- આજે 1857ના સ્વાતંત્ર્ય સંગ્રામની વીરાંગના ઝાંસીની રાણીનો 167મો જન્મદિવસ
- જૂનાગઢના તમામ રાજકીય પક્ષના આગેવાનો ઝાંસીની રાણીના યોગદાનને ભૂલ્યા
- ઓન્લી ઇન્ડિયને લક્ષ્મીબાઈને જૂનાગઢમાં પુષ્પાંજલિ અર્પણ કરી
જૂનાગઢ: 1857ના સ્વાતંત્ર્ય સંગ્રામની વીરાંગના ઝાંસીની રાણીની આજે 167મી જન્મજયંતી છે. રાષ્ટ્રની વાતો કરતાં તમામ રાજકીય પક્ષો અને તહેવારે ઝંડા અને બેનર લઈને નીકળતા લોકો સ્વતંત્ર સંગ્રામની આ વીરાંગનાઓને આજે ભૂલી રહ્યા છે. તે ખેદજનક છે, ઓન્લી ઇન્ડિયને આજે (ગુરૂવાર) જૂનાગઢમાં ઝાંસીની રાણી લક્ષ્મીબાઈને તેમની 167મી જન્મજયંતી પર પુષ્પાંજલિ અર્પણ કરીને સ્વાતંત્ર સંગ્રામની લડાઈમાં તેમના યોગદાનને નમન કર્યું હતું.
જુનાગઢના તમામ રાજકીય પક્ષના આગેવાનો ઝાંસીની રાણીના યોગદાનને ભૂલ્યા 1857ના સ્વાતંત્ર્ય સંગ્રામની વીરાંગના ઝાંસીની રાણી લક્ષ્મીબાઈની આજે 167મી જન્મજયંતી1857માં અંગ્રેજ સત્તા સામે બાથ ભીડનારી ઝાંસીની રાણી લક્ષ્મીબાઈની આજે 167મી જન્મજયંતી છે. વિદેશી આક્રમણખોરો સામે વર્ષ 1857માં જંગે ચડેલી ઝાંસીની રાણી સ્વાતંત્ર સંગ્રામની મહાનાયક પણ માનવામાં આવતી હતી. તેમની આગેવાનીમાં સ્વતંત્ર સંગ્રામની લડાઈ શરૂઆત થઇ હતી અને તેમાં વિજય પણ પ્રાપ્ત થયો હતો. આવી વીરાંગનાની આજે જન્મજયંતી છે. જૂનાગઢમાં ઝાંસીની રાણીની પ્રતિમા વર્ષ 2005થી પ્રસ્થાપિત કરવામાં આવી છે, પરંતુ પ્રતિમાના અનાવરણ બાદ ઝાંસીની રાણીના જન્મદિવસ કે, તેમના મહા પરિનિર્વાણ દિવસને જૂનાગઢના કોઈપણ રાજકીય પક્ષો કે અગ્રણીઓએ ઉજવ્યો નથી. આજે ઓન્લી ઇન્ડિયને ઝાંસીની રાણીને પુષ્પાંજલિ અર્પણ કરીને સ્વતંત્ર સંગ્રામમાં તેમના યોગદાનને નમન કર્યાં હતા.
માત્ર રાજકીય ઇચ્છાશક્તિ માટે કરાતી ઉજવણીમાં સાચા સ્વતંત્ર સેનાનીઓ ભુલાયાતહેવારો પર ઝંડા અને બેનરો લઇને નીકળી પડતા રાજકીય પક્ષના અગ્રણીઓ અને કાર્યકરો આજે આ વીરાંગનાને જૂનાગઢમાં ભૂલી રહ્યા છે. વર્ષ 2005 પછી ઝાંસીની રાણીના જન્મ દિવસને લઇને કોઇ ખાસ કાર્યક્રમ કે તેમને પુષ્પાંજલિ અર્પણ કરવા સુધીની તસ્દી તમામ રાજકીય પક્ષના આગેવાનો કાર્યકરો અને પ્રબુદ્ધ નાગરિકોએ પણ લીધી નથી, ત્યારે જૂનાગઢમાં રહીને વન મેન એનજીઓ ચલાવતા ઓન્લી ઇન્ડિયાએ શહેરમાં આવેલી ઝાંસીની રાણીની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરીને વિદેશી તાકાતો સામે ભારતનું રક્ષણ કરીને દેશની સંસ્કૃતિ માટે પોતાની જાતને ખપાવી દેનારી વીરાંગના રાણી લક્ષ્મીબાઈને યાદ કરીને તેમને પુષ્પાંજલિ અર્પણ કરી હતી.