ETV Bharat / city

Junagadh Couple Murder case: પતિ પત્નીની હત્યાના ત્રણ આરોપી ઝડપાયા એક હજુ પોલીસ પકડની બહાર - વૃદ્ધ દંપતીની ખેતરમાં હત્યા

જૂનાગઢ જિલ્લાના સેદરડા ગામમાં વૃદ્ધ દંપતીની ખેતરમાં હત્યા (Junagadh Couple Murder case) બાદ આરોપીને પકડી પાડવામાં જુનાગઢ પોલીસને સફળતા મળી છે. પકડાયેલા આરોપીઓ અગાઉ મૃતક વૃદ્ધ દંપતીને ત્યાં ચોમાસા દરમિયાન મજૂરી કામ માટે આવતા હતા. જેની તકનો લાભ લઈને લૂંટ કરવાના ઇરાદે વૃદ્ધ દંપતિની હત્યા કરી ફરાર થઈ ગયા હતા.

Junagadh Couple Murder case: પતિ પત્નીની હત્યાના ત્રણ આરોપી ઝડપાયા એક હજુ પોલીસ પકડની બહાર

author img

By

Published : Jan 21, 2022, 8:14 PM IST

જૂનાગઢ: જિલ્લાના વંથલી તાલુકાના સેદરડા ગામમાં ગત સોમવારના દિવસે વૃદ્ધ દંપતીની ખેતરમાં આવેલા તેના રહેણાંક મકાનમાં બોથડ પદાર્થના ઘા મારીને હત્યા (Junagadh Couple Murder case) નિપજાવવાનો બનાવ સામે આવ્યો હતો, હત્યા બાદ પોલીસે આરોપીને પકડવા માટે તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા. જેમાં જુનાગઢ પોલીસને આજે સફળતા મળી છે. ખેતરમાં મજૂરી કામ માટે આવેલા ચાર યુવાનોએ વૃધ્ધ દંપતીની હત્યા કરી લુટ (Junagadh robbery murder) ચલાવી ફરાર થઇ ગયા હતા. જેને કાલાવડ નજીકથી પકડી પાડવામાં જુનાગઢ પોલીસને સફળતા મળી છે, પકડાયેલા આરોપીઓ અગાઉ મૃતક વૃદ્ધ દંપતીને ત્યાં ચોમાસા દરમિયાન મજૂરી કામ માટે આવતા હતા. જેની તકનો લાભ લઈને લૂંટ કરવાના ઇરાદે વૃદ્ધ દંપતિની હત્યા કરી ફરાર થઈ ગયા હતા.

Junagadh Couple Murder case: પતિ પત્નીની હત્યાના ત્રણ આરોપી ઝડપાયા એક હજુ પોલીસ પકડની બહાર

ત્રણ આરોપી પોલીસ પકડમાં હજુ એક ફરાર

સેદરડા ગામના રાજાભાઈ અને જીલુબેનની હત્યા નિપજાવીને હત્યારાઓ 50 હજાર કરતાં વધુની રોકડ અને સોના-ચાંદીના દાગીના મળીને કુલ 7 લાખ પચાસ હજાર કરતાં વધુના સોના ચાંદીના દાગીનાની લૂંટ ચલાવીને ફરાર થઈ ગયા હતા. જેમાં પોલીસને હત્યારાઓનુ પગેરૂ મળતા કાલાવડ નજીકથી પ્રેમચંદ અર્જુન અને રાકેશ નામના ત્રણ હત્યારાઓને પકડી પાડવામાં સફળતા મળી હતી, જ્યારે અન્ય એક હત્યારો મહેશ ભુરીયા હજુ પણ પોલીસ પકડની બહાર (Junagadh wanted murderer) છે. જેને પકડી પાડવા માટે પણ જૂનાગઢ પોલીસે અલગ-અલગ ટીમો બનાવીને તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

લાલબત્તી સમાન કિસ્સો

વૃદ્ધ દંપતિની હત્યાના આરોપમાં પકડાયેલા ચાર યુવાનો પૈકી પ્રેમચંદ અને મહેશ ભુરીયા અગાઉ ચોમાસા દરમિયાન મૃતક દંપતીને ત્યા ખેતીકામ માટે અંદાજિત ચારથી પાંચ મહિના રોકાયા હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે. ખેતીકામ કરતી વખતે આરોપીઓએ વૃદ્ધ દંપતી ખેતરમાં એકલા રહેતા હોય અને તમામ પ્રકારની માલમિલકત તેમની પાસે હોવાની તમામ માહિતી એકત્ર કર્યા બાદ ગત 17 તારીખે રાત્રિના સમયે વૃદ્ધ દંપતીની હત્યા કરીને લૂંટ ચલાવી ફરાર થઇ ગયા હતા, પરંતુ તેમના મનસુબાઓ પર જૂનાગઢ પોલીસે પાણી ફેરવી દીધું છે અને હત્યાના ચાર પૈકી ત્રણ આરોપીને દબોચી (Junagadh police detect murderer) લેવામાં સફળતા મેળવી છે.

આ પણ વાંચો:

આને કહેવાય જીવદયા: અકસ્માતમાં ઈજાગ્રસ્ત પશુઓ માટે વ્હીલચેર

અમેરિકા કોવિડ 19 થી કંટાળી ગયું છે, પરંતુ હજી પણ સારી સ્થિતિમાં છે: બાઈડન

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.