ETV Bharat / city

જૂનાગઢમાં જંગલના રાજાએ ફાઈવ સ્ટાર હોટલમાં લટાર મારી - gujarati news

જૂનાગઢની ફાઈવ સ્ટાર હોટલમાં જંગલનો રાજા સિંહ લટાર મારતો હોય તેવા દ્રશ્યો CCTVમાં કેદ થયા છે. ગત સોમવારની વહેલી સવારે આ સિંહ ગિરનારનાં જંગલ વિસ્તારમાંથી અચાનક બહાર નીકળ્યો હતો અને જૂનાગઢનાં રહેણાંક વિસ્તારમાં લટાર મારી હતી. ત્યારબાદ રેલવે સ્ટેશનમાંથી બહાર નીકળીને જંગલનો રાજા જૂનાગઢ રાજકોટ માર્ગ પર આવેલી ફાઈવ સ્ટાર હોટલ 'સરોવર પેટ્રિકો'માં પણ લટાર મારીને થોડા સમય માટે હોટલનો મહેમાન બન્યો હતો. સિંહ હોટલની લટાર મારતો હોય તેવો વીડિયો CCTVમાં કેદ થયો છે.

જૂનાગઢમાં જંગલના રાજાએ મારી ફાઈવ સ્ટાર હોટેલમાં લટાર

author img

By

Published : Feb 10, 2021, 6:33 PM IST

Updated : Feb 11, 2021, 9:27 AM IST

  • સિક્યુરિટી ગાર્ડની સમય સુચકતાને કારણે જાનહાનિ ટળી
  • ગત સોમવારે વહેલી સવારે સિંહ જુનાગઢ શહેરમાં ઘૂસી આવ્યો હતો
  • જૂનાગઢ રાજકોટ માર્ગ પર આવેલી હોટલ સરોવર પેટ્રિકોમા સિંહે લગાવી રાજાની માફક લટાર

જૂનાગઢ: રાજકોટ રોડ પર આવેલી ફાઈવ સ્ટાર હોટલ 'સરોવર પેટ્રીકો'માં ગત સોમવારની વહેલી સવારે પાંચ વાગ્યાના અરસામાં જંગલના રાજા સિંહ ની એન્ટ્રી મારે છે અને અંદાજીત ૫ થી ૭ મિનીટ સુધી હોટલ પરિસરમાં બિલકુલ રાજાની માફક લટાર મારતો જોવા મળે છે. ગિરનારનાં જંગલમાંથી અચાનક આવી ચડેલો આ સિંહ જૂનાગઢ શહેરમાં વિવિધ વિસ્તારોમાં પણ જોવા મળ્યો હતો. જેના એક પછી એક CCTV દ્રશ્યો સામે આવી રહ્યા છે. જે સમયે સિંહ હોટલમાં પ્રવેશે છે. બરાબર તે જ સમયે સિક્યુરિટી ગાર્ડ પોતાની કેબિનમાં બેઠેલો પણ જોવા મળે છે.

જૂનાગઢમાં જંગલના રાજાએ ફાઈવ સ્ટાર હોટલમાં લટાર મારી

ગત સોમવારની વહેલી સવારે સિંહ જૂનાગઢમાં જોવા મળ્યો હતો

ગિરનાર પર્વતમાંથી અચાનક અને અકસ્માતે વહેલી સવારે સિંહ જૂનાગઢ શહેરનાં માર્ગો પર પ્રવેશ કર્યો હતો. જે વિસ્તારમાંથી સિંહ પસાર થતો હતો. ત્યાં જે CCTV લગાવવામાં આવ્યા હતા, તેમાં સિંહની હલચલ કેદ થઈ હતી. વનવિભાગને આ અંગે જાણ થતાં સિંહને ગિરનારનાં જંગલ વિસ્તારમાં પહોંચાડી દેવાયો છે. પરંતુ સિંહની હલચલ જે સમયે વહેલી સવારે જૂનાગઢના માર્ગો પર જોવા મળી હતી તે લોકોમાં ભય ઉપજાવે તેવી હતી. પરંતુ દિવસો બાદ CCTV દ્રશ્યો જોઈને ભયનો માહોલ હવે ધીમે ધીમે રોમાંચમાં પરિવર્તિત થતો જોવા મળી રહ્યો છે.

સિક્યુરિટી ગાર્ડની સમય સુચકતાને કારણે અકસ્માત સર્જાતા અટક્યો

જે સમયે સિંહ હોટલમાં પ્રવેશ કરતો દેખાય છે, બરાબર તે જ સમયે સિક્યુરિટી ગાર્ડ પોતાની કેબિનમાં બેઠેલો જોવા મળે છે. સમય સૂચકતાને પારખીને સિક્યુરિટી ગાર્ડે કોઈપણ પ્રકારનું હલચલન કર્યા વગર પોતાની જાતને ત્યાં જ સ્થિર રાખી હતી. જેના કારણે સિંહની નજર તેના પર પડી ન હતી. ત્યારબાદ આ સિહ જે માર્ગ પરથી હોટલમાં પ્રવેશ્યો હતો, ત્યાંથી જ બહાર પણ નીકળી ગયો હતો. આ કિસ્સામાં સિક્યુરિટી કેબિનમાં બેસેલા સિક્યુરિટી ગાર્ડની સમય સુચકતાને કારણે અકસ્માત બનતા અટકી ગયો હતો.

Last Updated : Feb 11, 2021, 9:27 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.