જૂનાગઢઃ રાજ્ય ST નિગમ (Gujarat State Road Transport Corporation) દ્વારા સંચાલિત સૌરાષ્ટ્રની અલગ અલગ ડિવિઝન અને ડેપોની બસોમાં જુનાગઢથી વેરાવળ અને વેરાવળથી જુનાગઢ આવવા તેમ જ જવા માટે એક્સપ્રેસ બસોમાં અલગ અલગ ભાડું (Robbery in ST bus fare in Junagadh) જોવા મળે છે. નવાઈની વાત એ છે કે, જૂનાગઢથી વેરાવળ અને વેરાવળથી જૂનાગઢ તરફ આવવા માટે 85 કિલોમીટરનું અંતર એક સમાન છે. તેમ છતાં અલગ અલગ ડેપો અને ડિવિઝનની બસમાં ભાડું અલગ અલગ (Changes in ST bus ticket prices) જોવા મળી રહ્યું છે.
રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમે સર્જ્યો અલગ ચમત્કાર - ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ (Gujarat State Road Transport Corporation) દ્વારા સંચાલિત સરકારી એસટી એક્સપ્રેસ બસનું ભાડું અલગ અલગ નિર્ધારિત કરવામાં આવ્યું છે. તેની વિગતો સામે આવી રહી છે. રાજ્ય એસટી નિગમ દ્વારા સંચાલિત વિવિધ ડિવિઝન અને ડેપોની જૂનાગઢથી વેરાવળ અને વેરાવળથી જુનાગઢ તરફ જવાની ST બસનું ભાડું અલગ-અલગ નિર્ધારિત (Changes in ST bus ticket prices) કરવામાં આવ્યું છે.
ભાડામાં ફેરફાર - મજાની વાત એ છે કે, જુનાગઢથી વેરાવળ અને વેરાવળથી પરત જૂનાગઢ સુધીનું એક તરફનું અંતર 85 કિલોમીટર જેટલું થાય છે, પરંતુ એક સરખા અંતર હોવા છતાં અલગ ડિવિઝન અને ડેપોની બસોમાં એક્સપ્રેસ બસનું ભાડું અલગ અલગ (Changes in ST bus ticket prices) જોવા મળે છે.
આ પણ વાંચો- હવેથી ST બસમાં 50 ટકાની જગ્યાએ 75 ટકા પેસેન્જરોને પ્રવાસની છૂટ
વેરાવળથી જૂનાગઢ તરફ આવવા માટે મોરબી ડેપોની બસમાં 90 રૂપિયા ભાડું (Robbery in ST bus fare in Junagadh) નિર્ધારિત થયું છે. આ ટિકિટ પર અંતર 85 કિલોમીટર દર્શાવવામાં આવ્યું છે. તો વેરાવળ ડેપોની બસમાં વેરાવળથી જૂનાગઢ તરફ 85 કિલોમીટરના અંતરમાં 99 રૂપિયા ભાડું નિર્ધારિત કરેલું છે. જ્યારે દાહોદ ડેપોની બસમાં વેરાવળથી જૂનાગઢ તરફનું 85 કિલોમીટરના અંતર માટે 84 રૂપિયા ભાડું એક્સપ્રેસ બસ માટે નિર્ધારિત (Changes in ST bus ticket prices) કર્યું છે.
આ પણ વાંચો- લાખોના ખર્ચે બનાવેલા જેતપુર બસ સ્ટેશનમાં સુવિધાના નામ પર મીંડુ
ST બસોની લૂંટ!!! - આ ઉપરાંત રાજકોટ ડેપોની બસમાં 85 કિલોમીટરના અંતર માટે વેરાવળથી જૂનાગઢનું ભાડું 91 રૂપિયા નિર્ધારિત થયેલું છે. તો જૂનાગઢ ડેપોની બસમાં જૂનાગઢથી વેરાવળ તરફ જવાના 85 કિલોમીટરના અંતર માટે 89 રૂપિયા ભાડું (Robbery in ST bus fare in Junagadh) નિર્ધારિત કરવામાં આવ્યું છે. સૌથી નવાઈની બાબત એ છે કે, વેરાવળ ડેપોની બસમાં વેરાવળથી કોડીનાર જવાનું ભાડું 43 રૂપિયા છે. તો કોડીનારથી વેરાવળ તરફ આવવાનું ભાડું 47 રૂપિયા છે. આમાં પણ નવાઈ પમાડે તેવી બાબતે એ છે કે, બંને ટિકિટ પર વેરાવળ કોડીનાર વચ્ચેના અંતરમાં પણ કિલોમીટરનો વધારો અને ઘટાડો (Changes in ST bus ticket prices) જોવા મળી રહ્યો છે.