ETV Bharat / city

Dhanteras 2021: આજના દિવસે ભગવાન ધન્વંતરિના પુજન અને દર્શનનું છે વિશેષ ધાર્મિક મહત્વ - Dhanteras 2021

આજે ધનતેરસનો તહેવાર મનાવવામાં આવી રહ્યો છે. જૂનાગઢ જિલ્લાના માળિયા તાલુકાના ધણેજ ગામ નજીક ભગવાન ધન્વંતરિ (Dhanvantari) ને સમાધિનું પુજન કરવાને લઈને વિશેષ ધાર્મિક માન્યતા જોવા મળે છે. તે મુજબ આજે ધનતેરસના પાવન પ્રસંગે ભગવાન ધન્વંતરિના દર્શન કરીને ભક્તો ધનતેરસના તહેવારની ઉજવણી કરે છે.

festival of Dhanteras
festival of Dhanteras
author img

By

Published : Nov 2, 2021, 8:56 AM IST

  • આજે ધનતેરસના દિવસે ભગવાન ધન્વંતરિ જયંતીની થઇ રહી છે ઉજવણી
  • કારતક સુદ કૃષ્ણપક્ષની તેરસના દિવસે હસ્ત નક્ષત્રમાં ભગવાન ધન્વંતરીનો થયો હતો પ્રાગટ્ય
  • આજના દિવસે ભગવાન ધન્વંતરિના દર્શન કરવાનું છે ધાર્મિક મહત્વ

જૂનાગઢ: આજે ધનતેરસનો તહેવાર મનાવવામાં આવી રહ્યો છે. પ્રાચીન સમયથી ભગવાન ધન્વંતરિ (Dhanvantari) ને તબીબો તેમના દેવ તરીકે પૂજતા આવ્યા છે. જિલ્લાના માળીયા તાલુકાના ધણેજ ગામ નજીક વ્રજમી નદીના કિનારે ભગવાન ધન્વંતરિનું સમાધિ સ્થળ આવેલું છે. અહીં મોટા ભાગના ભાવિકો ભગવાન ધન્વંતરિની સમાધિના ધનતેરસના દિવસે દર્શન કરીને તેમના પરિવાર પર ભગવાન ધન્વંતરિ સદાય કૃપા દૃષ્ટિ બનાવી રાખે અને તેમના પરિવારને બિમારી અને રોગોથી દુર રાખે તે માટે પ્રાર્થના અને પૂજા કરતા હોય છે. કહેવાય છે કે ભગવાન ધન્વંતરીનું મંદિર સૌરાષ્ટ્રમાં એક માત્ર ધણેજમાં હોવાને કારણે પણ અહીં વિશેષ લગાવ અને ખાસ કરીને ધનતેરસના દિવસે વિશેષ પૂજા અને દર્શનનું મહત્વ હોવાને કારણે પણ ભાવિકો ભગવાન ધન્વંતરીના દર્શન કરી ધનતેરસની ધાર્મિક આસ્થા સાથે ઉજવણી કરે છે.

આજે ધનતેરસના પાવન પ્રસંગે ભગવાન ધન્વંતરિના પુજન અને દર્શનનું છે વિશેષ ધાર્મિક મહત્વ

આ પણ વાંચો: ધનતેરસ પર કરો આ ખાસ કામ, મળશે તન-મન-ધનનું સુખ

અમૃત મંથન દરમિયાન અમૃત કુંભ સાથે ધન્વંતરિના પ્રાગટ્યની છે ધાર્મિક વાયકા

ભગવાન ધન્વંતરિના પૃથ્વી પર અવતરણને લઈને પણ ધાર્મિક માન્યતા જોવા મળે છે. જ્યારે દેવ અને દાનવો વચ્ચે અમૃત મંથનને લઈને યુદ્ધ ચાલી રહ્યું હતું, ત્યારે મંદરાચલ પર્વતનો રવૈયો અને વાસુકિ નાગનું નેતરું બનાવીને અમૃત મંથન માટે યુદ્ધ ચાલી રહ્યું હતું. જે દરમિયાન અમૃતના બારમા રત્ન તરીકે ભગવાન ધન્વંતરી બન્ને હાથમાં અમૃતકુંભ લઈને પ્રગટ થયા હતા. તેથી પણ ભગવાન ધન્વંતરિની વિશેષ ધાર્મિક અને આરોગ્યની દ્રષ્ટિએ મહત્વ હોવાને કારણે પણ ધનતેરસના દિવસે ભગવાન ધન્વંતરિના દર્શન અને પૂજનનો ખાસ મહત્વ માનવામાં આવે છે.

આજના દિવસે ભગવાન ધન્વંતરિના દર્શન કરવાનું છે ધાર્મિક મહત્વ

ધનતેરસની સાથે ભગવાન ધન્વંતરિની ધાર્મિક પરંપરા અને લોકવાયકા પણ જોડાયેલી છે

ભગવાન ધન્વંતરિ (Dhanvantari) ને વિષ્ણુના અવતાર તરીકે પણ ઓળખવામાં આવે છે. જેથી ધનતેરસની સાથે ભગવાન ધન્વંતરિની ધાર્મિક પરંપરા અને લોકવાયકા પણ જોડાયેલી છે. જેને કારણે આજના દિવસે ભક્તો ભગવાન ધન્વંતરિના દર્શન કરીને પુણ્ય પ્રાપ્ત કરી રહ્યા છે.

આ પણ વાંચો: Diwali 2021 : આજથી દીપાવલીના પર્વનો શુભારંભ, અગિયાસર અને વાઘ બારસનો જાણો મહિમા...

ભગવાન ધન્વંતરિને વિષ્ણુના અવતાર તરીકે પણ માનવામાં આવે છે

ભગવાન ધન્વંતરિ (Dhanvantari) ના અવતારને લઈને બીજી પણ એક ધાર્મિક માન્યતા અને લોકવાયકા પ્રચલિત છે. જ્યારે દેવોના ઋષિ નારદ પરિભ્રમણ કરી રહ્યા હતા, ત્યારે પૃથ્વી પરના લોકો દુઃખી અને બીમારીમાં સપડાયેલા જોવા મળ્યા, જેને જોઈને નારદનું હૃદય કંપી ઉઠ્યું અને તેને વિષ્ણુ પાસે જઈને પૃથ્વીના લોકોના દુઃખ દર્દ અને કષ્ટોનું નિરાકરણ કરે તેવી વિનંતી કરી હતી. તેને માન આપીને ભગવાન વિષ્ણુએ પૃથ્વી પરના લોકોનું દુઃખદર્દ અને કષ્ટ દૂર થાય તે માટે તેઓ સ્વયં પૃથ્વી પર અવતાર ધારણ કરશે તેવું વચન દેવ ઋષિ નારદને આપ્યું હતું. જે બાદ ભગવાન વિષ્ણુએ વારણસીના રાજા ભગીરથને ત્યાં કારતક માસની કૃષ્ણ પક્ષની તેરસના દિવસે હસ્ત નક્ષત્રમાં વિષ્ણુના અવતાર તરીકે ભગવાન ધન્વંતરિએ દેહ ધારણ કર્યો હતો. ત્યારથી આજના દિવસે ધન્વંતરિની જન્મજયંતિની ઉજવણી કરવામાં આવી રહી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.