ETV Bharat / city

જૂનાગઢની માહી વાછાણીએ યોગમાં મેળવી વિશેષ તાલીમ, કઠિન આસન પણ કરે છે આરામથી

21 જૂનના રોજ સમગ્ર વિશ્વમાં 7માં યોગ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે, જૂનાગઢની માહી વાછાણીએ યોગમાં વિશેષ પારંગતતા મેળવી છે. છેલ્લા 5 વર્ષથી યોગમાં સતત પરિશ્રમ કરીને માહી વાછાણી આજે ખૂબ જ અઘરા અને કઠિન કહી શકાય તેવા યોગના નિદર્શન કરીને સૌ કોઈને અચંબિત કરી રહી છે. માહી આગામી દિવસોમાં રાજ્ય અને દેશ સ્તરે યોજાતી પ્રતિ સ્પર્ધાઓમાં ભાગ લઈને પોતાનું નામ યોગના ક્ષેત્રમાં વધુ આગળ ધપાવવા માંગે છે.

જૂનાગઢની માહી વાછાણીએ યોગમાં મેળવી વિશેષ તાલીમ

author img

By

Published : Jun 21, 2021, 12:09 AM IST

Updated : Jun 21, 2021, 6:54 AM IST

  • 21 જૂને સમગ્ર થઇ રહી છે વિશ્વ યોગ દિવસની ઉજવણી
  • જૂનાગઢની માહી વાછાણીએ મેળવી યોગમાં વિશેષ તાલીમ
  • કઠિન કહી શકાય તેવા યોગનું નિદર્શન કરીને લોકોને કરે છે અચંબિત

જૂનાગઢ: 21 જૂનના રોજ આજે સમગ્ર વિશ્વમાં યોગ દિવસની ઉજવણી થઈ રહી છે. તેની વચ્ચે જૂનાગઢની માહી વાછાણી નામની કિશોરી યોગના ખૂબ જ કઠિન અને મુશ્કેલ કહી શકાય તેવા યોગનું નિદર્શન કરીને ભલભલાને અચંબિત કરી રહી છે. પાછલા 5 વર્ષથી માહી યોગને લઈને ખૂબ જ પ્રતિબધ્ધ બનતી જોવા મળી રહી છે અને યોગને પોતાના દૈનિક જીવનનો હિસ્સો બનાવીને આજે 5 વર્ષથી યોગમાં વિશેષ પારંગતતા મેળવતી જોવા મળી રહી છે. માહીને તેમની માતા વિમળાબેન દ્વારા ઘરમાં જ યોગની તાલીમ અને નિદર્શન આપવામાં આવી રહ્યું છે. માહી આગામી દિવસોમાં રાજ્ય અને દેશ સ્તરે યોજાતી યોગની પ્રતિ સ્પર્ધાઓમાં જૂનાગઢમાંથી પ્રતિનિધિત્વ કરીને સમગ્ર દેશમાં યોગના ક્ષેત્રમાં ઉજ્જવળ દેખાવ કરવાની આશા રાખી રહી છે.

જૂનાગઢની માહી વાછાણીએ યોગમાં મેળવી વિશેષ તાલીમ
જૂનાગઢની માહી વાછાણીએ યોગમાં મેળવી વિશેષ તાલીમ

આ પણ વાંચો: International Yoga Day - જાણો કોરોના મહામારી દરમિયાન ક્યા યોગ મદદરૂપ થઈ શકે છે ?

ઘરમાંથી જ માહીને મળી છે યોગની વિશેષ તાલીમ

માહીને તેમની માતા વિમળાબેન દ્વારા યોગની વિશેષ તાલીમ તેમના ઘરમાં જ મળી રહી છે. વિમળાબેન વાછાણી પણ યોગમાં ખૂબ જ પારંગતતા પ્રાપ્ત કરી ચૂક્યા છે. તેઓ જૂનાગઢમાં યોગ કોચ તરીકે પણ સેવાઓ આપી રહ્યા છે. આ દરમિયાન તેમની પુત્રી પણ હવે ધીમે ધીમે માતાના પગલે યોગમાં ખૂબ જ પારંગત બનતી જોવા મળી રહી છે. યોગના કેટલાક નિદર્શનો આજે વિમળાબેન નથી કરી શકતા તેવા અઘરા અને કઠિન કહી શકાય તેવા યોગના નિદર્શન તેમની પુત્રી માહી કરતી જોવા મળી રહી છે. માહી 5 વર્ષની હતી ત્યારથી યોગને લઈને હકારાત્મક પ્રતિભાવો દર્શાવતી હતી. પરંતુ, પાછલા 5 વર્ષથી માહી હવે યોગમાં ખૂબ જ પારંગત બની રહી છે અને ખૂબ જ કઠિન તેમજ ભલભલા યોગ માસ્ટરોને પણ અચંબિત કરી મૂકે તે પ્રકારના યોગનું નિદર્શન ચપટી વગાડતાની સાથે જ કરતી જોવા મળી રહી છે.

આ પણ વાંચો: International Yoga Day - વડાપ્રધાન મોદી સવારે 6:30 કલાકે રાષ્ટ્રને સંબોધશે

યોગને લઈને માહીનો લોકોને વિશેષ સંદેશ

ETV Bharat સાથે વાત કરતા માહી વાછાણી જણાવ્યું હતું કે, યોગ શારીરિક અને માનસિક સ્થિરતા માટે એકમાત્ર ઉપાય છે. પ્રત્યેક વ્યક્તિ યોગને પોતાના દૈનિક જીવનનો હિસ્સો બનાવે તો તેમના થકી શારીરિક અને માનસિક સ્થિરતા ચોક્કસ મળી શકે છે. યોગ કરવાથી શરીરના પ્રત્યેક અંગને ખૂબ સારી કસરત મળી શકે છે. આવી પરિસ્થિતિમાં યોગ કરતો કોઈ પણ વ્યક્તિ બીમારીને પોતાનાથી ખૂબ દૂર રાખી શકે છે. યોગ કરવાથી માનસિક સ્થિરતા પણ વધી શકે છે. જેને કારણે, પ્રત્યેક વ્યક્તિનું બુદ્ધિચાતુર્ય પણ ખૂબ જ વધી શકે છે. બાળકો પણ યોગને લઈને હવે હકારાત્મક બને અને તેમના વાલીઓ પણ પોતાના સંતાનોને યોગને લઈને વધુ જાગૃત કરીને પોતે પણ યોગ કરતા થાય તો આપણા સમાજમાંથી માનસિક અને શારીરિક અસ્થિરતા જોવા મળે છે તેને એક માત્ર યોગના માધ્યમ થકી દૂર કરી શકવામાં આપણને ખૂબ મોટી સફળતા મળી શકે છે. આ સાથે યોગ કરવાથી પ્રત્યેક વ્યક્તિ નિરોગી અને તંદુરસ્ત આયુષ્ય પણ ભોગવી શકે છે.

Last Updated : Jun 21, 2021, 6:54 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.