જૂનાગઢ સમગ્ર દેશમાં કૃષ્ણ જન્મોત્સવનો તહેવાર ધાર્મિક આસથા સાથે મનાવવામાં આવી રહ્યો છે. જૂનાગઢમાં પણ કૃષ્ણમય (Janmashtami in Junagadh) માહોલ બની રહ્યો છે. ભગવાન શ્રીકૃષ્ણ દ્વારા તેના જન્મથી લઈને કરવામાં આવેલી લીલાઓ પ્રદર્શનના રૂપમાં જુનાગઢ શહેરના (Krishna Leela in Junagadh) અલગ અલગ વિસ્તારોમાં મૂકવામાં આવી છે. જેમાં પૂતના દ્વારા બાળ કૃષ્ણને વિષ આપીને મારવાનો પ્રયાસ કર્યો હતો. બાળકૃષ્ણએ તેની લીલા દ્વારા પૂતનાનો વધ કર્યો હતો આ સમગ્ર ઘટના કૃષ્ણ જન્મોત્સવ (Krushna Janmotsav 2022 Junagadh) નિમિત્તે પ્રદર્શન કરવામાં આવ્યું છે.
આ પણ વાંચો પુરુષોને ટક્કર આપે એવી મહિલા મંડળે મટકીને મિનિટોમાં જ ફોડી નાખી
ભક્તો અભિભૂત ગીરનાર દરવાજા વિસ્તારના સ્વયંસેવકોએ ગોકુળિયા ગામની રચના કરી અને તેમાં પૂતના દ્વારા પ્રથમ શ્રીકૃષ્ણને વિષ આપવાનો પ્રયાસ કરાયો અને ત્યારબાદ ભગવાન શ્રીકૃષ્ણએ પૂતનાનો વધ કર્યો તે ઘટનાને ફરી એક વખત નજર સમક્ષ ખડી કરી હતી જેને જોઈને ભક્તો પણ અભિભૂત થયા હતા. જોકે, છેલ્લા ઘણા વર્ષોથી જૂનાગઢમાં ધામધૂમથી કૃષ્ણજન્મોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે. જુુદા જુદા પ્લોટ તૈયાર કરીને જૂનાગઢમાં પણ ગોકુળીયું ધામ તૈયાર કરવામાં આવે છે. ઠેર ઠેર શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ પણ વાંચો ભગવાન શ્રીકૃષ્ણનો ભાલકા તીર્થ સાથેનો સુવર્ણ ઈતિહાસ જાણો
શોભાયાત્રા નીકળી જૂનાગઢમાં દરવર્ષની જેમ આ વખતે પણ શોભાયાત્રાનું આયોજન કરાયું હતું. જેમાં બપોરે ઉપરકોટ સ્થિત રામચંદ્રજીના મંદિરેથી યાત્રા શરૂ થઈ હતી. જે જૂનાગઢના રાજમાર્ગો પર ફરીને સ્વામી મંદિર જવાહર રોડ પર સપન્ન થઈ હતી. જૂનાગઢના હાટકેશ મંદિરે જન્માષ્ટમીનું ભવ્ય આયોજન કરાયું હતું. જુદા જુદા ફ્લોટ્સને ડીવાયએસપીએ ખુલ્લા મૂક્યા હતા.