જૂનાગઢ : આજે ભારતીય શેરબજારમાં ઐતિહાસિક કહી શકાય તેવો ઘટાડો જોવા મળ્યો હતો. ગત કેટલાક વર્ષોમાં આ પ્રકારનો ઘટાડો જોવા મળ્યો ન હતો, પરંતુ આજે જે પ્રકારે શેરબજાર ઊંચા મથાળેથી નીચે મથાળા તરફ સરકી રહી છે. તેને ચાઇનામાં વ્યાપેલા કોરોના વાઇરસ અને ભારતમાં યસ બેન્કની નબળી પરિસ્થિતિને શેરબજારના ઐતિહાસિક ઘટના સાથે સરખાવીને જોવામાં આવી રહ્યો છે.
જેના પર જૂનાગઢના શેર નિષ્ણાંતો તેમનો મત વ્યકત કરી રહ્યા છે. આજે જે પ્રકારે શેરબજારમાં ઊથલપાથલ જોવા મળી રહી છે જેને અસ્થાયી રૂપે બજારના નિષ્ણાતો માની રહ્યા છે, અને આગામી દિવસોમાં શેરબજાર વધુ સ્થિરતા તરફ આગળ વધશે તેવો આશાવાદ પણ વ્યક્ત કરી રહ્યા છે.શેરબજારના નીચે પટકાવવાના એક કારણ તરીકે કોરોના વાયરસ ચાઇના બાદ સમગ્ર વિશ્વમાં તેનો પ્રભાવ વધારી રહ્યો છે તેને માનવામાં આવી રહ્યું છે.
ચીન બાદ ઇટલી અને ઈરાનમાં પણ કોરોના વાયરસે હાહાકાર મચાવ્યો છે. ત્યારે વૈશ્વિક વેપાર અને આયાત નિર્યાત નીતિ પર ખૂબ મોટી નકારાત્મક અસરો પડી છે. જેને કારણે શેર બજાર પટકાઈ રહ્યું છે શેરબજાર પટકાવવાનુ બીજું કારણ ભારતમાં નબળી પડી રહેલી યસ બેન્કને માનવામાં આવી રહ્યું છે. પરંતુ શરૂઆતના દિવસોમાં યસ બેન્કના શેરની હાલત નબળી હતી. જે હવે ધીરે ધીરે વધી રહી છે પરંતુ જે કંપનીના શેરો ઊંચા મથાળે બંધ રહ્યા હતા. તેમાં આજે ખૂબ મોટો ઘટાડો જોવા મળી રહ્યો છે. જેને કારણે શેર બજારમાં ખૂબ મોટો કડાકો બોલી ગયો છે.