ETV Bharat / city

મેરામણ કરે છે મહાદેવને અભિષેક, શ્રાવણ માસમાં ગંગેશ્વર મહાદેવના દર્શન કરી ભક્તો થાય છે ધન્ય - Mahadev Temple

સંઘ પ્રદેશ દીવના દરિયા કિનારા પર પાંડવો દ્વારા સ્થાપિત ભગવાન ગંગેશ્વર મહાદેવ બિરાજી રહ્યા છે, વિશ્વનુ એક માત્ર એવું મંદિર છે કે જ્યાં ખુદ મેરામણ મહાદેવને અભિષેક કરવા માટે જાણે કે તલપાપડ બનતા હોય તે પ્રકારે 5 શિવલિંગ પર સતત મેરામણનો અભિષેક જોવા મળે છે. આ શિવલિંગને સમુદ્ર દ્વારા થતા અભિષેકને કારણે દુર્લભ માનવામાં આવે છે. દીવમાં પર્યટન માણવા માટે આવતા યાત્રિકો દેવાધિદેવ ગંગેશ્વર મહાદેવના દર્શન કરીને જાતને ધન્ય કરી રહ્યા છે.

શ્રાવણ માસમાં ગંગેશ્વર મહાદેવના દર્શન કરી ભક્તો થાય છે ધન્ય

author img

By

Published : Aug 21, 2021, 5:36 AM IST

  • પવિત્ર શ્રાવણ માસમાં દીવમાં બિરાજતા ગંગેશ્વર મહાદેવના દર્શન કરવા આવે છે અનેક ભક્તો
  • મેરામણ મહાદેવને અભિષેક કરતો હોય તેવું વિશ્વનું એકમાત્ર મંદિર એટલે ગંગેશ્વર મહાદેવ
  • વનવાસ દરમિયાન પાંડવોએ પોતાના કદ અને ઉંમર પ્રમાણે બનાવી હતી શિવલિંગો

દીવ : હાલ પવિત્ર શ્રાવણ માસ ચાલી રહ્યો છે, ત્યારે સંઘ પ્રદેશ દીવમાં પર્યટન માટે આવતા યાત્રિકો સમુદ્ર તટ પર આવેલા પાંડવો દ્વારા સ્થાપિત શિવલિંગના દર્શન કરીને ભાવવિભોર બની રહ્યા છે. દીવના જાલંધર વિસ્તારમાં આવેલું શિવ મંદિર ભક્તોમાં મોટું આસ્થાનું કેન્દ્ર બની રહ્યું છે. મહાભારત કાળમાં પાંડવો દ્વારા સ્થાપવામાં આવેલા શિવલિંગો સમગ્ર ભારત વર્ષમાં અનેક જોવા મળે છે, પરંતુ દીવમાં સ્થાપાયેલું ગંગેશ્વર મહાદેવ મંદિર સમગ્ર વિશ્વમાં દુર્લભ માનવામાં આવે છે, કારણ કે ગંગેશ્વર મહાદેવ પર ખુદ મેરામણ દિવસ દરમિયાન જળનો અભિષેક કરે છે, આ પ્રકારના અભિષેક થતો હોય તેવા શિવ મંદિર ભારત વર્ષમાં જોવા મળતું નથી. જેને કારણે દીવમાં આવેલું ગંગેશ્વર મહાદેવ મંદિર શિવભક્તોમાં ભારે આસ્થાનું કેન્દ્ર બની રહ્યું છે.

આ પણ વાંચો: સ્વયંભૂ પાણીના ટીપામાંથી સર્જાતી શિવલિંગ, ટપકેશ્વર મહાદેવમાં ભાવિ ભક્તોની અનન્ય શ્રદ્ધા

એક સાથે 5 શિવલિંગના દર્શન

મહાભારત કાળ દરમિયાન પાંડવો સતત વિચરણ કરી રહ્યા હતા, આ સમય દરમિયાન પ્રભાસ તીર્થક્ષેત્રનો એક ભાગ ગણાતા જાલંધર ક્ષેત્રમાં પાંડવોએ રાતવાસો કર્યો હતો, ત્યારે પાંડવોની પ્રતિજ્ઞા મુજબ મહાદેવની પૂજા અને દર્શન કર્યા વગર ભોજન ગ્રહણ નહીં કરવાની પ્રતિજ્ઞા પૂર્ણ કરવા માટે 5 પાંડવોએ પોતાના કદ અને ઉંમર મુજબ 5 શિવલિંગની સ્થાપના કરી હતી, આથી દીવના સમુદ્ર તટ પર આવેલા મહાદેવ ગંગેશ્વર મહાદેવ તરીકે સમગ્ર જગતમાં પૂજવામાં આવી રહ્યા છે. શ્રાવણ મહિનામાં એક સાથે 5 શિવલિંગનો અભિષેક કરવાનું જે અહોભાગ્ય શિવ ભક્તોને દીવના ગંગેશ્વર મહાદેવ આપી રહ્યા છે, તેને કારણે દીવના ગંગેશ્વર મહાદેવના દર્શન કરવા માટે દેશ અને દુનિયાના યાત્રિકો અહિયા આવી રહ્યા છે અને દુર્લભ ગણાતા શિવ મંદિરના દર્શન કરીને શિવમય બનતા જોવા મળી રહ્યા છે.

મેરામણ શ્રાવણ માસમાં ગંગેશ્વર મહાદેવના દર્શન કરી ભક્તો થાય છે ધન્ય

આ પણ વાંચો: ભુજના ઓમકારેશ્વર મહાદેવ મંદિરમાં બરફના શિવલિંગે જમાવ્યું આકર્ષણ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.