જૂનાગઢઃ કોરોના વાઇરસના ગંભીર બનતા જતા ખતરાને પગલે સમગ્ર વિશ્વ સચેત બનીને કોરોના સામેની લડાઈમાં પોતાની જાતને લોકડાઉનની પરિસ્થિતિમાં મોકલી દીધું છે. લોકડાઉનએ કોઈપણ માનવજીવનને બચાવવા માટે ખૂબ જરૂરી અને અગત્યનું છે, પરંતુ લોકડાઉનની સાથે સાથે હવે તેની વિપરીત અસરો અર્થવ્યવસ્થા બજાર અને ખેતી પર પણ પડી રહી છે. લોકડાઉનને કારણે સમગ્ર વિશ્વમાં આવન જાવનના તમામ માર્ગો પર પ્રતિબંધિત જાહેર કરાયા છે, જેને કારણે કોઈ પણ વસ્તુને નિકાસ કરવી ખૂબ જ મુશ્કેલ અને નામુમકીન જોવા મળી રહ્યું છે, ત્યારે આવી વિપરીત અને મહામારીના સંજોગોમાં કેસર કેરી પણ હવે બચી શકી નથી. દર વર્ષે કરોડો રૂપિયાનુ આર્થિક હુડિયામણ કમાઇ આપતી કેસર કેરી આ વખતે કોરોના વાઈરસના ખતરાને પગલે વિદેશની બજારમાં જોવા નહીં મળે જેનો સંદેશ ખેડૂતો પણ વ્યક્ત કરી રહ્યા છે.
કોરોના વાઇરસની અસર કેરીના નિકાસ પર પડી શકે છે, ખેડૂતોએ વ્યક્ત કર્યો સંદેહ - latest news of covid 19
કોરોના વાઇરસની અસર તળે સમગ્ર વિશ્વનું અર્થતંત્ર અને જનજીવન ઠપ થઈ ગયું છે સમગ્ર વિશ્વ આજે લોકડાઉન જેવી સુરક્ષાની દ્રષ્ટિએ જરૂરી પરંતુ આર્થિક વ્યવહારો માટે ખૂબ જ મુશ્કેલ પરિસ્થિતિમાં જોવા મળી રહ્યું છે, ત્યારે ગીરમાં પાકતી કેરીના સ્વાદ માટે સમગ્ર વિશ્વમાં પ્રખ્યાત કેસર કેરીની નિકાસ પર સંકટના વાદળો ઘેરાઈ રહ્યા છે.