ETV Bharat / city

કોરોના સંક્રમણને ધ્યાને લઇને પ્રધાન જવાહર ચાવડાએ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની લીધી મુલાકાત - પ્રધાન જવાહર ચાવડા

રાજ્ય સરકાર દ્વારા કોરોના સંક્રમણને ગામમાં ફેલાતું અટકાવવા માટે ખાસ એક્શન પ્લાન તૈયાર કર્યો છે. જે મુજબ જે તે જિલ્લામાં સરકારના પ્રધાનોને જવાબદારી સોંપવામાં આવી છે. જે અંતર્ગત જૂનાગઢ જિલ્લા માટે પર્યટન પ્રધાન જવાહર ચાવડાની નિયુક્તિ કરવામાં આવી છે ત્યારે પ્રધાન જવાહર ચાવડાએ આજે ગુરૂવારે માણાવદર અને બાટવા વિસ્તારના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની મુલાકાત કરીને તબીબી સવલતોને લઈને જાત મુલાકાત કરી હતી. દર્દીઓ અને ડોક્ટર સાથે રૂબરૂ વાર્તાલાપ કરીને જવાહર ચાવડાએ કોરોના સંક્રમણને લઈને થઈ રહેલી કામગીરીનો ચિતાર મેળવ્યો હતો.

કોરોના સંક્રમણને ધ્યાને લઇને પ્રધાન જવાહર ચાવડાએ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની લીધી મુલાકાત

author img

By

Published : May 13, 2021, 10:04 PM IST

  • રાજ્યમાં કોરોના વાઇરસનો કહેર યથાવત
  • પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં તબીબી સવલતોને લઈને જવાહર ચાવડાએ લીધી જાત મુલાકાત
  • આરોગ્ય કેન્દ્રમાં સારવાર લઈ રહેલા દર્દીઓ અને અહીં કામ કરતાં તબીબો સાથે કર્યો વાર્તાલાપ

જૂનાગઢઃ કોરોનાનું સંક્રમણ ગામડાઓમાં ભયજનક રીતે પ્રસરી રહ્યું છે. આવી પરિસ્થિતિમાં રાજ્ય સરકારે ગામડાઓને કોરોના સંક્રમણથી દૂર અને મુક્ત રાખવા માટે મનોમંથન કરી રહી છે. જે અંતર્ગત ગ્રુપ ઓફ મિનિસ્ટરની બેઠક થોડા દિવસ અગાઉ મળી હતી. જેમાં નક્કી કરાયું હતું કે પ્રત્યેક જિલ્લામાં સરકારના પ્રધાનની સમગ્ર મામલા પર દેખરેખ રાખવા માટે નિમણૂક કરવામાં આવે અને નિમણૂક કરાયેલા પ્રત્યેક પ્રધાન ગામડાની જાત મુલાકાત કરીને કોરોના સંક્રમણને ગામડાથી કઈ રીતે દૂર રાખી શકાય તે અંગે જાત માહિતી મેળવી, અધિકારી તેમજ કર્મચારી અને સૂચનાઓ આપીને ગામડાઓને કોરોના મુક્ત રાખવાના અભિયાનમાં અગ્રેસર બને તેવી કામગીરી કરવાના આદેશો આપવામાં આવ્યા હતા. જે અંતર્ગત જવાહર ચાવડાએ આજે ગુરૂવારે જૂનાગઢ જિલ્લાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની મુલાકાત કરીને જાત માહિતી મેળવી હતી.

કોરોના સંક્રમણને ધ્યાને લઇને પ્રધાન જવાહર ચાવડાએ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની લીધી મુલાકાત

આ પણ વાંચોઃ પ્રવાસન પ્રધાન જવાહર ચાવડાએ માણાવદરની સરકારી હોસ્પિટલની લીધી મુલાકાત

જવાહર ચાવડાએ દર્દીઓ અને તબીબો સાથે કોરોના સંક્રમણને લઈને કરી ગહન ચર્ચા

પર્યટન પ્રધાન જવાહર ચાવડાએ કોરોના સંક્રમણ દર્દીઓ જે જગ્યા પર સારવાર મેળવી રહ્યા છે તેવા ચારથી પાંચ જેટલા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની આજે ગુરૂવારે મુલાકાત કરી હતી. મુલાકાત દરમિયાન જવાહર ચાવડાએ દર્દીઓને મળીને મળી રહેલી તબીબી સુવિધાઓ અંગે જાત માહિતી પ્રાપ્ત કરી હતી. આ સમયે તેમની સાથે જૂનાગઢના સાંસદ સહિત જે તે તાલુકાના ઉચ્ચ અધિકારીઓ પણ હાજર રહ્યા હતા. જવાહર ચાવડાની પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની મુલાકાત બાદ જે તે વિસ્તારમાં કામ કરતાં તબીબો અને આરોગ્ય કર્મચારીઓ પાસેથી પણ કોરોના સંક્રમણને લઇને થયેલી કામગીરીનો જાત ચિતાર મેળવ્યો હતો. દર્દીઓને પડી રહેલી મુશ્કેલીઓ તેમજ જે સુવિધાનો પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં વધારો કરી શકાય તેમ છે તેને લઈને પણ સૂચનો એકત્ર કર્યા હતા.

આ પણ વાંચોઃ કેબિનેટ પ્રધાન જવાહર ચાવડાએ જૂનાગઢમાં યોજી પત્રકાર પરિષદ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.