ETV Bharat / city

રાસાયણિક અને પ્રાકૃતિક ખેતી વચ્ચે શું છે અંતર, જાણો...

કેન્દ્ર સરકારે બજેટમાં પ્રાકૃતિક ખેતી માટે જોગવાઇ કરતા જૂનાગઢના ખેડૂતોએ (Junagadh Farmers About Organic Farming) પોતાનો અભિપ્રાય આપ્યો હતો. સાથે જ તેમણે રાસાયણિક ખેતીથી થતા ગેરફાયદા અને પ્રાકૃતિક ખેતીથી મળતું કૃષિ ઉત્પાદન વચ્ચે ખૂબ મોટું અંતર વિશે પણ વાત કરી હતી.

Differences Between Chemical and Organic Farming

author img

By

Published : Feb 5, 2022, 7:59 AM IST

જૂનાગઢ: કેન્દ્ર સરકારે તાજેતરમાં પ્રાકૃતિક ખેતીને મહત્વ મળે તે માટે વર્ષ 2022/23ના સામાન્ય અંદાજપત્રમાં પ્રાકૃતિક ખેતી માટે જોગવાઇ કરી છે. ખેડૂતો પ્રાકૃતિક ખેતી તરફ આગળ વધે તે માટે આ જોગવાઈ કરવામાં આવી રહી છે. કેન્દ્ર સરકારના બજેટમાં સરકારની જોગવાઈને લઈને Etv Bharatએ જૂનાગઢમાં રાસાયણિક ખેતી છોડીને પ્રાકૃતિક ખેતી તરફ વળેલા ખેડૂતોનો અભિપ્રાય મેળવવાનો પ્રયાસ કર્યો હતો. જેમાં ખેડૂતોએ રાસાયણિક ખેતીથી થતા ગેરફાયદા અને પ્રાકૃતિક ખેતીથી મળતું કૃષિ ઉત્પાદન વચ્ચે ખૂબ મોટું અંતર (Differences Between Chemical and Organic Farming) હોવાનું પણ જણાવ્યું હતું. રાસાયણિક ખેતીમાં ખર્ચ વધુ થતો હોય છે, જ્યારે પ્રાકૃતિક ખેતીમાં નહિવત ખર્ચે કૃષિ પેદાશોનું ઉત્પાદન કરી શકાય છે તેવું જૂનાગઢના ખેડૂતોનું સ્પષ્ટ માનવું છે.

જૂનાગઢના કૃષિ યુનિવર્સિટીના સંશોધન અધિકારીઓએ જણાવ્યો રાસાયણિક અને પ્રાકૃતિક ખેતી વિશે તફાવત

આ પણ વાંચો: પાટણ જિલ્લાના મોટીચંદુર ગામે ખેડૂતે પ્રથમવાર પ્રાકૃતિક પદ્ધતિથી ઘઉંનું કર્યું વાવેતર

રાસાયણિક ખેતીથી ઉત્પાદન વધારે પરંતુ ઓર્ગેનિક ખેતીના મળી રહ્યા છે સારા બજાર ભાવો

રાસાયણિક અને પ્રાકૃતિક ખેતીને લઈને Etv Bharat સાથે જૂનાગઢના ખેડૂત હિતેશ દોમડીયાએ વાત કરતાં જણાવ્યું હતું કે, રાસાયણિક અને પ્રાકૃતિક ખેતી બન્ને અલગ-અલગ ખેતી પદ્ધતિ ધરાવે છે. રાસાયણિક ખેતીમાં ખાતર દવા સહિત અન્ય ચીજ વસ્તુઓમાં ખૂબ મોટો ખર્ચ થાય છે. જેની સામે મળતું કૃષિ ઉત્પાદન પૂરતા બજાર ભાવોને લઇને આજે પણ ખેડૂતોને પરેશાન કરી રહ્યું છે. તેની સામે પ્રાકૃતિક ખેતીથી ઉત્પાદિત થયેલા કૃષિ ઉત્પાદનમાં રાસાયણિક ખેતીની સરખામણીએ માત્ર 20 ટકા જેટલો જ ખર્ચ થાય છે, જેની સામે ઉત્પાદિત થતાં કૃષિ પેદાશોના બજારભાવ રાસાયણિક કૃષિ પેદાશોની સરખામણીએ 40 ટકા કરતાં વધુ ઊંચા બજારભાવે વહેંચાઈ રહ્યા છે. રાસાયણિક ખેતીમાં ઉત્પાદન ખર્ચ વધુની સામે પ્રાકૃતિક ખેતીમાં ઉત્પાદન ખર્ચ ઓછો અને ઉત્પાદિત થયેલી કૃષિ જણસોના બજાર ભાવ બમણાં મળતા હોવાનું જૂનાગઢના ખેડૂત જણાવી રહ્યા છે.

આ પણ વાંચો: ગાયના દુધ અને ગોળથી બનાવી પ્રાકૃતિક દવા, દર વર્ષે વેચાય છે લાખોની કેરી

અધિકારીઓના મતે રાસાયણિક ખેતી કરતા પ્રાકૃતિક ખેતી છે ઘણી ફાયદાકારક

જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના (Junagadh Agricultural University) સંશોધન અધિકારીઓના મતે પણ રાસાયણિક ખેતી અને પ્રાકૃતિક ખેતી વચ્ચે સ્પષ્ટ અને પ્રથમ નજરે જોઈ શકાય તેવું અંતર જોવા મળે છે. કૃષિ અધિકારી ડો. જી.આર ગોહિલે જણાવ્યું હતું કે, રાસાયણિક ખેતીથી જમીનની ગુણવત્તાને ખૂબ નુકસાન થાય છે. સાથે સાથે રાસાયણિક ખાતરો જંતુનાશક દવાઓ અને અન્ય રસાયણને કારણે ઉત્પાદિત થતી કૃષિ જણસો પણ રસાયણ અને દવાની અસરોવાળી જોવા મળે છે. જેને કારણે માનવ આરોગ્ય પર ગંભીર ખતરો ઊભો થઈ શકે છે, જેની સામે પ્રાકૃતિક ખેતીથી જમીનની ગુણવત્તા વધારવાની સાથે ઉત્પાદિત થતું કૃષિ જણસ આરોગ્યની દ્રષ્ટિએ સૌથી ઉત્તમ માનવામાં આવે છે. જેને કારણે રાસાયણિક ખેતીની સરખામણીએ પ્રાકૃતિક ખેતી આજના સમયમાં આવકારદાયક ખેતી પદ્ધતિ માનવામાં આવી રહી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.