- સક્કરબાગ પ્રાણીસંગ્રહાલયમાં અત્યાર સુધીમાં 29 સિંહબાળનો થયો જન્મ
- બ્રિડિંગ સેન્ટરના ઇતિહાસમાં પ્રથમ વખત એક વર્ષમાં આટલી મોટી સંખ્યામાં સિંહબાળનો જન્મ
- વર્ષ પૂર્ણ થવા સુધીમાં વધુ કેટલીક સિહણો સિંહબાળને જન્મ આપે તેવી શક્યતા
જૂનાગઢ: સક્કરબાગ પ્રાણી સંગ્રહાલયના (Junagadh Sakkarbagh Zoo) ઇતિહાસમાં વર્ષ 2021 નવેમ્બર માસ સુધીમાં 29 જેટલા સિંહ બાળનો જન્મ થયો છે. હજુ વર્ષ પૂર્ણ થવાને એક મહિના અને કેટલાક દિવસોનો સમય બાકી છે, ત્યારે સક્કરબાગ પ્રાણી સંગ્રહાલયના બ્રિડિંગ સેન્ટરમાં (briding centre) કેટલીક ગર્ભવતી સિંહણો દ્વારા સિંહબાળને જન્મ આપવાની શક્યતાઓ વન વિભાગના અધિકારીઓ વ્યક્ત કરી રહ્યા છે. હાલ 29 જેટલા સિંહબાળનો જન્મ (29 lion cubs were born) થઈ ચૂક્યો છે. હજુ પણ વર્ષ પૂર્ણ થવાને 36 દિવસ જેટલો સમય બાકી છે. આ દરમિયાન પણ કેટલીક સિહણો દ્વારા સિહબાળને જન્મ આપવાની શક્યતા સક્કરબાગ પ્રાણીસંગ્રહાલયના અધિકારીઓ વ્યક્ત કરી રહ્યા છે.
આ પણ વાંચો: દિવાળી પછીના ત્રણ દિવસ 52,871 પ્રવાસીઓએ સક્કરબાગ પ્રાણી સંગ્રહાલયની લીધી મુલાકાત
પાછલા કેટલાક વર્ષોમાં ઉત્તરોત્તર સિંહબાળના જન્મનું પ્રમાણ વધી રહ્યું છે
સક્કરબાગ પ્રાણી સંગ્રહાલયના (Junagadh Sakkarbagh Zoo) બ્રિડિંગ સેન્ટરમાં (briding centre) સિહ બાળના જન્મનું પ્રમાણ દર વર્ષે ઉત્તરોઉત્તર વધી રહ્યું છે. પાછલા ત્રણ વર્ષનો ઈતિહાસ તપાસતા દર વર્ષે સિંહબાળનો જન્મ દર વધી રહ્યો છે. સમગ્ર મામલાને લઈને સક્કરબાગ પ્રાણી સંગ્રહાલયના રેન્જ ઓફિસર નીરવ કુમારે જણાવ્યું હતું કે, વર્ષ 2019માં 6 જેટલા સિંહ બાળનો જન્મ પ્રાણીસંગ્રહાલયમાં આવેલા બ્રિડિંગ સેન્ટરમાં થયો હતો. જે બાદ વર્ષ 2020માં તેમાં ખૂબ મોટા વધારા સાથે 24 જેટલા સિંહબાળનો જન્મ થયો હતો. આ ઉત્સાહજનક પરિણામોને કારણે બ્રિડિંગ સેન્ટરનું કામ ખૂબ જ ઝીણવટપૂર્વક અને તબીબો તેમજ વન અધિકારીની હાજરીમાં વધુ સધન બનાવતા આ વર્ષે 25મી નવેમ્બર સુધીમાં 29 જેટલા સિંહ બાળનો જન્મ (29 lion cubs were born) થઈ ચૂક્યો છે અને હજુ પણ કેટલીક ગર્ભવતી સિંહણ સિંહ બાળને જન્મ આપે તેવી શક્યતાઓ વન વિભાગના અધિકારીઓ વ્યક્ત કરી રહ્યા છે. સક્કરબાગ પ્રાણી સંગ્રહાલયના બ્રિડિંગ સેન્ટરના ઇતિહાસમાં એટલા મોટા પ્રમાણમાં સિહબાળનો જન્મ થયો હોય તેવી આ પ્રથમ ઘટના છે.
આ પણ વાંચો: Sakkarbaug Zooમાં બળી ગયેલા વૃક્ષો પર વન્ય પ્રાણીના સ્કલ્પચરનું આયોજન