જુનાગઢ: ભાવનગર રેલવે મંડળ (Bhavnagar railway mandal ) દ્વારા જુનાગઢ, સોમનાથ અને વેરાવળ રેલવે સ્ટેશન પર મુસાફરો તેમની રીતે ટિકિટ મેળવી શકે તે માટેના ટિકીટ વેન્ડિંગ મશીન (Junagadh Ticket Vending Machine) મુકવામાં આવ્યા છે. પ્રારંભિક અને અજમાયશી તબક્કામાં જુનાગઢ, સોમનાથ અને વેરાવળ રેલવે સ્ટેશન પર આ પ્રકારના મશીનો રાખવામાં આવ્યા છે. જેમાંથી રેલવે વિભાગ દ્વારા આપવામાં આવેલા 100 રૂપિયાના મૂલ્યનું કાર્ડ પ્રવાસીઓએ ખરીદવાનું રહેશે. જેમાંથી પ્રવાસી 50 રૂપિયા ડિપોઝીટને બાદ કરતા બાકીના રહેતા રૂપિયામાંથી રેલવેમાં મુસાફરી કરવાને લઇને પોતાની ટિકિટ આ મશીન દ્વારા મેળવી શકે તેને લઈને વ્યવસ્થાઓ ભાવનગર રેલવે મંડળ દ્વારા જુનાગઢ, સોમનાથ અને વેરાવળ રેલવે સ્ટેશન પર કરવામાં આવી છે. આ મશીન (Ticket booking machine at Junagadh)મૂકવાથી રેલવે સ્ટેશન પર ટિકિટ બારી પર ટ્રેનના સમયે ટિકિટ લેવા માટે થતી પડાપડી અને ભીડમાંથી લોકોને મુક્તિ મળશે, તેવું રેલવે વિભાગ માની રહ્યું છે.
50 રૂપિયાની ડિપોઝીટને લઈ રેલવેના પ્રવાસીઓમાં રોષ
જૂનાગઢના પ્રવાસી ડિપોઝીટને લઈ રોષ (Tourists angry over deposit in junagadh ) વ્યક્ત કરી રહ્યા છે. તેઓ જણાવી રહ્યા છે કે, આ પ્રકારે પ્રત્યેક કાર્ડમા 50 રૂપિયાની ડિપોઝીટ રાખવાથી રેલવેને સમગ્ર દેશનો વિચાર કરીએ તો ખૂબ મોટી જમા થાપણ કરવામાં સફળતા મળશે. આમ કરવાથી રેલવે પોતાની આર્થિક ક્ષમતા મજબૂત કરી શકશે, પરંતુ સામાન્ય લોકોના ખિસ્સામાંથી પચાસ પચાસ રૂપિયા ડિપોઝીટના બહાને રેલવે કાર્ડમાં રાખવાની આ યોજના છે. પણ કાર્ડમાં રાખેલી તમામ રકમ કોઈ પણ પ્રવાસી ટિકિટ લેતા સમયે વાપરી શકે તો સાચા અર્થમાં આ નિર્ણય પ્રવાસીઓના હિતમા લેવાયો છે, તેવું કહી શકાય.
આ પણ વાંચો: Junagadh Municipal Corporation: જૂનાગઢ શહેરને ફાટક મુક્ત બનાવવા માટે કેન્દ્ર સરકારને જૂનાગઢ મનપાની અપીલ
આ પણ વાંચો: First Over bridge in Junagadh : રાજ્ય સરકાર મંજૂરીની સાથે આર્થિક યોગદાન આપે તે માટે જોવાઇ રહી છે રાહ