- રાજકોટમાં પોલીસ પરિવારની મદદ વડે તૈયાર કરવામાં આવી 1500 કીટ
- અસરગ્રસ્ત વિસ્તારમાં પહોંચાડવામાં આવશે
- 1500 કીટમાં 15 દિવસ સુધી ચાલે એટલું રાશન
રાજકોટ : તૌકતે વાવાઝોડાને પગલે સૌરાષ્ટ્ર વિસ્તારના ગીર-સોમનાથ, અમરેલી અને ભાવનગર જિલ્લાનાં ગામોમાં ખૂબ મોટા પ્રમાણમાં તબાહી મચી હતી. ક્યાંક વીજળી નથી, તો ક્યાંક પાણી નથી, ક્યાંક છત નથી તો ક્યાંક જમવાનું પણ નથી મળી રહ્યું, ત્યારે શહેર પોલીસ દ્વારા એક ટ્રક ભરીને આ રાશન સામગ્રી સેવાભાવી સંસ્થાઓ અને પોલીસ પરિવારની મદદ વડે તૈયાર કરવામાં આવી છે. 1500 કીટમાં 15 દિવસ સુધી ચાલે એટલું રાશન મૂકવામાં આવ્યું છે.
આ પણ વાંચો : તૌકતેના કારણે રાજ્યના 25,000 જેટલા ઈંટ ઉત્પાદકોને 250 કરોડ રૂપિયાના નુકસાનનો અંદાજ
રાશન કીટમાં નીચેની વસ્તુઓ
- તેલ : 1 લીટર
- ઘઉંનો લોટ : 5 કિલો
- ખીચડી : 2 કિલો
- હળદર : 100 ગ્રામ
- મરચા પાવડર : 100 ગ્રામ
- નમક : 1 કિલો
- ખાંડ : 1 કિલો
- ચાની ભૂકી : 250 ગ્રામ
- બટેટા : 2 કિલો
- ડુંગળી : 1 કિલો
- મીણબત્તી : 1પેકેટ
- માચીસ : 5 નંગ
- ગોળ 1 કિલો
આ પણ વાંચો : તૌકતે વાવાઝોડાને પગલે કચ્છમાં બાગાયતી પાકને થયેલા સંભવિત નુકસાન અંગે સર્વે શરૂ
વાવાઝોડાને પગલે સૌરાષ્ટ્રમાં 3 જિલ્લાના મોટા ભાગનાં ગામોમાં તારાજીનાં દૃશ્યો સર્જાયાં
તૌકતે વાવાઝોડાને પગલે સૌરાષ્ટ્રમાં 3 જિલ્લાના મોટા ભાગનાં ગામોમાં તારાજીનાં દૃશ્યો સર્જાયાં છે. એમાં પણ વાવાઝોડા સમયે ગીર- સોમનાથ બાદ સૌથી વધુ નુકસાન થયું હોય તો એ અમરેલી જિલ્લામાં થયું છે. અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાના લુવારા ગામની પરિસ્થિતિ અસ્તવ્યસ્ત થઇ ગઈ છે. ઘણા ગામને નુકસાની વેઠવાનો સમય આવ્યો હતો, પરંતુ રાજકોટ પોલીસ દ્વારા વાવાઝોડા માટે ફૂલ નઈ તો ફૂલની પાંખડીનો સહયોગ કરવામાં આવ્યો છે. 1500 કીટમાં 15 દિવસ સુધી ચાલે એટલું રાશન મૂકવામાં આવ્યું છે. તે લોકો સુધી પહોંચાડવામાં આવશે.
![રાજકોટ](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/gj-rjt-07-rajkot-police-madad-avb-gj10061_21052021165632_2105f_1621596392_644.jpg)