ETV Bharat / city

Junagadh Kesar Mango: કેરીના સંશોધનમાં ખેડૂતે મેળવી સિદ્ધિ, જાણો કેરીમાં શું છે વિશેષતા

જૂનાગઢના પ્રગતિશીલ ખેડૂતે કેરીના સંશોધનને (Junagadh Kesar Mango) લઈને વધુ એક સિદ્ધિ મેળવી છે. ખેતીવાડી ક્ષેત્રના અનુસ્નાતક યુવાન ખેડૂત સુમીત જારીયાએ દેશી જાતના (Mango Production in Gujarat) આંબામાં દોઢ કિલો વજનની કેરી મેળવવામાં સફળતા મેળવી છે.

Junagadh Kesar Mango: કેરીના સંશોધનમાં ખેડૂતે મેળવી સિદ્ધિ, જાણો કેરીમાં શું છે વિશેષતા
Junagadh Kesar Mango: કેરીના સંશોધનમાં ખેડૂતે મેળવી સિદ્ધિ, જાણો કેરીમાં શું છે વિશેષતા
author img

By

Published : Jun 9, 2022, 9:58 AM IST

Updated : Jun 9, 2022, 9:56 PM IST

જૂનાગઢ : ગિરનારની ભુમિને કેસરી અને કેસર (Junagadh Kesar Mango)માટે સમગ્ર વિશ્વમાં માનપાન અને સન્માન આજે પણ મળે છે, ત્યારે જૂનાગઢ નજીક આવેલા ભાલછેલ ગામના પ્રગતિશીલ ખેડૂત કૃષિ ક્ષેત્રના અનુસ્નાતક સુમિત જારીયાએ દેશી જાતના આંબામાં દોઢ કિલો વજનની કેરીનું સફળતાપૂર્વક ઉત્પાદન (Junagadh Mango Gir Saffron) મેળવવામાં સિદ્ધિ પ્રાપ્ત કરી છે. ઘણા વર્ષોથી આ યુવાન ખેડૂત કેરીના સંશોધનને લઈને પોતાના આંબાવાડિયામાં કામ કરી રહ્યો છે, ત્યારે આજે 4 વર્ષ બાદ તેને સફળતા મળી છે.

Junagadh Kesar Mango

આ પણ વાંચો : National Mango Festival 2022: ત્રણ દિવસના મેંગો મહોત્સવથી ન ધરાયા વેપારીઓ, કરી દીધી આ માગણી

દોઢ કિલોની બે કેરી - સામાન્ય રીતે રાજાપુરી કેરીનું કદ અને વજન સૌથી વધુ જોવા મળે છે. જેની પ્રકૃતિ મુખ્યત્વે દેશી કેરીને મળતી આવે છે. દેશી જાતના આંબા પર દોઢ કિલોગ્રામ વજન ધરાવતી એક કેરીનું ઉત્પાદન ચાર વર્ષ બાદ આજે થયું છે.

આ પણ વાંચો : આ જિલ્લામાં દ્રાક્ષની જેમ કેરીના પણ જોવા મળે છે ઝૂમખાં, શું છે તેની વિશેષતા... જૂઓ

મહેનતથી આ સંશોધન - આંબાવાડિયામાં આંબા પર દોઢ કિલોની બે કેરીના ફળ આજે જોવા મળી રહ્યા છે. યુવાન ખેડૂતની મહેનતના પરિણામે આજે આંબાપર સૌથી મોટી અને વજનદાર કેરી જોવા મળી રહી છે. આગામી દિવસોમાં વધુ કેટલાક સંશોધનોના પરિણામે આ પ્રકારની કેરીનું ઉત્પાદન (Mango Production in Gujarat) મેળવવામાં વધુ સફળતા મળી શકે છે. સંશોધન ક્ષેત્ર અને ખાસ કરીને કેરીના સંશોધન માટે ખૂબ મહેનત કરી રહેલા યુવાન ખેડૂતે પોતાની જાત મહેનતથી આ સંશોધનને પાર પાડ્યું છે.

કેરીનું નામ કરણ હજુ બાકી - આગામી દિવસોમાં હજુ પણ કેટલાક આંબામાં આ પ્રકારનું સંશોધન કાર્ય હાથ ધરાશે જે કેરીઓ આંબા પર જોવા મળી રહી છે, તેનું નામકરણ હજુ બાકી છે. આવનારા દિવસોમાં સફળતા (Gir Kesar Mango) મળ્યા બાદ તેના નામકરણ વિધિને પણ પૂર્ણ કરવામાં આવશે. તેવું પ્રગતિશીલ ખેડૂત સુમીત જારીયાએ ETV BHARAT સમક્ષ વાત કરતાં જણાવ્યું હતું.

Last Updated : Jun 9, 2022, 9:56 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.