- રાજ્ય સરકારની કેબિનેટ બેઠકમાં ગિરનારની લીલી પરિક્રમાને લઈને કરવામાં આવ્યો નિર્ણય
- રાજ્ય સરકારે ગત સપ્ટેમ્બરમાં જાહેર કરેલા પરિપત્રનો કરવાનો રહેશે અમલ
- 400 લોકોની મર્યાદામાં સાધુસંતો અને ઉતારામંડળના લોકોને પરિક્રમા કરવા મંજૂરી અપાશે
જૂનાગઢઃ લીલી પરિક્રમામાં લાખોની સંખ્યામાં લોકો ઉમટે તો કોરોના ગાઈડલાઈનનું પાલન મુશ્કેલ બની જઇ શખે છે. ત્યારે ઉલ્લેખનીય છે કે ગત વર્ષે પણ આ જ પ્રકારે 400 લોકોની હાજરીમાં પ્રતિકાત્મક પરિક્રમા ( Symbolic 'Leeli Parikrama' of Girnar ) ધાર્મિક વિધિ સાચવવા માટે કરવામાં આવી હતી. તે મુજબ આ વર્ષે પણ આજ પ્રકારે પ્રતીકાત્મક પરિક્રમા કરવામાં આવશે.
જૂનાગઢ જિલ્લા કલેક્ટરને જાણ કરવામાં આવી
રાજ્ય સરકારની કેબિનેટ બેઠક આજે ગાંધીનગર ખાતે યોજવામાં આવી હતી. જેમાં આગામી ગિરનારની લીલી પરિક્રમાને લઈને નિર્ણય કરવામાં આવ્યો છે. રાજ્ય સરકાર જૂનાગઢ જિલ્લા કલેક્ટરને આગામી ગિરનારની લીલી પરિક્રમા સરકાર દ્વારા 24-9-2021ના દિવસે જાહેર કરેલા પરિપત્રનું અને કોરોના guidelines સંપૂર્ણ પાલન થાય તે પ્રકારે ગિરનારની લીલી પરિક્રમા પ્રતીકાત્મકરૂપે ( Symbolic 'Leeli Parikrama' of Girnar ) આયોજિત કરવાની સત્તા જૂનાગઢ જિલ્લા કલેક્ટરને સોંપી છે. આગામી અગિયારસના દિવસે 400 લોકોની મર્યાદામાં સાધુસંતો, ઉતારામંડળના સદસ્યો સાથે મળીને ધાર્મિક વિધિ સચવાય તે માટે પ્રતીકાત્મક પરિક્રમા કરવા દેવાનું આયોજન કરવા જૂનાગઢ જિલ્લા કલેકટરને ઘટતું કરવા જાણ કરી છે.
ગત મહિને આ મુદ્દે યોજાઇ હતી બેઠક
જૂનાગઢ જિલ્લા કલેક્ટર કચેરીના અધિકારી પરેશ અંતાણીએ જણાવ્યું હતું કે ઓક્ટોબર મહિનાની 27મી તારીખે જૂનાગઢ જિલ્લા કલેકટરની અધ્યક્ષતામાં એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વન વિભાગ જૂનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશન, પોલીસ વિભાગ, સાધુસંતો, ઉતારામંડળ અને ધાર્મિક સંસ્થાઓના વડાઓની એક સંયુક્ત બેઠક યોજવામાં આવી હતી. લીલી પરિક્રમા સતત બીજા વર્ષે પ્રતીકાત્મક રૂપે ( Symbolic 'Leeli Parikrama' of Girnar ) 400 લોકોની મર્યાદામાં કરવામાં આવે તે પ્રકારનો ઠરાવ મીટીંગના અંતે સર્વાનુમતે જૂનાગઢ જિલ્લા કલેકટર દ્વારા કરીને રાજ્ય સરકારને મોકલી આપ્યો હતો,જેના પર આજે રાજ્ય સરકારે મહોર મારી છે. તે મુજબ આગામી લીલી પરિક્રમાને લઈને આયોજન કરવા રાજ્ય સરકારે આજે જૂનાગઢ જિલ્લા કલેક્ટરને જાણ કરી છે.
આ પણ વાંચોઃ લીલી પરિક્રમાને મંજૂરી આપવા ભવનાથના સાધુસંતોએ કર્યો અનુરોધ, મુખ્યપ્રધાનને લખ્યો પત્ર
આ પણ વાંચોઃ ગિરનારની લીલી પરિક્રમાને લઈને બેઠક યોજાઈ