ETV Bharat / city

Mobile theft in Junagadh: 14 લાખ રૂપિયાના મોબાઇલની ચોરી, જૂનાગઢ પોલીસે બિહારની ચાદર ગેંગના 7 સભ્યોને ઝડપ્યા - અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ

જૂનાગઢમાં 29 નવેમ્બરના રોજ 14 લાખ રૂપિયાથી વધુ કિંમતના મોબાઇલની ચોરી (Mobile theft in Junagadh) થઈ હતી. જૂનાગઢ પોલીસે (junagadh police) ગણતરીના કલાકોમાં જ આ ચોરીનો ભેદ ઉકેલી કાઢતા બિહારની ચાદર ગેંગ (chadar gang bihar)ના 7 સભ્યોને ઝડપી પાડ્યા છે. પોલીસે અમદાવાદથી ચાદર ગેંગના 5 સભ્યો અને ભાવનગરથી 2 સભ્યોને ઝડપ્યા છે. સાથે જ 17 લાખ રૂપિયાથી વધુનો મુદ્દામાલ ઝડપ્યો છે.

Mobile theft in Junagadh: 14 લાખ રૂપિયાના મોબાઇલની ચોરી, જૂનાગઢ પોલીસે બિહારની ચાદર ગેંગના 7 સભ્યોને ઝડપ્યા

author img

By

Published : Dec 2, 2021, 7:30 PM IST

  • પોલીસે 17 લાખથી વધુનો મુદ્દામાલ ઝડપ્યો
  • ચાદર ગેંગના 5 સભ્યો અમદાવાદ અને 2 ભાવનગરથી ઝડપાયા
  • મોબાઇલ ચોરી કરીને નેપાળમાં વેચતા હોવાની કબૂલાત કરી

જૂનાગઢ: ગત 29 તારીખે જૂનાગઢ શહેરનાં કાળવા ચોક વિસ્તારમાં આવેલી ફોનવાલા મોબાઇલ ફોનની દુકાનમાં થયેલી મોબાઈલ ફોનની ચોરી (Mobile theft in Junagadh)નો ભેદ જૂનાગઢ પોલીસે (junagadh police) ગણતરીના દિવસોમાં જ ઉકેલી નાંખ્યો છે. ચોરીમાં સંડોવાયેલી બિહારની ચાદર ગેંગ (chadar gang bihar)ના 5 સભ્યો અમદાવાદથી અને 2 સભ્યો ભાવનગરથી ઝડપી પાડીને તેમની પાસેથી અંદાજિત 17 લાખથી વધુનો મુદ્દામાલ ઝડપી પાડવામાં જૂનાગઢ પોલીસને સફળતા મળી છે.

કુલ 17 લાખ આસપાસના મુદ્દામાલની ચોરી થઈ હતી

2 દિવસ પૂર્વે જૂનાગઢ શહેરના કાળવા ચોક (junagadh kalva chowk) વિસ્તારમાં આવેલી ફોનવાલા મોબાઇલ ફોનની દુકાનમાં વહેલી સવારના 5થી 6 વાગ્યાના અરસામાં મોબાઈલ ફોનની ચોરી થયાની સનસનીખેજ ઘટના સામે આવી હતી, જેની ફરિયાદ દાખલ થતા જૂનાગઢ પોલીસ પણ ચોંકી ઊઠી હતી. ફોનની દુકાનમાં રાખેલા 14 લાખ રૂપિયા કરતા વધુના મોબાઈલ ફોન અને ફોનની અન્ય એસેસરીઝ મળીને કુલ 17 લાખની આસપાસના મુદ્દામાલની ચોરી થયાની ઘટના પ્રકાશમાં આવતા પોલીસે આ ઘટનાને લઇને ગંભીરતાપૂર્વક તપાસ (junagadh police investigation) હાથ ધરી હતી.

5 ચોર અમદાવાદ અને 2 ચોર ભાવનગરથી ઝડપાયા

5 ચોર અમદાવાદ અને 2 ચોર ભાવનગરમાંથી રંગે હાથ ચોરીના મુદ્દામાલ સાથે ઝડપાઇ ગયા હતા.

