- આજે 3જી માર્ચ એટલે કે, વિશ્વ વન્યજીવ દિવસ
- યુનેસ્કો દ્વારા વન્ય જીવોની સુરક્ષા અને સલામતી માટે વન્યજીવ દિવસની ઉજવણીની કરાઇ શરૂઆ
- માનવ અને વન્ય જીવોનો સીધો સંઘર્ષ ઘટાડવા આજના દિવસની કરાઈ છે ઉજવણી
જૂનાગઢઃ આજે સમગ્ર વિશ્વમાં વિશ્વ વન્યજીવ દિવસની ઉજવણી થઈ રહી છે. યુનાઇટેડ નેશન્સ દ્વારા દર વર્ષે 3 માર્ચના દિવસે વિશ્વ વન્યજીવ દિવસની ઉજવણી કરવામાં આવે છે. વન્ય જીવોનું રક્ષણ થાય તેમજ માનવ સાથે વન્ય જીવોનો સીધો સંઘર્ષ અટકાવી શકાય તેમજ વન્ય જીવો પ્રત્યે લોકોને સાચી અને યોગ્ય માહિતી મળી રહે તે માટે વિશ્વ વન્યજીવ દિવસની ઉજવણી કરવામાં આવતી હોય છે.
વિશ્વ વન્યજીવ દિવસની ઉજવણી
યુનેસ્કો દ્વારા દર વર્ષે 3 માર્ચના રોજ વિશ્વ વન્યજીવ દિવસની ઉજવણી કરવાની શરૂઆત કરાઈ હતી, ત્યારથી 3 માર્ચના દિવસે દર વર્ષે વિશ્વ વન્યજીવ દિવસની ઉજવણી થતી આવી છે. પાસે કોરોના સંક્રમણને ધ્યાને રાખીને ગીર વન વિભાગ દ્વારા વન્યજીવ દિવસની કોઈ જાહેર ઉજવણી કરવામાં આવી રહી નથી પરંતુ આજનો દિવસ વન વિભાગ અને વન્ય પ્રાણીઓ માટે ખૂબ જ મહત્વનો માનવામાં આવે છે. વન્યજીવોને સુરક્ષા અને તેની સલામતી માટે આજના દિવસને ઉજવણી ખાસ મહત્વ રાખે છે વન્યજીવ દિવસની ઉજવણીનો ધ્યેય પણ વન્યજીવ અને વન્યસૃષ્ટિ સમગ્ર માનવજાત માટે આશીર્વાદ સમાન છે, ત્યારે માનવજાત અને વન્યજીવ અને તેની સૃષ્ટિ એકબીજાની પૂરક કડી બની રહે તેમજ વન્ય જીવો અને જંગલો પ્રત્યે લોકોનો હકારાત્મક અભિગમ વધુ મજબૂત બને તેના ભાગરૂપે વિશ્વ વન્ય જીવ દિવસની ઉજવણી પાછલા કેટલાય વર્ષોથી થતી આવતી જોવા મળે છે.
વન્ય જીવો અને માનવ વચ્ચે સંઘર્ષને લઈને વન વિભાગ પણ ચિંતિત
પાછલા કેટલાક સમયથી એકલ દોકલ કિસ્સામાં પણ વન્ય જીવો અને માનવ વસાહત વચ્ચે ઘર્ષણના કેટલાક બનાવો સામે આવ્યા છે. કેટલાક કિસ્સામાં માનવ મોત વન્યજીવ સાથેના સંઘર્ષનું કારણ બન્યું છે. તો કેટલાક કિસ્સામાં આ જ સંઘર્ષ વન્યપ્રાણીઓ માટે મોતનું કારણ બન્યો છે. આવી પરિસ્થિતિમાં લોકોને વન્યજીવ અને પ્રાણીઓ વિશે સાચી સચોટ અને યોગ્ય માહિતી મળી રહે છે. જેના થકી વન્ય જીવો અને માનવ વસાહતોમાં સંઘર્ષનું પ્રમાણ ઘટાડી શકાય અથવા તો ઘર્ષણના બનાવોને અટકાવી શકાય તે માટે વિશ્વ વન્યજીવ દિવસની ઉજવણી ગીરમાં થતી આવી છે. આ વર્ષે પણ વિભાગના ઉચ્ચ અધિકારીઓ પણ લોકોને વન્ય જીવ પ્રત્યે હકારાત્મક અભિગમ દાખવીને વન્યજીવોને તેના વિસ્તારમાં સલામત રહેવા દેવામાં આવે તો વન્ય જીવો અને માનવ વસાહત વચ્ચેના ઘર્ષણના બનાવો અટકાવી શકવામાં કે ઘટાડી શકવામાં વન વિભાગના કર્મચારી અધિકારીઓને ખૂબ મોટો સહકાર મળી શકે તેમ છે. જેના ભાગરૂપે વર્ષની 3 માર્ચના દિવસે વિશ્વ વન્યજીવ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે.