ETV Bharat / city

લૉકડાઉનમાં મજૂરોના પલાયન બાદ કેરીને બજારમાં પહોંચાડવી બની મુશ્કેલ

author img

By

Published : May 30, 2020, 5:39 PM IST

કોરોના વાઇરસને કારણે ગીર પંથકના ખેડૂતો મજૂરોની ભારે ખેંચ અનુભવી રહ્યાં છે. હાલ કેસર કેરીની સીઝન ચાલી રહી છે તેવા સમયે મજૂરોની ભારે અછત સર્જાતાં કેરીને બજારમાં લાવવા માટે અનેક મુશ્કેલીઓ સામે આવી રહી છે.

લૉકડાઉનમાં મજૂરોના પલાયન બાદ કેરીને બજારમાં પહોંચાડવી બની મુશ્કેલ
લૉકડાઉનમાં મજૂરોના પલાયન બાદ કેરીને બજારમાં પહોંચાડવી બની મુશ્કેલ

જૂનાગઢઃ કોરોના વાઇરસને કારણે મોટા ભાગના વહેવારો અટવાઈ રહ્યાં છે ત્યારે મોટાભાગના મજૂરો પણ તેમના વતનની વાટ ભણી જઈ ચૂક્યાં છે.આ બાજુ કેસર કેરીની સીઝન પૂરબહારમાં છે આવા સમયે મજૂરોની ભારે અછત જોવા મળી રહી છે. મજૂરોની ખેંચને કારણે તૈયાર થયેલી કેસર કેરીને બજાર સુધી પહોંચાડવા માટે પણ અનેક મુશ્કેલીઓ સામે આવી રહી છે.

ત્યારે આવી પડેલી મુશ્કેલીઓમાંથી બહાર નીકળવાનો માર્ગ પણ હવે કેસર કેરીની ખેતી કરતા ખેડૂતો કાઢી રહ્યાં છે. ખેડૂતો તેમના પરિવારની સાથે સગાસંબંધીઓ અને પાડોસીઓની મદદ મેળવીને તૈયાર કેરીને બજાર સુધી પહોંચાડવામાં મદદરૂપ બની રહ્યાં છે. મજૂરોની વતન વાપસી બાદ પરિસ્થિતિ વધુ ખરાબ થઇ રહી હતી ત્યારે પરિવારના સભ્યો અને આડોશપડોશના વ્યક્તિઓ મદદમાં આવ્યાં હતાં. જેનો ફાયદો ખેડૂતોને થઇ રહ્યો છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.