ETV Bharat / city

Hajira To UT Diu Cruise : જય સુફિયા ક્રૂઝ દીવ આવી પહોંચી - Cruise Service

હજીરાથી દીવ સુધી ચાલુ થયેલી જય સુફિયા ક્રુઝ આજે 185 જેટલા યાત્રિકોને લઈને સંઘ પ્રદેશ દીવ પહોંચ્યું હતું. દીવ ( Hajira To UT Diu Cruise ) પહોંચતાની સાથે જ યાત્રિકોએ કૃઝમાં મુસાફરી કરવાનો આનંદ મેળવ્યો હતો. બાર કલાકની મુસાફરી દરમિયાન જય સુફિયા ક્રુઝ વહેલી સવારે 10 વાગ્યે દીવ જેટી પર આવી જતા યાત્રિકોએ પોતાના અભિપ્રાયો ETV Bharat સમક્ષ વ્યક્ત કર્યા હતાં.

Hajira To UT Diu Cruise  : જય સુફિયા ક્રૂઝ દીવ આવી પહોંચી

author img

By

Published : Nov 6, 2021, 7:55 PM IST

  • હજીરાથી દીવ સુધી શરૂ થયેલી જય સુફિયા ક્રુઝ દીવ આવી
  • પ્રથમ સફરમાં 185 જેટલા પ્રવાસીઓએ માણી પ્રથમ સફરની મજા
  • હજીરાથી જય સુફિયા ક્રુઝ 12 કલાકની મુસાફરીને અંતે પહોંચ્યું વહેલી સવારે દીવ
  • આજથી શરૂ થયેલી ક્રુઝ સેવા અઠવાડિયામાં એક વખત ચાલશે

જૂનાગઢઃ સંઘ પ્રદેશ દીવને જોડતી હજીરાથી શરૂ થયેલી ક્રુઝ સેવા આજે પ્રથમ વખત સંઘ પ્રદેશ દીવમાં 185 જેટલા યાત્રિકોને લઈને પહોંચી હતી. ગત રાત્રીના સાંજના 6:30 વાગ્યે સુરતના હજીરાથી ક્રુઝ સેવા ( Hajira To UT Diu Cruise ) શરૂ થઈ હતી જે આજે વહેલી સવારે 10:00 કલાકે અંદાજિત 12 કલાક કરતાં વધુના સમયની સાથે 185 જેટલા પ્રવાસીઓને લઈને આ ક્રૂઝ પ્રથમ વખત દીવ આવી હતી. દીવ આવવાની સાથે જ તેમાં મુસાફરી કરી રહેલા પ્રવાસીઓએ પ્રથમ યાત્રા દરમિયાન તેમના અનુભવો ETV Bharat સમક્ષ વ્યક્ત કર્યાં હતાં.

દરિયાઈ સફર માણવાની અને તેમાં આહલાદક અનુભવ પ્રાપ્ત કરવાની પ્રવાસીઓને ખુશી મળી

જય સુફિયા કૃઝ અઠવાડિયામાં એક વખત કાર્યરત રહેશે

આજથી શરૂ થયેલી દીવ હજીરા વચ્ચેની ક્રુઝ સેવા ( Hajira To UT Diu Cruise ) અઠવાડિયામાં એક વખત કાર્યરત રાખવામાં આવશે. આ કૃઝમાં વિશ્વસ્તરીય સુવિધાઓ પ્રવાસી માટે ઉપલબ્ધ કરાવવામાં આવી છે. હોટલ મનોરંજનના અન્ય સાધનો અને ખાસ કરીને રાત્રી દરમિયાન દરિયાઈ સફર માણવાની અને તેમાં આહલાદક અનુભવ પ્રાપ્ત કરવાની પ્રવાસીઓને જય સુફિયા નામની પ્રવાસી કૃઝ સવલતો પૂરી પાડશે.

પ્રવાસન ઉદ્યોગને બળ મળશે

સંઘપ્રદેશ દીવ પ્રવાસન ક્ષેત્ર તરીકે પ્રવાસીઓની પહેલી પસંદ બની રહ્યું છે. ત્યારે હવે આજથી શરૂ થયેલી ક્રુઝ સેવા પ્રવાસન ઉદ્યોગમાં નવા આયામને આગળ ધપાવશે અને પ્રવાસન ઉદ્યોગ આજ પ્રકારના અનુભવો થકી વધુ આગળ વધશે.

આ પણ વાંચોઃ હજીરા ટુ દીવ ક્રૂઝમાં દારૂ અને જૂગાર મામલે વિવાદ, પોલીસના આંખ આડા કાન

આ પણ વાંચોઃ હજીરા - દીવ વચ્ચે ક્રૂઝ સેવા શરૂ, એક ટ્રીપમાં 300 પ્રવાસીઓ પ્રવાસ કરી શકશે

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.