જૂનાગઢ : હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યમાં કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પડ્યો છે. જેને લઈને કેટલાક વિસ્તારમાં ભારે વરસાદના પગલે રાજી તારાજી પણ જોવા મળી છે. ત્યારે ચોમાસા દરમિયાન સતત બીજી વખત જૂનાગઢ જિલ્લાનો ઘેડ વિસ્તાર જળમગ્ન (Villages submerged in rain) બન્યા છે. ગઈકાલે પડેલા અતિભારે વરસાદને કારણે ઘેડનું મટીયાણા ગામ ફરી એક વખત જળમગ્ન બન્યું છે.
આ પણ વાંચો 24 કલાકમાં પડેલા વરસાદે 5 વર્ષની કમી દૂર કરી નજારો જોવા જામી લોકોની ભીડ
ધોધમાર વરસાદ ગઈકાલે જૂનાગઢ શહેર અને જિલ્લામાં અતિભારે વરસાદ શરૂ થયો હતો. શહેરના મોટાભાગના વિસ્તારમાં બેથી લઈને ચાર ઇંચ સુધી ધોધમાર વરસાદ પડ્યો છે. અચાનક અતિભારે વરસાદ પડવાને કારણે જૂનાગઢ શહેર અને જિલ્લાની સૌથી મોટી ઓજત નદીમાં ઘોડાપૂરની પરિસ્થિતિ સામે આવી છે. નદીમાં આવેલા પૂરને કારણે ફરી એક વખત ઘેડ વિસ્તારના ગામોમાં પૂરના પાણીનો ખતરો જોવા મળી રહ્યો છે. અચાનક પડેલા અતિભારે વરસાદને કારણે મોટાભાગના જળાશયો પણ છલકી રહ્યા છે.
આ પણ વાચો ભારે વરસાદના કારણે ગાડી પાણીમાં ફસાઇ, જૂઓ વીડિયો
પૂરનું પાણી પ્રવાહિત ચોમાસામાં સતત બીજી વાર ઘેડ જળમગ્ન થયું છે. સતત બીજી વાર ઘેડના ગામો પર સંભવિત પૂરનો ખતરો ઉભો થયો છે. નદીમાં આવેલા પૂરના પાણી ઘેડ વિસ્તારને જળમગ્ન કરી રહ્યું છે. આવી પરિસ્થિતિમાં ધોરાજી નજીક આવેલા ભાદર ડેમના દરવાજા પણ ખોલવામાં આવ્યા છે. જેને કારણે ભાદર નદીમાં પણ પૂરનું પાણી પ્રવાહિત થઈ રહ્યું છે. કારણે ઘેડનું મટીયાણા ગામ ફરી એક વખત પાણીમાં ગરકાવ થયેલું જોવા મળી રહ્યું છે. પાછલા અનેક વર્ષોથી આ સમસ્યા જેમની તેમ ચોમાસા દરમિયાન જોવા મળે છે. ગામ લોકોને વારંવાર મુશ્કેલીનો સામનો કરવો પડે છે. તેમ છતાં આજદિન સુધી આ સમસ્યાનો નિરાકરણ કરવામાં સરકારી તંત્રને નિષ્ફળતા મળી છે. જેની સામે લોકો રોષ વ્યક્ત કરી રહ્યા છે. Rainfall Update in Gujarat, Rain in Junagadh, Rainwater flooded the village, monsoon 2022, Rain in Ghed Junagadh, Rainwater in villages,