- જૂનાગઢ જિલ્લામાં પાછલા કેટલાક વર્ષથી વધી રહી છે ભાગ્યું ખેતીની પ્રથા
- મહારાષ્ટ્ર મધ્યપ્રદેશ અને ગુજરાતના અન્ય જિલ્લાના ખેડૂતો કરી રહ્યા છે ભાગ્યું ખેતી
- ભાગ્યું ખેતી કરતાં કોઇપણ ખેડૂત કે ખેત મજૂરને ગુજરાત સરકાર નથી કરી રહી કોઈ સહાય
જૂનાગઢ: જિલ્લામાં પાછલા કેટલાક વર્ષોથી ભાગ્યું ખેતી કરવાનું ચલણ વધ્યું છે . પાછલા પાંચેક વરસથી સૌરાષ્ટ્રમાં ખાસ કરીને જૂનાગઢ જિલ્લામાં ભાગ્યુ રાખીને ખેતી કરવાની પ્રથા ખૂબ જ વિસ્તરી રહી છે. જૂનાગઢ જિલ્લામાં મધ્યપ્રદેશ મહારાષ્ટ્ર અને ગુજરાતના અન્ય જિલ્લાઓમાંથી ખેડૂત અને ખેતીકામ સાથે જોડાયેલા મજૂરો અહીં આવીને ભાગ્યું ખેતી રાખી પોતાના પરિવારનો જીવનનિર્વાહન કરી રહ્યા છે. મધ્યપ્રદેશ મહારાષ્ટ્ર અને ગુજરાતના આ બંને રાજ્યોની જોડતી બોર્ડર પાસેના જિલ્લાઓમાં પણ ખેતીને લઈને ચિત્ર ખૂબ સ્પષ્ટ જોવા મળતું નથી જેને કારણે આ વિસ્તારના ખેડૂતો સૌરાષ્ટ્ર અને ખાસ કરીને જૂનાગઢ જિલ્લાની આસપાસના વિસ્તારોમાં ભાગ્યું ખેતી કરીને પોતાના પરિવારનું નિર્વહન કરી રહ્યા છે.
આ પણ વાંચો : જૂનાગઢ માર્કેટિંગ યાર્ડમાં કેસર કેરીની આવક અને બજાર ભાવમાં ઘટાડો
ભાગ્યું ખેતી કરતા ખેડૂતો અને ખેત મજુરને સરકાર નથી કરી રહી કોઈ સહાય
ભાગ્યું ખેતી કરતા ખેડૂતો અને ખેત મજૂરો સાથે ETV Bharatએ ગરુવારે મુલાકાત કરી હતી ખેડૂતોએ સ્પષ્ટ જણાવ્યું હતું કે ગુજરાતમાં ભાગ્યુ ખેતી માટે આવતા ખેડૂતો અને ખેત મજૂરોને રાજ્યની સરકાર કોઈપણ પ્રકારની સહાય કે યોજના અંતર્ગત આવરી લેતી નથી, જેને કારણે તેઓ ખૂબ મોટી મુશ્કેલીમાં પણ મૂકાઈ છે આમની સાથે પ્રત્યેક ખેડૂતોને ખેત મજૂરોના બાળકના શિક્ષણને લઈને પણ ચિત્ર ખૂબ ધૂંધળું જોવા મળી રહ્યું છે ભાગ્યું ખેતી માટે આવતાં ખેડૂત અને મજૂર પરિવારના બાળકો પણ અશિક્ષિત કે શિક્ષણથી વંચિત રહી જાય કે જેની મોટી ખોટ પણ ખેડૂતો અને ખેત મજૂરી સાથે સંકળાયેલા વ્યક્તિઓ ભોગવી રહ્યા છે