ETV Bharat / city

રાજકોટમાં ભાજપના કોર્પોરેટરના ભાઈના કારખાનામાંથી 1,400 લિટર ગેરકાયદેસર બાયોડીઝલ ઝડપાયું, 1 આરોપીની ધરપકડ

author img

By

Published : Aug 25, 2021, 3:10 PM IST

રાજ્યમાં ગેરકાયદેસર બાયોડીઝલના (Biodiesel) વેચાણનો વેપલો ફાટ્યો છે. તેવામાં રાજ્યના પોલીસ વડાએ તમામ જિલ્લા પોલીસને વિસ્તારમાં ચાલતા ગેરકાયદેસર બાયોડીઝલના (Biodiesel) વેપાર સામે કાર્યવાહી કરવાની કડક સૂચના આપી છે. આને લઈને રાજકોટ રેન્જ પોલીસે પણ સૌરાષ્ટ્રના વિવિધ 5 જિલ્લાઓમાં સતત પેટ્રોલિંગ કર્યું છે. ત્યારે ગઈકાલે મોડી રાતે રાજકોટના ભક્તિનગર વિસ્તારમાંથી (Bhaktinagar area) પણ 1,400 લિટર ગેરકાયદેસર બાયોડીઝલનો જથ્થો ઝડપાયો છે.

રાજકોટમાં ભાજપના કોર્પોરેટરના ભાઈના કારખાનામાંથી 1,400 લિટર ગેરકાયદેસર બાયોડીઝલ ઝડપાયું, 1 આરોપીની ધરપકડ
રાજકોટમાં ભાજપના કોર્પોરેટરના ભાઈના કારખાનામાંથી 1,400 લિટર ગેરકાયદેસર બાયોડીઝલ ઝડપાયું, 1 આરોપીની ધરપકડ

  • રાજકોટમાં 1,400 લિટર ગેરકાયદેસર બાયોડીઝલ ઝડપાયું
  • પોલીસે ભક્તિનગરમાંથી બાયોડીઝલનો જથ્થો પકડી પાડ્યો
  • મોડી રાત્રે પોલીસે દરોડા પાડી 84,000 રૂપિયાનો મુદ્દામાલ ઝડપ્યો

રાજકોટઃ શહેરમાં ભક્તિનગર વિસ્તારમાંથી ગઈકાલે રાત્રે 1,400 લિટર ગેરકાયદેસર બાયોડીઝલ (Biodiesel) ઝડપાયું હતું. ભક્તિનગર પોલીસે ગઈકાલે મોડી રાત્રે બાતમીના આધારે અટિકા ઈન્ડસ્ટ્રીઝ વિસ્તારમાં (Attica Industries area) દરોડા પાડ્યા હતા. તે દરમિયાન આ વિસ્તારમાં આવેલી શેરી નંબર-7ના સત્યનારાયણ બોડી વર્ક્સ કારખાનામાં અંદાજિત 1,400 લિટર ગેરકાયદેસર બાયોડીઝલનો જથ્થો મળી આવ્યો હતો. આ બાયોડીઝલની અંદાજિત કિંમત 84,000 રૂપિયા થાય છે. જ્યારે પોલીસે ઘટના સ્થળેથી એક શખ્સની પણ ધરપકડ કરી છે.
આ પણ વાંચો- ગેરકાયદે બાયોડિઝલ: રાજકોટ રેન્જ દ્વારા 1100 જેટલા સ્થળોએ પાડવામાં આવ્યા દરોડા

પોલીસે એક આરોપીની કરી ધરપકડ

ભક્તિનગર પોલીસે ગેરકાયદેસર બાયોડીઝલના જથ્થા સાથે એક આરોપીની ધરપકડ કરી છે, જે દરોડા દરમિયાન ઘટના સ્થળેથી મળી આવ્યો હતો. બિજલ મોહનભાઇ સોનપરા નામનો શખ્સ મૂળ સાણંદ તાલુકાના બકરાણા ગામનો છે. જ્યારે આ સત્યનારાયણ બોડી વર્ક્સ નામનું કારખાનું કનકસિંહ વાઘેલાનું છે, જે ભાજપ કોર્પોરેટરના ભાઈ હોવાની ચર્ચા છે. જ્યારે આ મામલે ભક્તિનગર પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે.

આ પણ વાંચો- રાજ્યમાં એક વર્ષમાં ગેરકાયદેસર બાયોડિઝલ વેચતા 455 લોકો ઝડપાયા, દક્ષિણ ગુજરાતનો કુખ્યાત અસલમ પણ જેલ હવાલે

સમગ્ર રાજ્યમાં પોલીસ પાડી રહી છે દરોડા

આપને જણાવી દઈએ કે, રાજ્યમાં ગેરકાયદેસર બાયોડીઝલના (Biodiesel) વેચાણનો વેપલો ફાટ્યો છે. તેવામાં રાજ્યના પોલીસ વડાએ તમામ જિલ્લા પોલીસને વિસ્તારમાં ચાલતા ગેરકાયદેસર બાયોડીઝલના (Biodiesel) વેપાર સામે કાર્યવાહી કરવાની કડક સૂચના આપી છે. આ સૂચનાના આધારે સમગ્ર રાજ્યમાં પોલીસ દરોડા પાડીને ગેરકાયદેસર બાયોડીઝલ ઝડપી રહી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.