- એગ્રીકલ્ચર યુનિવર્સિટીની જૈવિક નિયંત્રણ પ્રયોગશાળાની શોધ
- કૃષિ પાકોમાં ઉપયોગી એવા ટ્રાઈકોકાર્ડનું કર્યું સંશોધન
- ટ્રાઈકોકાર્ડ થકી કૃષિ પાકોને નુકસાનકારક જીવાતોનું કરી શકાય છે નિયંત્રણ
જૂનાગઢઃ જૂનાગઢ એગ્રીકલ્ચર યુનિવર્સિટીની ( Junagadh Agriculture University ) જૈવિક નિયંત્રણ પ્રયોગશાળા દ્વારા કૃષિ પાકોને અને ખાસ કરીને કપાસ, મગફળી, શાકભાજી સહિત અન્ય પાકો પર નુકસાન કરતી જીવાતોનું નિયંત્રણ કરતું ટ્રાઈકોકાર્ડનું ( Trichocard ) સંશોધન કર્યું છે. આ ટ્રાઇકોકાર્ડ થકી કપાસ, મગફળી સહિત અનેક પાકોમાં નુકસાનકારક ગુલાબી, લીલી અને કાબરી જીવાતો જોવા મળે છે તેના નિયંત્રણ માટે ખુબ જ ઉપયોગી છે. ટ્રાઇકોકાર્ડ કૃષિ પાકોને નુકસાનકારક જીવાતના ઈંડાનું પરજીવીકારણ કરીને કૃષિ પાકોને નુકસાનકારક ઈયળોનું નિયંત્રણ કરીને ખેડૂતોને કૃષિ પાકોના બચાવ માટે ઉપયોગી સાબિત થઇ રહી છે.
ટ્રાઇકોકાર્ડ ટેક્નોલોજી ખેડૂતોને જીવાતોના નિયંત્રણ માટે બને છે ઉપયોગી
ટ્રાઇકોકાર્ડ ( Trichocard ) પર 15 થી 20 હજાર કરતાં વધારે ઈયળોના ઈંડાઓ જોવા મળે છે. આ ઈંડાઓમાંથી નીકળતી ઉપયોગી ઈયળ બહાર આવે છે ટ્રાઇકોકાર્ડમાંથી બહાર આવેલી ઈયળ ખેતી પાકોને નુકશાનકારક ઈયળનો નાશ કરે છે નુકસાનકારક ઈયળના નાશ થવાની સાથે પાકોને ઉપયોગી એવા કીટકોનું નિર્માણ થાય છે ટ્રાઇકોકાર્ડ થકી મકાઈ, જુવાર, કપાસ અને મગફળી જેવા પાકોમાં જોવા મળતા વેધકોના ઈંડાને પરજીવીકરણની પ્રક્રિયા દ્વારા નુકસાનકારક ઇયળોનો નાશ કરવામાં ટ્રાઇકોકાર્ડ ખેડૂતોને ખૂબ જ ઉપયોગી અને મહત્વનું બની રહ્યું છે.
આ પણ વાંચોઃ જૂનાગઢ એગ્રીકલ્ચર યુનિવર્સિટીના યુવા વૈજ્ઞાનિકને મળ્યા 9 સન્માન પત્ર
આ પણ વાંચોઃ ખેડૂતો માટે સંશોધન અને વિસ્તરણ ક્ષેત્રમાં સતત કામ કરતી જૂનાગઢ એગ્રીકલ્ચર યુનિવર્સિટી