ETV Bharat / city

જૂનાગઢમાં કોરોનાનું સંક્રમણ વધતા દાણાપીઠના વેપારીઓએ લીધો મહત્વનો નિર્ણય

જૂનાગઢ શહેરમાં સતત વધી રહેલા કોરોના સંક્રમણને લઈને જૂનાગઢની દાણાપીઠના વેપારીઓએ મહત્વનો નિર્ણય કર્યો છે. જેમાં સવારના 8થી બપોરના 4 કલાક સુધી દાણાપીઠ ખુલ્લી રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જ્યારે અનલોક 2.0ની નવી ગાઇડલાઇન અનુસાર સરકાર દ્વારા સવારે 8 કલાકથી રાત્રિના 8 કલાક સુધી દુકાનો ખુલી રાખવાની છૂટ આપવામાં આવી છે.

junagadh news
junagadh news
author img

By

Published : Jul 4, 2020, 9:15 PM IST

જૂનાગઢઃ શહેરમાં છેલ્લા બે દિવસ દરમિયાન 30 જેટલા કોરોના સંક્રમિત કેસ સામે આવ્યા છે. જેના કારણે સમગ્ર શહેરના લોકોમાં કોરોનાનો ભય જોવા મળી રહ્યો છે. તેને ધ્યાને લઇને જૂનાગઢ શહેરમાં આવેલી દાણાપીઠના વેપારીઓએ આજે શનિવારથી પીઠના કામકાજનો સમય સવારના 8 કલાકથી બપોરના 4 કલાક સુધીનો નિર્ણય કરવામાં આવ્યો છે. આ સમય દરમિયાન કોઈપણ વ્યક્તિ પીઠમાંથી કરિયાણું અને અન્ય જીવન જરૂરી ચીજોની ખરીદી કરી શકશે. આ સાથે જ સરકાર દ્વારા જાહેર કરાયેલા તમામ દિશાનિર્દેશોનું પાલન દરેક વ્યક્તિએ ફરજિયાત કરવાનું રહેશે.

જૂનાગઢમાં કોરોનાનું સંક્રમણ વધતા દાણાપીઠના વેપારીઓએ લીધો મહત્વનો નિર્ણય

જૂનાગઢમાં વધી રહ્યું છે કોરોનાનું સંક્રમણ

  • છેલ્લા 2 દિવસમાં 44 કેસ નોંધાયા
  • કોરોના સંક્રમણને ધ્યાને રાખી વેપારીઓએ તાકીદે બેઠક યોજી
  • દાણાપીઠ સવારે 8થી બપોરના 4 વાગ્યા સુધી ખુલી રાખવાનો નિર્ણય લેવાયો
  • આગામી નિર્ણય પરિસ્થિતિને આધિન લેવાશે
    junagadh news
    દાણાપીઠ સવારે 8 વાગ્યાથી બપોરના 4 વાગ્યા સુધી ખુલી રહેેશે

અનલોક 2.0ના તબક્કામાં જૂનાગઢ શહેરમાં સવારના 8થી રાત્રિના 8 કલાક સુધી દુકાનો ખુલ્લી રાખવાની છૂટ આપવામાં આવી હતી. પરંતુ છેલ્લા ત્રણ દિવસમાં જૂનાગઢ શહેરમાં ૪૪ જેટલા કોરોનાના પોઝિટિવ કેસ સામે આવ્યા હતા. જેને ધ્યાને રાખીને પીઠના વેપારીઓ દ્વારા તાકીદની બેઠક યોજવામાં આવી હતી. જેમાં પીઠના કામકાજનો સવારના 8થી લઈને બપોરના 4 કલાક સુધીનો નિર્ણય કરવામાં આવ્યો હતો. આ નિયમનો કોઇપણ વેપારી ભંગ કરશે તો તેને 500 રૂપિયા સુધીના દંડ કરવાની જોગવાઇ પણ કરવામાં આવી છે. નવા નિયમો આગામી 15 જુલાઇ સુધી માન્ય રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. ત્યારબાદ પરિસ્થિતિને ધ્યાને રાખીને આગામી નિર્ણય કરવાની સત્તા પીઠનાં અગ્રણી વેપારીઓને આપવામાં આવી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.