જૂનાગઢ: કોરોના વાઇરસ અને તેના બાદ લાદવામાં આવેલા lock down ને લઈને 55 દિવસ સુધી જૂનાગઢ એસટી વિભાગની તમામ બસોનું સંચાલન સ્થગિત કરવામાં આવ્યું હતું ત્યારે ગઇકાલે ચોથા તબક્કામાં કેટલીક છૂટછાટો મળતાં એસ.ટી વિભાગ દ્વારા જૂનાગઢ જિલ્લાની મર્યાદામાં એસટી બસોનું સંચાલન ફરી શરૂ કરવામાં આવ્યું છે. પ્રથમ દિવસે 53 શિડ્યૂલની બસોની 260 ટ્રીપ થઈ હતી. આ દરમિયાન 12,469 કિલોમીટર બસોને ચલાવવામાં આવી હતી. જેમાં એસટી નિગમને 44,636 જેટલી આવક થઈ હતી. ગઈકાલે એક દિવસના સંચાલનમાં જૂનાગઢથી કેશોદ માંગરોળ સહિતના તાલુકામાં 1,424 જેટલા પ્રવાસીઓએ એસટી બસમાં પ્રવાસ કર્યો હતો.
55 દિવસ બાદ શરૂ થયેલી STને થઈ રહી છે ખૂબ મોટી આર્થિક નુકશાની - આર્થિક નુકસાન
લૉકડાઉનના ચોથા તબક્કામાં સરકારે એસટીનું સંચાલન શરુ કર્યું છે. ત્યારે લૉકડાઉન સમયમાં બંધ રહેલાં તંત્રને કેટલું નુકસાન થયું તેના જિલ્લાવાર આંકડાઓ સામે આવી રહ્યાં છે. જૂનાગઢ જિલ્લાની વાત કરીએ તો એસટી વિભાગને મોટી આર્થિક નુકસાની સહન કરવાનો વારો આવ્યો છે.