રાજકોટઃ કોરોનાના કહેર વચ્ચે રાજકોટ સિવિલ હોસ્પિટલના 11 જેટલા ડોકટર દ્વારા વહીવટી તંત્રને રાજીનામું આપવાની ચીમકી ઉચ્ચારી છે.
આ મામલે ઘમાસાણ એટલે સર્જાયું કે, જ્યારે રાજકોટ સિવિલ હોસ્પિટલના વોર્ડ નંબર-15માં હાલ ફરજ બજાવતા ડો. એસ.કે ગઢવીની ભાવનગર ખાતે બદલી કરવામાં આવી હતી. જેને લઈને રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ફરજ બજાવતા સાથી ડોકટર દ્વારા આ મામલે સિવિલ તંત્રને રજુઆત કરવા આવી હતી કે, બદલી ન કરવા આવે, જ્યારે સિવિલ તંત્રને રજુઆત બાદ અન્ય ડોક્ટર જિલ્લા કલેક્ટર રેમ્યા મોહનને પણ આ મામલે રજુઆત કરવા માટે ગયા હતા.
આ 11 જેટલા તબીબો હાલ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં આવેલા મેડિસિન વિભાગમાં ફરજ બજાવી રહ્યાં છે. તેમજ કોવિડ 19ના દર્દીઓની સારવાર કરી રહ્યાં છે. રાજકોટ સિવિલ તંત્રમાં 11 જેટલા તબીબોના અચાનક રાજીનામાની વાત સામે આવતા આરોગ્ય વિભાગ પણ ચિંતામાં મુકાયું છે.
ઉલ્લેખનીય છે કે, 11 જેટલા તબીબો જેઓએ રાજીનામાની ચિમકી ઉચ્ચારી છે, તેઓના નામ પણ જાહેર થયા છે.