ETV Bharat / city

જૂનાગઢ પોલીસે સાયબર ક્રાઇમના ગુનામાં આરોપીનો ટ્રાન્સફર વોરન્ટથી કબ્જો મેળવ્યો - Junagadh Cyber Crime Branch

જૂનાગઢ પોલીસે સાયબર ક્રાઈમ અંતર્ગત સરકારી વિભાગમાં નોકરી આપવાના બહાને હજારો લોકો સાથે છેતરપિંડી કર્યાની પોલીસ ફરિયાદ પોરબંદર આરોગ્ય શાખા દ્વારા જૂનાગઢ સાયબર ક્રાઇમ બ્રાન્ચ ( Junagadh Cyber Crime Branch )માં દાખલ કરવામાં આવી હતી. જેની તપાસ કરતા મૂળ લાઠીના વિપુલ બોરસાણિયા નામના આરોપીની અમદાવાદમાંથી ટ્રાન્સફર વોરન્ટ દ્વારા કબ્જો મેળવ્યો હતો.

જૂનાગઢ સાયબર ક્રાઇમ બ્રાન્ચ
જૂનાગઢ સાયબર ક્રાઇમ બ્રાન્ચ
author img

By

Published : May 30, 2021, 5:53 PM IST

Updated : May 30, 2021, 7:07 PM IST

  • જૂનાગઢ પોલીસે સાયબર ક્રાઇમ થકી લોકોને છેતરતા આરોપીની કરી અટકાયત
  • સરકારી વિભાગમાં નોકરી અપાવવાના બહાને આરોપી ઓનલાઇન લોકો સાથે કરતો હતો છેતરપિંડી
  • મતીરાળાનો વિપુલ બોરસાણીયા અન્ય એક ગુનામાં અમદાવાદ પોલીસના કબ્જામાં હતો
  • અમદાવાદથી આરોપીની કરી ટ્રાન્સફર વોરન્ટ દ્વારા કબ્જો મેળવ્યો

જૂનાગઢ : પોલીસને સાયબર ક્રાઇમ સાચવતા આરોપીને પકડી પાડવામાં સફળતા મળી છે. પોરબંદર આરોગ્ય વિભાગમાં લોકોને નોકરી અપાવવાના બહાને ઓનલાઇન છેતરપિંડી કરતા અમરેલીના મતીરાળા ગામના વિપુલ બોરસાણિયા નામના આરોપીને જૂનાગઢ સાયબર ક્રાઇમ પોલીસ બ્રાન્ચ દ્વારા અમદાવાદ પોલીસ પાસેથી ટ્રાન્સફર વોરન્ટના આધારે ધરપકડ કરીને જૂનાગઢ લાવી વધુ તપાસ હાથ ધરી છે. આરોપી વિપુલ બોરસાણિયા દ્વારા વર્તમાનપત્રોમાં આયુષ્યમાન ભારત અંતર્ગત કેટલીક ખાલી જગ્યા પર સરકારી નોકરી અપાવવાના બહાને જાહેરાત આપી હતી. જેમાં નોકરીવાંચ્છુ યુવક અને યુવતીઓએ ઓનલાઈન એપ્લિકેશન કરીને ફીના ભાગરૂપે હજાર રૂપિયા તેના તેના ખાતામાં જમા કરાવવામાં આવ્યા હતા. જે બાદ સમગ્ર મામલાને લઇને આરોગ્ય વિભાગ પોરબંદર દ્વારા આ પ્રકારની છેતરપિંડી ચાલી રહી હોવાની ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા.

જૂનાગઢ પોલીસે સાયબર ક્રાઇમના ગુનામાં આરોપીનો ટ્રાન્સફર વોરન્ટથી કબ્જો મેળવ્યો

આ પણ વાંચો - જૂનાગઢ પોલીસને મળી સફળતા, બે હથિયાર અને 41 જીવતા કારતુસ સાથે આરોપીની ધરપકડ

પકડાયેલા આરોપી અગાઉ પણ આ જ પ્રકારના કેટલાક ગુનાઓમાં પોલીસ ચોપડે હતો વોન્ટેડ

પકડાયેલો વિપુલ બોરસાણિયા નામનો યુવાન આ જ પ્રકારે અન્ય કેટલાક સરકારી વિભાગમાં નોકરી અપાવવાના બહાને ક્રિએટિવ કન્સલ્ટન્ટ નામની કંપની બનાવીને અન્ય જિલ્લા અને વિસ્તારમાં વર્તમાન પત્ર દ્વારા જાહેરાત આપીને નોકરી મેળવવા માંગતા બેરોજગારને છેતરવાનું કીમિયો ઘડી રહ્યો હતો. જેમાં પણ આરોપી વિપુલ બોરસાણિયાની અમદાવાદ પોલીસ દ્વારા ધરપકડ કરી હતી. જેની તપાસ અમદાવાદ પોલીસ કરી રહી હતી, ત્યાં પોરબંદરના બેરોજગારો સાથે થયેલી છેતરપિંડીમાં પણ મુખ્ય ભેજાબાજ અને આરોપી વિપુલ બોરસાણિયા હોવાની વિગતો બહાર આવતાં પોલીસે તેની અટકાયત કરવાની દિશામાં ચક્રો ગતિમાન કર્યા હતા.

Junagadh Cyber Crime Branch
મતીરાળાનો વિપુલ બોરસાણીયા અન્ય એક ગુનામાં અમદાવાદ પોલીસના કબ્જામાં હતો

આ પણ વાંચો - જૂનાગઢ ક્રાઇમ બ્રાન્ચે દારૂના જથ્થા સાથે 2 આરોપીની ધરપકડ

સરકારી નોકરી મેળવવા માગતા બેરોજગારો સોફ્ટ ટાર્ગેટ હોવાને કારણે આરોપી કરતો હતો આ પ્રકારની છેતરપિંડી

બેરોજગાર અને નોકરીવાંચ્છુ લોકો સરકારી નોકરી મેળવવા માટે ખૂબ જ મહેનત કરતા હોય છે. જેને ધ્યાને રાખીને કીમિયાખોર વિપુલ બોરીસાણિયા આવા લોકોને ટાર્ગેટ બનાવીને સરકારી નોકરી અપાવવાનો ઝાસો આપીને તેમની પાસેથી ઓનલાઈન છેતરપિંડી પાછલા કેટલાક સમયથી કરી રહ્યો હતો. જેનો ભાંડો પોરબંદર આરોગ્ય વિભાગના કર્મચારી એ જૂનાગઢ સાયબર ક્રાઇમ બ્રાન્ચ ( Junagadh Cyber Crime Branch )માં પોલીસ ફરિયાદ નોંધાવીને કર્યો છે, ત્યારે હવે પોલીસ પકડમાં રહેલો ભેજાબાજ સાયબર ક્રાઇમના ગુનાનો આરોપી વિપુલ બોરસાણીયા અન્ય કેટલાક ગુનામાં શામેલ છે કે નહીં તેને લઈને પણ જૂનાગઢ સાયબર ક્રાઇમ બ્રાન્ચ ( Junagadh Cyber Crime Branch ) વધુ તપાસ ચલાવી રહી છે. આ તપાસને અંતે વધુ કેટલાક છેતરપિંડીના કેસ સામે આવે તેવી શક્યતાઓને નકારી શકાય તેમ નથી.

આ પણ વાંચો -

Last Updated : May 30, 2021, 7:07 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.