ETV Bharat / city

જૂનાગઢનું સક્કરબાગ પ્રાણી સંગ્રહાલય ફરી ખુલશે, સરકારની ગાઇડલાઇનનું પાલન ફરજિયાત - સક્કરબાગ પ્રાણી સંગ્રહાલય

કોરોના વાઇરસને પગલે બંધ રહેલું જૂનાગઢનું સક્કરબાગ પ્રાણીસંગ્રહાલય આગામી 1 ઓકટોબરથી ફરી ખૂલશે. જેને ધ્યાને રાખીને પ્રાણીસંગ્રહાલયના અધિકારીઓ દ્વારા તમામ તકેદારી સહિત ચુસ્ત પાલન સાથે પ્રત્યેક પ્રવાસીઓને સક્કરબાગમાં પ્રવેશ કરવા માટેની તમામ તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવ્યો છે.

Junagadh news
Junagadh news
author img

By

Published : Sep 28, 2020, 5:22 PM IST

જૂનાગઢઃ કોરોના સંક્રમણના સતત વધી રહેલા ખતરાને પગલે ગત માર્ચ મહિનામાં શહેરનું અને એશિયાનું સૌથી જૂનું સક્કરબાગ પ્રાણીસંગ્રહાલય બંધ રાખવાની ફરજ પડી હતી. જે હવે આગામી 1 ઓક્ટોબરના દિવસે ફરીથી ખૂલવા જઈ રહ્યું છે. જેને લઇને ઝૂના સત્તાધીશો દ્વારા તમામ તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે.

Junagadh news
જૂનાગઢનું સક્કરબાગ પ્રાણી સંગ્રહાલય ફરી ખુલશે

પ્રાણી સંગ્રહાલયમાં પ્રવેશ મેળવવા માંગતા તમામ પ્રવાસીઓએ પ્રવેશ અગાઉ સેનેટાઈઝ ટનલમાંથી પસાર થવું ફરજિયાત રહેશે. તો સાથે-સાથે સામાજિક અંતર અને કોરોના સંક્રમણને કાબૂમાં રાખી શકાય તે માટે માસ્કને ફરજિયાત અમલી કરવામાં આવ્યું છે. કોઇપણ પ્રવાસી માસ્ક વગર જોવા મળશે તો તેની વિરુદ્ધ વનવિભાગના અધિનિયમો મુજબ કાયદેસરની કાર્યવાહી કરવાની સત્તા સંગ્રહાલયના અધિકારીઓને આપવામાં આવી છે.

આ ઉપરાંત પ્રાણી સંગ્રહાલયમાં તમામ પ્રકારના ખોરાક લાવવા અને અહીં બેસીને તેને આરોગવા પર પણ પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. વધુમાં પ્રાણી સંગ્રહાલયમાં જે બગીચાઓ બનાવવામાં આવ્યા હતા તેમા વધુ પ્રમાણમાં લોકો એકઠા ન થાય તેની તકેદારી રાખવા માટે હાલ પૂરતા બંધ રાખવામાં આવ્યા છે. પ્રાણી સંગ્રહાલયમાં એક દિવસ દરમિયાન 500 જેટલા પ્રવાસીઓને પ્રવેશ આપવામાં આવશે. ત્યારબાદ એક પણ પ્રવાસીને પ્રવેશ આપવા પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. વધુમાં 10 વર્ષથી નાના અને 60 વર્ષથી ઉપરના કોઇપણ પ્રવાસી કે મુલાકાતીઓને પ્રવેશ આપવામાં નહીં આવે.

ઉલ્લેખનિય છે કે, સાત મહિનાથી બંધ રહેલું સક્કરબાગ પ્રાણી સંગ્રહાલય આગામી 1 ઓકટોબરથી ફરી ખુલવા જઈ રહ્યું છે. પરંતુ કોરોના સંક્રમણની તમામ તકેદારીઓના ચુસ્ત પાલન કરવાની શરતે દરેક પ્રવાસી અને મુલાકાતીઓ માટે સક્કરબાગ પ્રાણીસંગ્રહાલયની મુલાકાતના અનુભવો ખૂબ જ અવિસ્મરણીય બની રહે તેવું આયોજન સંગ્રહાલયના અધિકારીઓ દ્વારા કરવામાં આવી રહ્યું છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.