ETV Bharat / city

Power Cost High: વીજળીના દર વધવાથી મહિલાઓએ કર્યો હોબાળો, કલેક્ટરે કરવી પડી મધ્યસ્થી - Sangh Pradesh Diu in Junagadh

જૂનાગઢમાં સંઘ પ્રદેશ દીવમાં (Sangh Pradesh Diu in Junagadh) ખાનગી વીજ કંપની દ્વારા વીજ દરોમાં વધારો કરતા દીવની મહિલાઓ આજે રણચંડી બની(Agitation for reduce electricity rates ) હતી. આ આક્રોશ વધે તો પહેલા આ સમગ્ર મામલાની ગંભીરતાને ધ્યાને લઇને કલેક્ટરે મધ્યસ્થી કરવી પડી હતી.

Power Cost High: વીજળીના દર વધવાથી મહિલાઓએ ક્યાં કર્યો હોબાળો કલેક્ટરે કેમ કરવી પડી મધ્યસ્થી

author img

By

Published : May 27, 2022, 10:46 PM IST

જૂનાગઢ: સંઘ પ્રદેશ દીવમાં ખાનગી વીજ કંપની દ્વારા વીજ દરોમા તોતિંગ ભાવ વધારો કરતા દિવની મહિલાઓએ કલેક્ટર કચેરીનો(Junagadh Collector) ઘેરાવ કરીને વીજ દરોમાં થયેલા ભાવ વધારાનો( Increase in Electricity Rates) વિરોધ કર્યો હતો. મહિલાઓ વધુ ઉગ્ર બને તે પહેલા જ કલેક્ટરે ખાનગી વીજ કંપનીના અધિકારીઓ સાથે બેઠક કરીને વીજ વધારો કઈ રીતે પરત ખેંચી શકાય તે અંગે મસલતો શરૂ કરી છે.

સંઘ પ્રદેશ દીવ માં વીજ દરોમાં થયેલા તોતિંગ ભાવવધારાને કારણે દીવની મહિલાઓ આજે રણચંડી બની હતી

આ પણ વાંચો: શું ખરેખર રાજ્યના માથે તોળાઈ રહ્યું છે વીજ સંકટ, ઊર્જા પ્રધાને અચાનક કેમ વીજળી સાચવીને વાપરવાની આપી સલાહ...

દીવ જિલ્લા કલેકટર ફવર્મન બ્રહ્માએ મહિલાઓ સાથે કરી વાતચીત - સંઘ પ્રદેશ દીવ માં વીજ દરોમાં થયેલા તોતિંગ ભાવવધારાને કારણે દીવની મહિલાઓ આજે રણચંડી બની હતી અને જિલ્લા કલેકટર કચેરીએ આક્રોશ સાથે હલ્લાબોલ કરીને વધારવામાં આવેલા વીજદરોને તાકીદે પરત ખેંચવાની માંગ સાથે કલેકટર કચેરીમાં અડીંગો જમાવ્યો હતો. આ સમગ્ર મામલાની ગંભીરતાને ધ્યાને લઇને દીવ જિલ્લા કલેકટર ફવર્મન બ્રહ્માએ મહિલાઓ સાથે વાતચીત કરી હતી અને મહિલાઓની પીડાને સમજીને તાકીદે પ્રશાસનના અધિકારીઓ અને ખાનગી વીજ કંપનીના અધિકારીઓને(Officials of a private power company) બોલાવીને વધેલા વીજદરમાં કઈ રીતે ઘટાડો કરી શકાય તે અંગેની મસલતો શરૂ કરી છે.

મહિલાઓ વધુ ઉગ્ર બને તે પહેલા જ કલેક્ટરે ખાનગી વીજ કંપનીના અધિકારીઓ સાથે બેઠક કરી

અગાઉ પણ ખાનગીકરણના વિરોધમાં દિવમાં થયો હતો વિરોધ - સંઘપ્રદેશ દીવ મોટાભાગે તેમના સ્થાનિક સોલર ઉર્જાથી(Local solar energy) દીવમાં વીજળી બનાવી રહી છે. સ્થાનિકોને વીજળીનું વિતરણ(Distribution of electricity to the locals) પણ થઈ રહ્યું છે. થોડા સમય પૂર્વે ખાનગી કંપનીને દિવ જિલ્લાનું વીજળી તંત્ર(Electricity system of Diu district) આપવામાં આવવાની વાતને લઈને પણ ખૂબ વિરોધ જોવા મળ્યો હતો. આ સમયે પણ દિવના લોકોની એક પણ વાત સાંભળ્યા વગર ખાનગી કંપનીને સમગ્ર દિવ વિસ્તારના વીજળીકરણનો હવાલો સોંપવામાં આવ્યો હતો.

થોડા સમય પૂર્વે ખાનગી કંપનીને દિવ જિલ્લાનું વીજળી તંત્ર આપવામાં આવવાની વાતને લઈને પણ ખૂબ વિરોધ જોવા મળ્યો હતો

આ પણ વાંચો: હાશ.. અડધી સદી પછી ભારતના આ બે ગામોનો અંધકાર દૂર થશે

વીજળીના દરો નહીં વધારવામાં આવે - તેવું આશ્વાસન દિવના લોકોને આપવામાં આવ્યું હતું પરંતુ ખાનગી કંપનીએ દીવના વીજળી વિભાગનુ સંચાલન(Management of Diu electricity department) શરૂ કરવાની સાથે જ દરોમાં ત્રણ ગણો તોતિંગ ભાવવધારો ઝીંકી દીધો છે જેનો વિરોધ દીવમાં થઈ રહ્યો છે. આગામી દિવસોમાં વીજ વધારો પરત ખેંચવામાં નહીં આવે તો દીવની મહિલાઓ વીજ દરોમાં ઘટાડાને(Agitation for reduce electricity rates) લઈને ખૂબ ઉગ્ર આંદોલન કરશે તેવી આજે ચીમકી ઉચ્ચારી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.