- ઓમિક્રોન વાઇરસના ખતરા સામેે જૂનાગઢના લોકો જોવા મળ્યા બેદરકાર
- બજારમાં ખરીદી કરતી વખતે મોટાભાગના લોકો માસ્ક વગર જોવા મળ્યા
- જામનગરમાં 3 કેસ પોઝિટિવ મળવા છતા જૂનાગઢના લોકો બેદરકાર
જૂનાગઢઃ Omicron variant નો ખતરો ગુજરાત પર જોવા મળી રહ્યો છે. રાજ્યમાં કોરોનાના નવા ઓમિક્રોન વેરિયન્ટના સર્વપ્રથમ ત્રણ કેસ જામનગર (Omicron variant cases in Jamnagar) શહેરમાં સામે આવ્યા છે જેને લઇને હડકંપ મચી જવા પામ્યો છે. ઓમિક્રોનના ત્રણ પોઝિટિવ કેસ સામે આવતા રાજય સરકાર અને આરોગ્ય વિભાગ પણ હરકતમાં આવી ગયું છે અને તાકીદે સાવચેતી સહિત વાઇરસને વધુ ફેલાતો અટકાવવા શકાય તે માટેના પગલાંઓ લેવા પર આદેશો થવા જઈ રહ્યા છે. પરંતુ જૂનાગઢ શહેરમાં ઓમિક્રોન વાઈરસને લઈને લોકોમાં જાણે કે કોઈ પણ પ્રકારની ચિંતા હોય તેવું જોવા મળતું ન હતું. મોટા ભાગના લોકો ઓમિક્રોન વાઇરસને બિલકુલ મામૂલી ગણીને નિષ્કાળજી દાખવતાં (Corona Update in Junagadh ) જાહેર બજારમાં જોવા મળ્યા હતાં.
પાડોશી જિલ્લા જામનગરમાં કેસ સામે આવ્યા પરંતુ જૂનાગઢવાસીઓ બેફિકર
પાડોશી જિલ્લા જામનગર સાથે વાટકી વહેવાર જેવો સંબંધ હોય છે. દરરોજ મોટી સંખ્યામાં લોકો જામનગર જિલ્લામાંથી જૂનાગઢ અને જૂનાગઢમાંથી જામનગર ધંધા સહિત અને કામકાજ માટે આવતા હોય છે. ત્યારે જામનગર જિલ્લામાં ઓમિક્રોન વાયરસના (Omicron variant cases in Jamnagar) કિસ્સા સામે આવ્યા છતાં જૂનાગઢ શહેરના લોકો પોતાની બેદરકારી અને નિષ્કાળજી છતી કરી રહ્યા છે. આજે સવારે ETV Bharat બજારનું રિયાલિટી ચેક કર્યું ત્યારે મોટાભાગના લોકો બજારમાં નિશ્ચિંત બનીને બેદરકારી સાથે ખરીદી કરવા માટે જોવા મળતા હતાં. કોઈત જ વ્યક્તિએ વ્યવસ્થિત રીતે માસ્ક પહેરેલું જોવા મળતું હતું. મોટા ભાગના ગ્રાહકો બજારમાં ખરીદી કરતી વખતે માસ્ક વગર (Corona Update in Junagadh ) પણ જોવા મળતાં હતાં.
આ પણ વાંચોઃ winter woolen market in Junagadh: જુનાગઢમાં વધી રહેલી ઠંડીના કારણે ગરમ કપડાંની માર્કેટમાં જોવા મળી તેજી
આ પણ વાંચોઃ Migratory Birds in Gir Forest: શિયાળો શરૂ થતાં જ ભાગ્યે જ જોવા મળતું પક્ષી બેસરા પક્ષીનું જૂનાગઢમાં આગમન