ETV Bharat / city

Ratnagiri Mango Price In Junagadh: કેરીના સ્વાદને મોંઘવારીએ કર્યો ખાટો, રત્નાગીરી હાફૂસનો ભાવમાં વધારો - રત્નાગીરી હાપુસ કેરીનું ઉત્પાદન

મહારાષ્ટ્રની રત્નાગીરી હાફૂસના ભાવ (Ratnagiri Mango Price In Junagadh)માં આ વર્ષે 200 ટકાથી વધુનો વધારો જોવા મળી રહ્યો છે. રત્નાગીરી હાફૂસનો ભાવ આ વખતે 500 રૂપિયા પ્રતિ કિલો છે. વાતાવરણની પ્રતિકૂળતા ગ્લોબલ વોર્મિંગની અસર અને પેટ્રોલ ડીઝલના વધતા ભાવની અસર કેરીની કિંમતો પર પણ પડી છે.

રત્નાગીરી હાફૂસનો ભાવ અધધ 500 રૂપિયા પ્રતિ કિલો

author img

By

Published : Apr 5, 2022, 3:39 PM IST

જૂનાગઢ: વાતાવરણની પ્રતિકૂળતા (Adversity of the atmosphere in india), સતત વધી રહેલી મોંઘવારી તેમજ ગ્લોબલ વોર્મિંગની અસરો (effects of global warming on mango production)ની સાથે દિવસેને દિવસે વધી રહેલા પેટ્રોલ અને ડિઝલના ભાવ (Rise in petrol and diesel prices)ની માઠી અસર હવે સ્વાદ રસિકો પર પણ પડી રહી છે. ગ્લોબલ વોર્મિંગ (global warming in gujarat) અને વાતાવરણની પ્રતિકૂળતાને લીધે ગીરની કેસર કેરીનો પાક એક મહિના કરતા વધુ મોડો ચાલી રહ્યો છે. દર વર્ષે બજારમાં આવતી રત્નાગીરી હાફૂસ કેરીના બજાર ભાવો (Ratnagiri Mango Price In Junagadh) પર પણ આની અસર પડી રહી છે.

ગીરની કેસર કેરીનો પાક એક મહિના કરતા વધુ મોડો.

આ પણ વાંચો: Indo Israel Mango Center Talala: ઈન્ડો ઇઝરાઇલ રૂટ સિસ્ટમથી તૈયાર થશે કેસર કરી, જોવા મળશે આ ખાસિયત

રત્નાગીરી હાફૂસના ભાવમાં 200 ટકાથી વધુનો વધારો- ગત વર્ષની સરખામણીએ આ વર્ષે રત્નાગીરી હાફૂસ કેરીના પ્રતિ એક કિલોના બજાર ભાવ પર 200 ટકા કરતા વધુનો વધારો જોવા મળી રહ્યો છે. ગત વર્ષે 150 રૂપિયા પ્રતિ કિલો વેચાતી રત્નાગીરી હાફૂસ (ratnagiri hapus mango production) આ વર્ષે અધધ કહી શકાય તે મુજબ પ્રતિ કિલો 500 રૂપિયાના ભાવે વેચાઇ રહી છે. વાતાવરણની પ્રતિકૂળતા અને ગ્લોબલ વોર્મિંગની અસરને કારણે કેરીનું ઉત્પાદન દિવસેને દિવસે ઘટી રહ્યું છે. આવી પરિસ્થિતિમાં સતત વધી રહેલા પેટ્રોલ-ડીઝલના ભાવને કારણે પણ કેરીના બજાર ભાવોમાં 200 ટકા કરતા વધારેનો વધારો જોવા મળી રહ્યો છે.

આ પણ વાંચો: mango income in Junagad: જૂનાગઢ માર્કેટ યાર્ડમાં કેરીનું આગમન 10 કિલો બોક્સના શું બોલાયા ભાવ જાણો

કમરતોડ ભાવ છતાં સ્વાદ રસિકો કરે છે ખરીદી- રત્નાગીરી હાફૂસ મહારાષ્ટ્ર (ratnagiri hapus mango maharashtra) વિસ્તારમા પાકતી કેરી છે, જે દેશના મોટાભાગના વિસ્તારોમાં જોવા મળતી હોય છે. સતત વધી રહેલા ડીઝલના ભાવને કારણે રત્નાગીરીથી હાફૂસ કેરીને અન્ય પ્રાંત સુધી મોકલવાના ખર્ચમાં તોતિંગ વધારો જોવા મળી રહ્યો છે. જૂનાગઢની બજારમાં સ્વાદના શોખીનો માટે રત્નાગીરી હાફૂસનો પ્રવેશ થયો છે અને લોકો વધતી મોંઘવારી વચ્ચે પણ રત્નાગીરી હાફૂસનો સ્વાદ માણવા માટે આવી રહ્યા હોવાનું કેરીના છૂટક વેપારીઓ જણાવી રહ્યા છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.