જૂનાગઢ: આજથી જૂનાગઢ (Gram Panchayat elections in Junagadh) જિલ્લાની 338 જેટલી ગ્રામ પંચાયતોમાં (Gram Panchayat Election 2021) વહેલી સવારથી જ મતદાનનો પ્રારંભ કરવામાં આવ્યો છે. 5 વર્ષ બાદ ગામ લોકોને મતાધિકારના ઉપયોગ થકી તેના ગામના પ્રધાનને ચૂંટણીના માધ્યમથી પસંદ કરવાનો સમય આવી પહોંચ્યો છે, ત્યારે વહેલી સવારથી જ મતદારો મોટી સંખ્યામાં મતદાન મથકો પર લોકશાહીના આ અધિકારનો ઉપયોગ (gram panchayat poll)કરતા જોવા મળતા હતા.
સાર્વત્રિક વિકાસ અંગે પ્રતિબદ્ધતા દાખવવાની અપીલ
કેટલાક સિનિયર મતદારો અને ગામના પૂર્વ સરપંચઓએ ગામના પ્રતિનિધિઓ કેજે આગામી દિવસોમાં ગામનું સંચાલન કરશે તેમને ગામના વિકાસને લઇને જ્ઞાતિ-જાતિ રાજકીય પક્ષ અને તેમના વિસ્તારને બાજુએ મૂકીને સમગ્ર ગામનો સાર્વત્રિક વિકાસ થાય તે અંગે પ્રતિબદ્ધતા દાખવવાની અપીલ કરી છે.
વયોવૃદ્ધ મતદારો પણ ગામના નવા પ્રતિનિધિને લઈને ઉત્સાહિત
વર્ષોથી ગામમાં સરપંચ તરીકે કામ કરતા વયોવૃદ્ધ મતદારો પણ આવનારા ગામના નવા પ્રતિનિધિને લઈને ભારે ઉત્સાહિત છે, અને સાથે સાથે એવી પણ માંગ કરી છે કે, ગામના વિકાસને લઇને નવો પ્રતિનિધિ પ્રતિબધ્ધ બને અને સાચા અર્થમાં ગામના પ્રધાન સેવક તરીકે કામગીરી કરે તેવી માંગ કરી છે.
આ પણ વાંચો:
Gram Panchayat Election 2021: ગ્રામ પંચાયતની ચૂંટણીનું આજે મતદાન