આ વિસ્તારમાં લગાવવામાં આવેલા CCTV કેમેરાના માધ્યમથી પણ પોલીસે તપાસ શરૂ કરી અને પોલીસને મળેલી બાતમી તેમજ તેમની તપાસને અંતે ચોરીમાં શામેલ બિહારની ચાદર ગેંગના 7 ચોરને ઝડપી પાડવામાં પોલીસને ગણતરીના દિવસોમાં જ સફળતા મળી હતી. 7 પૈકી 5 ચોર અમદાવાદ અને 2 ચોર ભાવનગરમાંથી રંગે હાથ ચોરીના મુદ્દામાલ સાથે ઝડપાઇ ગયા હતા.

મોબાઇલની ચોરી કરીને નેપાળમાં વહેંચતા હોવાની કબૂલાત

બિહારની ચાદર ગેંગના સભ્યો જે મોબાઇલની દુકાનમાં ચોરી કરવાની હોય તેમાં પહેલા રેકી કરીને દુકાનમાં ચોરી કરવાને લઇને પોતાની અનુકૂળતા શોધીને જેતે દુકાનને ટાર્ગેટ કરતા હોય છે. ચાદર ગેંગના સભ્યો વહેલી સવારે મોબાઈલ ફોનની દુકાનના શટર આગળ ચાદર બાંધીને દુકાનનું તાળુ તોડી તેમાં પ્રવેશ કરતા હોય છે. આવી યુક્તિથી રોડ પરથી પસાર થતા કોઈપણ વ્યક્તિને ચોરીની ઘટનાને લઈને કોઈ સંદેહ ન જાય તેમ સફળતાપૂર્વક ચોરી કરીને ફરાર થઈ જતા હોય છે. ચોરી કરવામાં સફળતા મળ્યા બાદ ચોરેલા મોબાઇલને નેપાળમાં વહેંચતા હોવાની કબૂલાત પણ ચાદર ગેંગના 7 ચોરે જુનાગઢ પોલીસને આપી છે.

ગુજરાત સહિત અન્ય રાજ્યોમાં મોબાઇલ ચોરીની ઘટનાને અંજામ આપ્યો

આટલા મોટા પ્રમાણમાં મોબાઇલ ફોનની ગણતરીની મિનિટોમાં જ ચોરી કરીને ફરાર થઈ જતા પોલીસ પણ મોબાઇલ ચોરીમાં સંકળાયેલી ગેંગ ખૂબ જ સાતીર દિમાગવાળી હોવાની વાતથી વાકેફ થઇ હતી. પોલીસને મળેલી બાતમી અને તેમની તપાસના અંતે ચોરીમાં સામેલ બિહારની ચાદર ગેંગના સભ્યો અમદાવાદના શાહીબાગ વિસ્તારમાં આવેલી ઝુપડપટ્ટી (ahmedabad shahibagh slum area)માં રહેતા હોવાની માહિતી પ્રાપ્ત થઇ હતી. જેને લઇને પોલીસે આ દિશામાં તપાસ હાથ ધરી હતી.

ચોરી કરતા પહેલા 24 કલાક રેકી કરે છે

પોલીસને મળેલી માહિતી અનુસાર ચાદર ગેંગના સભ્યો કોઈ શહેરમાં ચોરી કરતા પૂર્વે તેની 24 કલાક પહેલા રેકી કરતા હોય છે અને ચોરીને અંજામ આપીને પરત અમદાવાદ પહોંચી જતા હોય છે. આ માહિતીને પગલે જૂનાગઢ પોલીસે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ (ahmedabad crime branch)ની સાથે વડોદરા, નડિયાદ અને રાજકોટ રેલવે પોલીસ (rajkot railway police)ની પણ મદદ મેળવી હતી અને તેમાં પણ મળેલા પુરાવાઓને આધારે બિહારની ચાદર ગેંગને પકડી પાડવામાં જૂનાગઢ પોલીસને સફળતા મળી હતી.

આ પણ વાંચો: Foreign tour of Junagadh students: કૃષિ પદ્ધતિ અને ટેક્નોલોજીની તાલીમ લેવા કૃષિ કોલેજના 15 વિદ્યાર્થીઓ વિદેશ જશે

આ પણ વાંચો: Market yard Committee : જૂનાગઢ યાર્ડના સત્તાધીશોની કૃષિ જણસોને સુરક્ષિત રીતે સાચવવા પુરજોશ તૈયારી

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.