ETV Bharat / city

વાવાઝોડું ગીરના સિંહો માટે બની શકે છે આશીર્વાદ સમાન - gir jungle

સૌરાષ્ટ્ર પર ત્રાટકેલા તૌકતે વાવાઝોડાને પગલે વિનાશ જોવા મળ્યો છે. સૌ કોઈ વાવાઝોડાની વિપરીત અસરોને લઈને ત્રાહિમામ પોકારી ગયા છે. વાવાઝોડું ગીરના સિંહો અને અન્ય પ્રાણીઓ માટે ખૂબ જ આશીર્વાદ સમાન જોવા મળી રહ્યું છે. વાવાઝોડાને કારણે ગીર અને સેન્ચુરી વિસ્તારમાં અનેક વૃક્ષો ધરાશાયી થયા છે. જેને કારણે જંગલમાં કેટલોક મેદાની વિસ્તાર કુદરતી રીતે બની રહ્યો છે. આ વિસ્તારમાં હવે ચોમાસા દરમિયાન પુષ્કળ પ્રમાણમાં ઘાસ ઉગી નીકળવાની શક્યતાઓ વનવિભાગના અધિકારીઓએ વ્યક્ત કરી રહ્યા છે. જે સિંહ અને અન્ય ત્રુણાહારિ પ્રાણીઓ માટે ખૂબ આશાસ્પદ માનવામાં આવી રહ્યું છે.

વાવાઝોડું ગીરના સિંહો માટે બની શકે છે આશીર્વાદ સમાનવાવાઝોડું ગીરના સિંહો માટે બની શકે છે આશીર્વાદ સમાન

author img

By

Published : May 29, 2021, 8:07 PM IST

  • સૌરાષ્ટ્રમાં આવેલું તૌકતે વાવાઝોડું લોકો માટે ખૂબ જ મુશ્કેલી અને આપતી સમાન જોવા મળ્યું
  • વાવાઝોડાને કારણે અનેક વૃક્ષો ધરાશાયી થતાં અહીં ઘાસના મેદાનનું નિર્માણ થવાની પણ શક્યતા
  • સૌરાષ્ટ્રમાં આવેલું વાવાઝોડું ગીર જંગલના પ્રાણીઓ માટે બની શકે છે આશાસ્પદ

જૂનાગઢઃ ગત 18મી તારીખે સૌરાષ્ટ્ર પર વાવાઝોડું ત્રાટક્યું હતું જેને લઇને દરિયાકાંઠાના અને ગીર વિસ્તારમાં ખૂબ જ નુકસાન જોવા મળ્યું હતું. આ વાવાઝોડાને પગલે ગીર અને રાષ્ટ્રીય અભ્યારણમાં પણ અનેક વૃક્ષો જમીનદોસ્ત થયા છે. વૃક્ષો જમીનદોસ્ત થવાને કારણે અહીં જોવા મળતા સિંહ સહિત અન્ય પ્રાણીઓ અને ઘાસ પર જીવન નિર્વાહ કરતા હરણ, ચિતલ, સાંભર સહિતના પ્રાણીઓ માટે આ વાવાઝોડું ખૂબ જ આશિર્વાદ સમાન સાબિત થઇ શકે છે. જેને કારણે ગીર અને અભયારણ્ય વિસ્તારમાં વૃક્ષો ઢળી જવાને કારણે અહીં મેદાન જેવું વાતાવરણ ઊભું થયું છે. આગામી ચોમાસામાં આ વિસ્તારમાં ઘાસ ઉગી નીકળશે જે સિહ સહિત અન્ય વન્ય પ્રાણીઓ માટે ખૂબ જ આશાસ્પદ માનવામાં આવી રહ્યું છે.

વાવાઝોડું ગીરના સિંહો માટે બની શકે છે આશીર્વાદ સમાનવાવાઝોડું ગીરના સિંહો માટે બની શકે છે આશીર્વાદ સમાન

આ પણ વાંચોઃ તૌકતેની તારાજી, ગીરની શાન સમી કેસર કેરી ફેરવાઈ રહી છે કચરાના ઢગમાં

ઘાસિયા મેદાનનું સર્જન થતાં સિંહ અને અન્ય પશુ-પ્રાણીઓ માટે પણ જવાઈ રહ્યો છે આશાવાદ

વાવાઝોડાને પગલે અનેક વૃક્ષો ધરાશાયી થયા છે. જેને પગલે ગીર વિસ્તાર અને અભયારણ્યમાં મેદાનનું સર્જન થતું જોવા મળી રહ્યું છે. ગીચ જંગલ હોવાને કારણે પણ સિહ સહિત અન્ય પ્રાણીઓને પશુઓને પણ અગવડતા થતી હતી પરંતુ સર્વોચ્ચ અદાલતના ચુકાદાને આધીન જંગલ વિસ્તારમાં ઝાડ કાપવાની મંજૂરી આપવામાં આવતી નથી. તેને કારણે પાછલા કેટલાક વર્ષોથી ગીરનું જંગલ વધુ ગીચ બની રહ્યું છે. આવી પરિસ્થિતિમાં આવેલા વાવાઝોડાએ કુદરતી રીતે જંગલની ગીચતામાં ઘટાડો કર્યો છે. જેને કારણે હવે આગામી દિવસોમાં જંગલના રાજા સિંહ અને અન્ય વન્ય પ્રાણીઓને જંગલમાં અનુકૂળતા ભર્યા ઘાસના મેદાનો મળી રહેશે.

ઘાસના મેદાનો મળવાથી સિંહને શિકાર કરવાની અનુકૂળતા અને ઘાસ પર આધારિત પશુઓની જરૂરિયાત જંગલમાં પૂર્ણ થશે

વાવાઝોડાને કારણે જાડો ધરાશાયી થતાં હવે આગામી ચોમાસા દરમિયાન ઘાસનું મેદાન જેવી નવી વ્યવસ્થા ગીર અને અભ્યારણમાં જોવા મળશે. જેને કારણે ગીરના સિંહોને શિકાર કરવા સુધીની ખૂબ જ અનુકૂળતાઓ મળી રહેશે. વધુમાં જંગલ વિસ્તારમાં જ ઘાસિયા મેદાનો થવાને કારણે સાંભર. નીલગાય. ચિતલ. હરણ સહિત અનેક પશુઓ જે ઘાસની તંગી હોવાને કારણે જંગલ વિસ્તાર બહાર ક્યારેક નીકળતા જોવા મળી રહ્યા છે. જેની પાછળ સિંહ પણ જંગલની હદ વટાવીને બહાર જોવા મળી રહ્યો છે ત્યારે હવે જંગલમાં વાવાઝોડાને કારણે ઘાસના મેદાનનું નિર્માણ થવાની જગ્યા થતાં જંગલમાં જ ઘાસાહારી પ્રાણીઓને રહેવાની અનુકૂળતા મળી રહેશે જેને કારણે જંગલના રાજાને શિકાર સહિત તેના કુદરતી રહેઠાણમાં પણ અનેક સગવડતાઓ ઉભી થઇ શકે છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.