જૂનાગઢ : આજે જયેષ્ઠ માસની સુદ અગિયારસના દિવસે ગાયત્રી જયંતિની ઉજવણી (Junagadh Gayatri Jayanti) કરવામાં આવે છે હિન્દુ ધર્મની પ્રાચીન માન્યતા અનુસાર જેઠ મહિનાની સુદ અગિયારસના દિવસે બ્રહ્માણાના મુખમાં મા ગાયત્રીનું પ્રાગટ્ય (Gayatri Jayanti 2022) થયું હોવાનું માનવામાં આવે છે. આજના દિવસે મા ગાયત્રીની પૂજા કરવાથી પ્રત્યેક ભાવિ ભક્તના જીવનમાં યશ-કીર્તિ ધન અને વૈભવનો સંચાર થાય છે. ગાયત્રી માતાને પરાશક્તિ પણ માનવામાં આવે છે અને કહેવાય છે કે માતા ગાયત્રી તમામ દેવી-દેવતાઓની માતા હોવાનું પણ આપણા હિન્દુ ધર્મગ્રંથોમાં વિશેષ ઉલ્લેખ કરાયો છે.
આ પણ વાંચો : જૂનાગઢના ગાયત્રી શક્તિ પીઠમાં આજે ગાયત્રી જ્યંતિની કરવામાં આવશે ઉજવણી
જયેષ્ઠ સુદ અગિયારસ એટલે કે ગાયત્રી જયંતિ - આજે જયેષ્ઠ માસની સુદ અગિયારસના દિવસે મા ગાયત્રીની પૂજા-અર્ચના અને તેના દર્શન કરવાથી પ્રત્યેક ભક્તોને ખૂબ પુણ્યશાળી ફળ મળતું હોય છે જેને લઇને ગાયત્રી જયંતિના દિવસે યજ્ઞ સહિતના ધાર્મિક કાર્યક્રમોનું આયોજન ગાયત્રી મંદિરમાં થયું હતું. ગાયત્રી માતાનું આજના દિવસે પૂજન અને દર્શન કરવાથી પંચતત્વના પૂજન અને દર્શનનો લાભ પણ મળતો હોવાની ધાર્મિક માન્યતા છે. બ્રહ્માણના મુખે ગાયત્રી માતાનું પ્રાગટ્ય (Gayatri Jayanti Importance) થયા બાદ સમગ્ર સૃષ્ટિની રચના થઈ છે.
આ પણ વાંચો : મહામારીમાં વાતાવરણ શુદ્ધ કરવા ગાંધીનગર જિલ્લામાં 2,500 ગાયત્રી મહા યજ્ઞ કરાયા
જ્ઞાનની દેવી તરીકે ગાયત્રીની થાય છે પૂજા - માતા ગાયત્રીને જ્ઞાનની દેવી તરીકે પણ હિન્દુ ધર્મગ્રંથોમાં (Gayatri Mantra) પુજવામાં આવે છે. માતા ગાયત્રીને દેવી દેવતાઓથી ઉપરનું સ્થાન પ્રાપ્ત થયું છે. માતા ગાયત્રીને નિર્મળ અને શાંતિ આપનારી દેવી તરીકે પણ હિન્દુ ધર્મમાં પૂજવામાં આવે છે. તેના કારણે જ માં ગાયત્રી દેવતાની માતા તરીકે આજે પણ પુજાઈ રહ્યા છે. ધાર્મિક ગ્રંથોમાં જોવા મળતી માન્યતાઓ અનુસાર ગાયત્રી માતાની પૂજા કરવાથી દેવ તત્વની પ્રાપ્તિ થતી હોય છે. હિન્દુ ધર્મમાં વિશેષ ઉલ્લેખ થયા મુજબ પાંચ તત્વોને જાગૃત કરનારી દેવી તરીકે પણ માઁ ગાયત્રીને પૂજવામાં આવે છે.