ETV Bharat / city

એક સદીથી જળવાયેલા બેઠા ગરબા આજે પણ યથાવત્ - junagadh sama nawabi garba

જૂનાગઢની ઓળખ સમા નવાબી કાળથી ચાલતા (Junagadh betha garba) આવતા બેઠા ગરબા પરંપરા આજે પણ જળવાઈ રહી છે. નવરાત્રિના નવ દિવસો દરમિયાન બેઠા ગરબાનું આયોજન જૂનાગઢમાં વિશેષ પરંપરા જોવા મળે છે. ત્યારે આવો જાણીએ બેઠા ગરબા એટલે શું. (Navratri in Junagadh)

એક સદીથી જળવાયેલા બેઠા ગરબા આજે પણ યથાવત્

author img

By

Published : Sep 27, 2022, 10:12 AM IST

Updated : Sep 28, 2022, 8:20 AM IST

જૂનાગઢ નવરાત્રીના સમય દરમિયાન જૂનાગઢની ઓળખ સમા નવાબી કાળથી (sama nawabi Navratri in Junagadh) ચાલતા આવતા બેઠા ગરબાની પરંપરા આજે પણ જળવાયેલી જોવા મળી રહી છે. નવ દિવસો દરમિયાન માઇભક્તો બેઠા ગરબાનું આયોજન કરીને માં જગદંબાની આરાધના કરતા જોવા મળશે. જેની શરૂઆત પ્રથમ નોરતાથી કરવામાં આવી છે. (Navratri in Junagadh)

નવરાત્રી દરમિયાન જુનાગઢમાં થાય છે ખાસ બેઠા ગરબાનું આયોજન

નવાબી કાળથી ચાલતા આવતા બેઠા ગરબા નવરાત્રીના નવ દિવસો દરમિયાન જગતજનની માં જગદંબાના ગરબાનું ધાર્મિક મહત્વ સનાતન હિંદુ ધર્મમાં આદિ અનાદિ કાળથી ચાલતું આવ્યું છે, ત્યારે નવરાત્રી આ નવ દિવસ દરમિયાન જૂનાગઢમાં પરંપરાગત રીતે અને પ્રાચીન સંસ્કૃતિને ઉજાગર કરતા તેમજ નવાબી સમયથી ચાલતા હતા બેઠા ગરબા વિશેષ ધાર્મિક મહત્વ ધરાવે છે. માં અંબાના બેઠા ગરબાનું આયોજન માઈ ભક્તો કરે છે અને નવ દિવસ સુધી માં જગદંબાની આરાધના કરતા જોવા મળે છે. (Navratri in Junagadh 2022)

બેઠા ગરબા નાગરી નાત શરૂઆતના સમયમાં બેઠા ગરબા નાગરી નાત દ્વારા કરવાની પરંપરા શરૂ થઈ હતી. જે આજે મોટાભાગના ધાર્મિક સંસ્થાનો મંદિરો તેમજ માઇભક્તો પોતાના નિવાસસ્થાને બેઠા ગરબાનું આયોજન કરીને નવરાત્રિની ધામધૂમ પૂર્વક ધાર્મિક ઉજવણી કરે છે. બેઠા ગરબાની પરંપરા એક સદી કરતા પણ જૂની હોવાનું માનવામાં આવે છે. ઘરે બેઠા ગરબાનું આયોજનમાં મહિલા અને પુરુષ માઈભક્તો કલાકારની સાથે દેશી સંગીતના વાધ્યો જાતે વગાડીને માં જગદંબાના ગરબા લેતા હોય છે. (junagadh sama nawabi garba)

બેઠા ગરબાની વિશેષ પરંપરા ઘર બેઠા ગરબા એક વિશેષ પરંપરા છે. બેઠા ગરબાના આયોજનમાં કોઈ કલાકાર સામેલ થતા નથી, પરંતુ જે માઈભક્તો બેઠા ગરબામાં સામેલા થતા હોય છે. તે ક્રમાનુસાર માં અંબાના ગરબા સ્વકંઠે ગાતા જોવા મળે છે. આ બેઠા ગરબાની એક અનોખી અને વિશેષ પરંપરા પણ જોવા મળે છે. જે આજે એક સદી કરતા પણ વધુ સમયથી જળવાયેલી જોવા મળે છે. Junagadh betha garba,

Last Updated : Sep 28, 2022, 8:20 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.