ETV Bharat / city

ગરમીમાં પશુ-પક્ષી અને પ્રાણીઓ માટે સક્કરબાગ પ્રાણી સંગ્રહાલયમાં કરાઇ વિશેષ વ્યવસ્થા

ગરમીનું પ્રમાણ દિવસેને દિવસે વધી રહ્યું છે, આવી પરિસ્થિતિમાં પ્રત્યેક જીવ ગરમીથી અકળાઈ ઊઠે છે. ત્યારે જૂનાગઢમાં આવેલા અને 100 વર્ષ કરતાં પણ વધુ જૂના સક્કરબાગ પ્રાણી સંગ્રહાલયમાં પશુ-પક્ષી અને પ્રાણીઓને આકરી ગરમીથી બચાવવા તેમજ આ તમામ પ્રાણીઓને ઠંડક ભર્યુ વાતાવરણ મળી રહે તે માટે વિશેષ વ્યવસ્થાઓ ઉભી કરવામાં આવી છે. ફુવારા, પંખા, કુલર અને બરફનો ઉપયોગ કરીને પશુ-પક્ષી અને પ્રાણીઓને ઠંડક આપવામાં આવી રહી છે.

author img

By

Published : Apr 5, 2021, 4:26 PM IST

ગરમીમાં પશુ-પક્ષી અને પ્રાણીઓ માટે સક્કરબાગ પ્રાણી સંગ્રહાલયમાં કરાઇ વિશેષ વ્યવસ્થા
ગરમીમાં પશુ-પક્ષી અને પ્રાણીઓ માટે સક્કરબાગ પ્રાણી સંગ્રહાલયમાં કરાઇ વિશેષ વ્યવસ્થા
  • ગરમી સામે પશુ-પક્ષી અને પ્રાણીઓને રક્ષણ મળે તે માટે ઠંડકના સાધનો ગોઠવાયા
  • કુલર, પંખા, ફુવારા અને બરફનો ઉપયોગ કરીને આપવામાં આવે છે ઠંડક ભર્યું વાતાવરણ
  • દર વર્ષે ઉનાળાની ઋતુ દરમિયાન પશુ-પક્ષી અને પ્રાણીઓને ઠંડક મળે તે પ્રકારની વ્યવસ્થાનું આયોજન કરાય છે

જૂનાગઢઃ સક્કરબાગ પ્રાણીસંગ્રહાલયમાં રહેલા પશુ-પક્ષી અને પ્રાણીઓને આકરી ગરમીથી છુટકારો મળી રહે, તેમજ સમગ્ર દિવસ દરમિયાન તમામ પાંજરાઓમાં ઠંડક ભર્યું વાતાવરણ સતત જળવાઇ રહે તે માટે સક્કરબાગ પ્રાણી સંગ્રહાલયના અધિકારીઓ દ્વારા વિશેષ વ્યવસ્થાઓ કરવામાં આવી છે. તે મુજબ ઠંડા પ્રદેશના અને ખાસ કરીને પક્ષીઓને ઉનાળાની ઋતુ દરમિયાન કોઇ નુકસાન ન થાય તે માટે ફુવારા, નેટ અને કુલર જેવી વ્યવસ્થાઓ ઉભી કરવામાં આવી છે. જેના થકી પશુ-પક્ષી અને પ્રાણીઓ આકરી ગરમીથી અને ખાસ કરીને આ સમય દરમિયાન ફુકાઈ રહેલી ગરમ હવાથી રક્ષણ મળે તે માટેનું વિશેષ આયોજન જૂનાગઢના સક્કરબાગ પ્રાણી સંગ્રહાલયમાં કરવામાં આવ્યું છે.

આ પણ વાંચોઃપ્રદ્યુમન પાર્ક ઝૂમાં શિયાળાની કડકડતી ઠંડીમાં પ્રાણીઓ અને પશુઓ માટે કરાઈ ખાસ વ્યવસ્થા

વિદેશી અને માંસાહારી પ્રાણીઓ માટે કરાઇ છે ખાસ ઠંડકની વ્યવસ્થા

સક્કરબાગ પ્રાણીસંગ્રહાલયમાં 100 જેટલી પ્રજાતિઓના પશુ-પક્ષી અને પ્રાણીઓ દેશ-વિદેશના જોવા મળે છે. ત્યારે આવી પરિસ્થિતિમાં કેટલાક ઠંડા પ્રદેશના પશુ-પક્ષી અને પ્રાણીઓ આકરી ગરમીમાં પોતાનું જીવન ટકાવી રાખવા માટે મથામણ ન કરે તે માટે ખાસ ઠંડક ભર્યું વાતાવરણ દરેક પાંજરાઓમાં ઊભું કરવામાં આવ્યું છે. પ્રત્યેક પશુ-પક્ષી કે પ્રાણીને અનુકૂળતા અને તેના શરીરની સહન શક્તિ મુજબ પાંજરામાં ઠંડકની વ્યવસ્થા કરવામાં આવી છે.

ગરમીનું પ્રમાણ ઘટશે નહિ તો વ્યવસ્થા લંબાઇ દેવાશે

પ્રત્યેક પાંજરામાં દિવસ દરમિયાન બે વખત પાણીની અદલાબદલી પણ કરવામાં આવી રહી છે, તો કેટલાક મોટા અને માંસાહારી પ્રાણીના પાંજરાઓમાં બનાવવામાં આવેલા કુંડમાં બરફ નાખીને પણ આ પ્રાણીઓને ઠંડક મળે તે માટેની વ્યવસ્થાઓ હાથ ધરવામાં આવી છે. જે આગામી જૂન મહિના સુધી શરૂ રહે તેવી શક્યતાઓ પણ છે. જો ગરમીનું પ્રમાણ ઘટે નહીં તો આવી વ્યવસ્થા વધુ કેટલાક સમય માટે લંબાઇ પણ શકે છે.

આ પણ વાંચોઃ નર્મદાના જંગલ સફારી પાર્કમાં પ્રાણીઓ માટે હીટરની વ્યવસ્થા

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.