ETV Bharat / city

માઁ તારો ગરબો ગગનમાં ગાજે, ગિરનાર પર્વત પર બિરાજતા માઁ અંબાના કરો દર્શન

આજથી શરૂ થઈ રહેલા નવલા નોરતાની (Navratri in Junagadh) ઉજવણી ગિરનારની ટોચ પર બિરાજતા માં અંબાના દરબારમાં પણ કરવામાં આવશે. માતાજીને નવ દિવસ દરમિયાન શૃંગાર અને આરતી સાથે (Junagadh Ambaji Mata temple Garba ) માઈભક્તો નવલા નોરતાની ધાર્મિક ઉજવણી કરશે. (Girnar parvat Navratri in Junagadh)

માઁ તારો ગરબો ગગનમાં ગાજે, ગિરનાર પર્વત પર બિરાજતા માઁ અંબાના કરો દર્શન
માઁ તારો ગરબો ગગનમાં ગાજે, ગિરનાર પર્વત પર બિરાજતા માઁ અંબાના કરો દર્શન
author img

By

Published : Sep 26, 2022, 6:13 PM IST

જૂનાગઢ ગિરનારની ટોચ પર બિરાજતા જગત જનની માં અંબાના (Navratri in Junagadh) સાનિધ્યમાં આજથી શરૂ થઈ રહેલા નવલા નોરતાની ઉજવણી કરવામાં આવશે. નવ દિવસ દરમિયાન માતાજીની વિવિધ શૃંગાર અને આરતી સાથે માઈભક્તો નવલા નોરતાની ધાર્મિક ઉજવણી કરશે. જેને લઈને મંદિર પરિસરમાં તમામ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન પણ કરાયું છે. (Junagadh Ambaji Mata temple Garba )

અંબાના અણસારા વિના હાલે નહિ પાન, ગિરનારની દરબારમાં બિરાજતા માઁ અંબાના કરો દર્શન

માઈભક્તો ભાવવિભોર બન્યા નવલા નોરતાનો ધાર્મિક તહેવાર શરૂ થઈ રહ્યો છે, ત્યારે ગિરનાર પર્વત પર આવેલા માં અંબાજીના શક્તિપીઠ પર નવલા નોરતાની ધાર્મિક આસ્થા અને વિશ્વાસ સાથે ઉજવણી કરવામાં આવશે. જેને લઇને ગિરનાર પર્વત પર તમામ (Girnar parvat Navratri in Junagadh) તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. આજે નોરતાના પ્રથમ દિવસે માતાજીના ચરણોમાં ઘટસ્થાપન કરીને નોરતાની ધાર્મિક વિધિ વિધાન અને પૂજન સાથે શુભ શરૂઆત કરવામાં આવી હતી. જેના દર્શન કરીને માઈભક્તો ખૂબ જ ભાવવિભોર બન્યા હતા.

માએ પાથર્યો પ્રકાશ ચૌદ લોકમાં રે
માએ પાથર્યો પ્રકાશ ચૌદ લોકમાં રે

ગિરનાર પર્વત પર માં અંબા આગામી નવ દિવસ દરમિયાન આ પ્રકારે ધાર્મિક વિધિ વિધાન સાથે નવલા નોરતાની ઉજવણી કરવામાં આવશે. જેમાં માઈભક્તો સામેલ થઈને માતાજી ના આશીર્વાદ પ્રાપ્ત કરતા જોવા મળશે. માતાજીની 51 શક્તિપીઠમાં પૂજા અને તેના દર્શન કરવાને લઈને સનાતન હિંદુ ધર્મમાં ખૂબ ધાર્મિક માન્યતા જોડાયેલી છે. જેને લઈને ગિરનાર પર્વત પર બિરાજતા માં અંબાના દર્શન કરવાને લઈને પણ માઈ ભક્તો ખૂબ આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા જેનો અંત આવ્યો છે. આજે પ્રથમ નોરતે માતાજીની આરતી અને દર્શનનો લાભ મેળવીને ભક્તોએ ધન્યતા પણ અનુભવી હતી.

માએ ગરબો કોરાવ્યો ગગન ગોખમાં રે
માએ ગરબો કોરાવ્યો ગગન ગોખમાં રે

ગિરનાર પર આવેલું માતાજીનું ઉદયન શક્તિપીઠ જગતજનની માં જગદંબાના 51 શક્તિપીઠોનું પૂજન દર્શનનું ખાસ અને વિશેષ ધાર્મિક મહત્વ છે. તે મુજબ માતાજીના 51 શક્તિપીઠ પૈકી ગિરનાર પર્વત પર ઉદયન શક્તિપીઠ બિરાજમાન છે. જેમાં અંબાના નામથી આદિ અનાદિકાળથી પૂજારી રહ્યા છે. પાંચ હજાર પગથિયા ઉપર બિરાજતા માં અંબાના દર્શન કરવા માટે માઈભક્તો નવ દિવસ સુધી સતત અને અવિરત પ્રવાહ જોવા મળશે.તેમજ આ નવ દિવસ દરમિયાન માઈ ભક્તો માતાજીના દર્શન પૂજન અને મહાઆરતીમાં ભાગ લઈને નવલા નોરતાની ધાર્મિક આસ્થા અને અનુષ્ઠાન સાથે ઉજવણી કરશે. (Navratri 2022 in Junagadh)

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.