેવલપમેન્ટ પ્લાન તૈયાર કરાયો
  • AIIMS માટે કનેક્ટિવિટી વધારવામાં આવશે

રાજકોટઃ રાજ્ય સરકાર દ્વારા રાજકોટમાં AIIMS હોસ્પિટલની કામગીરી હાથ ધરવામાં આવી છે. જેના અનુસંધાને રાજકોટ શહેરી વિકાસ સત્તા મંડળ (RUDA) દ્વારા AIIMS હોસ્પિટલને રિંગ રોડ-2 (ઘંટેશ્વર)થી જોડતા 90 મીટર પહોળાઈના ડીપી રોડનો ડેવલપમેન્ટ પ્લાન-2031માં સમાવેશ કર્યો છે. ઘંટેશ્વરથી AIIMSને જોડતા રોડમાં જામનગર-રાજકોટ બ્રોડગેજ લાઈન પર રેલવે ઓવરબ્રિજ બનાવવાનો થતો હોવાથી તેની કામગીરી કરવામાં અંદાજે 2 વર્ષ જેટલો સમય લાગી શકે છે. હાલ RUDA દ્વારા જામનગર રોડને સમાંતર મોરબી બાયપાસથી AIIMS હોસ્પિટલને મોરબી રોડથી વધારાની કનેક્ટિવિટી આપવા માટે મોરબી બાયપાસથી જામનગર રોડને સમાંતર રાજકોટ મહાનગરપાલિકા તથા સતામંડળની હદમાથી પસાર થતા 30 મીટર ડીપી રસ્તામાં 4-લેનની કામગીરી હાથ ધરવામાં આવી છે. સત્તા મંડળની હદમાં આવતા 30 મીટર ડીપી રસ્તાના અંદાજો બનાવી, વહિવટી મંજૂરી મેળવી ટેન્ડર પ્રસિદ્ધ કરી છે, જે ફાઈનલ થયે અંદાજિત 1 (એક) વર્ષની સમય મર્યાદામાં પૂર્ણ કરવાનું કરવાનું આયોજન છે. તેમ RUDAના ચેરમેન ચેરમેન અને મનપા કમિશનર ઉદિત અગ્રવાલે જણાવ્યું હતું.

ભવિષ્યમાં AIIMSને જોડતી વધારાની કનેક્ટિવિટી મળશે

રાજકોટ મહાનગર પાલિકાની હદમાં આવેલા રસ્તાની કામગીરી રાજકોટ મહાનગર પાલિકા દ્વારા હાથ ધરવામાં આવી છે. તેમજ ઘંટેશ્વર પાસે ROB સિવાયના RUDA લિમિટના રોડથી AIIMS સુધીના 90 મીટર ડીપી રસ્તામાં 6-લેન રોડના અંદાજો બનાવી, વહિવટી મંજૂરી મેળવી ટેન્ડર પ્રસિદ્ધ કરવામાં આવ્યો છે. જે ફાઈનલ થયા બાદ અંદાજિત 1 (એક) વર્ષની સમય મર્યાદામાં પૂર્ણ કરવાનું આયોજન છે. ઉપરોક્ત કામગીરી થયે AIIMS હોસ્પિટલના ચાલતા કામો તથા ભવિષ્યમાં AIIMS હોસ્પિટલને જોડતી વધારાની કનેક્ટિવિટી મળી રહેશે. આ ઉપરાંત જામનગર રોડના વધુ પડતા ટ્રાફિકનું ભારણ ઘટાડી શકાશે. AIIMS હોસ્પિટલને મોરબી રોડથી વધારાની કનેક્ટિવિટી આપવા RUDAની હદમાં મોરબી બાયપાસથી જામનગર રોડને સમાંતર 30 મી ડી.પી રસ્તામાં 4-લેન રોડનું કામ હાથ ધરાશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.