- વધુ સારા વરસાદની બંધાતી આશાઓ ટીટોડીએ મૂક્યા મકાનની છત પર ઈંડા
- વર્ષા વિજ્ઞાન આગાહીકારોએ આ ઘટનાને વરસાદને લઈને શુભ સંકેત ગણાવ્યું
- આગામી દિવસોમાં ખૂબ સારો વરસાદ પડવાની આગાહીકારોની આગાહી
જૂનાગઢ: આગામી દિવસોમાં ચોમાસાનો વરસાદ ખૂબ સારો પડી શકે છે. તેને લઈને નવી આશાઓ બંધાતી જોવા મળી રહી છે. સારા વરસાદની આશાઓ ટીટોડી (lapwing) તરફથી મળી રહી છે. એક વીડિયોમાં સ્પષ્ટ જોવા મળી રહ્યું છે કે ટીટોડીએ ઝુપડાની છત (hut roof) પર ચાર જેટલા ઈંડાઓ (egg) મૂક્યા છે. ટીટોડીના ઈંડાને લઈને વર્ષા વિજ્ઞાન આગાહીકારો (rain science forecasters) પણ ખૂબ જ પ્રભાવિત અને ખુશખુશાલ જોવા મળી રહ્યા છે. વર્ષોથી પ્રાચીન પરંપરાઓ મુજબ વરસાદને લઈને આગાહીઓ કરવામાં આવતી હોય છે. ત્યારે ટીટોડીએ ઝુપડાની છત પર મુકેલા ઈંડા આગામી દિવસોમાં ખૂબ સારો વરસાદ વરસવાની શક્યતાઓ દર્શાવી જાય છે. આ વર્તારા પરથી આગાહીકારોએ આગામી દિવસોમાં સૌરાષ્ટ્રમાં સારા વરસાદ પડવાની શક્યતાને વ્યક્ત કરી છે.
ટીટોડીના ઇંડા અને તેના મુકવાના સ્થળ પરથી વર્ષોથી થઇ રહી છે વરસાદની આગાહી
સૌરાષ્ટ્રમાં પ્રાચીન વર્ષા વિજ્ઞાનના આગાહીકારો દ્વારા પરંપરાગત રીતે ખાસ કરીને ટીટોડીના ઇંડા તેમજ હોળીની (holi) જાળ અન્ય વનસ્પતિઓના (vagetation) વર્તારા તેમજ દાનૈયા તપવાની પારંપરિક વિધિ મુજબ વર્ષા વિજ્ઞાન આગાહીકારો દ્વારા દર વર્ષે ચોમાસા દરમિયાન વરસાદને લઈને આગાહીઓ કરવામાં આવતી હોય છે. પ્રાચીન પરંપરા મુજબ ટીટોડી (lapwing) ઝુપડાની છત (hut roof) પર ઈંડા મૂકે તો આ વર્ષે ખૂબ સારો વરસાદ પડવાની શક્યતાઓ વર્ષોથી વ્યક્ત થતી આવી છે. વર્ષા વિજ્ઞાન આગાહી કરો એવું માની રહ્યા છે કે, ચોમાસા (mansoon) દરમિયાન ટીટોડીના ઇંડા અને તેના બચ્ચા (cubs)ને નુકસાન ન થાય તેને લઈને કુદરત દ્વારા વરસાદના સંકેત રૂપે ટીટોડી (lapwing)ને આ પ્રકારની અનુભૂતિ (realization) થાય છે અને તેને કારણે ટીટોડી તેના બચ્ચા કે ઈંડા ને બચાવવા માટે સુરક્ષિત સ્થળે ઈંડા મૂકતી હોય છે. તેને જોઈને વર્ષા વિજ્ઞાન આગાહીકારો (rain science forecasters) પણ ખૂબ સારો વરસાદ થશે તેવી આગાહીઓ પણ વ્યક્ત કરતા હોય છે.
આ પણ વાંચો: આ વખતે રોહિણી નક્ષત્રમાં ચોથા ચરણમાં વરસાદ પડવાની શક્યતા : અંબાલાલ પટેલ
સૌરાષ્ટ્રમાં વરસાદ વિજ્ઞાન આગાહીકારો અને તેની આગાહીની મહત્વ પુર્ણ ભૂમિકા
વરસાદને (rain) લઈને સૌરાષ્ટ્રમાં આજે પણ પ્રાચીન વર્ષા વિજ્ઞાન આગાહીકારો દ્વારા કરવામાં આવતી આગાહીઓને (forecast) આજે પણ ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. ખાસ કરીને સૌરાષ્ટ્રના ગામડાના (village of saurashtra) લોકો આજે પણ પ્રાચીન પરંપરા (tradition) અને દેશી વર્ષા વિજ્ઞાન આગાહીકારો દ્વારા થઈ રહેલી વરસાદ અને વાવાઝોડાની (cyclone) આગાહીઓને આજે પણ ખૂબ જ મહત્વ (important) આપી રહ્યા છે. વર્ષા વિજ્ઞાન આગાહીકારો જે પ્રમાણે વરસાદનો (rain) વર્તારો વ્યક્ત કરે છે. તે મુજબ ચોમાસા દરમિયાન વરસાદ પણ થતો જોવા મળે છે ત્યારે આધુનિક વિજ્ઞાનના સમયે હવામાન વિભાગ દ્વારા કરવામાં આવતી આગાહીઓની વચ્ચે સૌરાષ્ટ્રમાં હજુ પણ પ્રાચીન વર્ષા વિજ્ઞાનની આગાહીઓ અને તેની વાર્તા (stories) આજે પણ સૌરાષ્ટ્રમાં ખૂબ જ મહત્વ ધરાવી રહ્યા છે.