જૂનાગઢઃ ગુજરાતમાં પણ કોરોના વાયરસના અજગરી ભરડાને લઈને સૌ કોઈ ચિંતિત છે. કોરોના વાઇરસને લઈને લોકોને સાચી સમજણ મળે તેવા હેતુ માટે વહીવટીતંત્ર દ્વારા સઘન પ્રયાસો કરવામાં આવે છે. ત્યારે જૂનાગઢના અધ્યાપિકાએ લોકોને કોરોના વાઇરસ અંગે સાચી સમજણ મળે અને અફવાઓ અને ગેરમાન્યતાઓથી દૂર થાય તેવા ઉદ્દેશ્ય સાથે સોશિયલ મીડિયામાં પ્રશ્નોત્તરી સ્વરુપે મહાઅભિયાન શરૂ કર્યું છે.
જૂનાગઢના અધ્યાપિકાએ શરૂ કર્યું કોરોના સાવચેતી અંગેનું મહાઅભિયાન જૂનાગઢના અધ્યાપિકાએ શરૂ કર્યું કોરોના સાવચેતી અંગેનું મહાઅભિયાન જૂનાગઢની કોલેજમાં મનોવિજ્ઞાન વિષયમાં અધ્યાપિકા તરીકે કાર્યરત ભાવનાબેન ઠુંમર વિદ્યાર્થીઓને ભણાવતાં કોરોના વાયરસ પ્રત્યે સાચી સમજણ મેળવે અને અફવા તેમ જ ગેર માન્યતાઓથી પોતાની જાતને દૂર રાખે તેવો અનુકરણીય પ્રયાસ કર્યો છે.તેમણે સોશિયલ મીડિયાનો સકારાત્મક ઉપયોગ કરીને કોરોના વાયરસ શું છે તેમ જ લોકોેએ શું તકેદારી રાખવી જોઇએ તેવી દસ જેટલા પ્રશ્નોત્તરીના રુપમાં સોશિયલ મીડિયામાં કોરોના સાવચેતી અભિયાન શરૂ કર્યું છે. જેમાં તેમના પતિ પણ સહયોગ આપી રહ્યાં છે. અભિયાન શરૂ થયાના કલાકોમાં જ લોકોનો સારો પ્રતિસાદ પણ મળી રહ્યો છે.સામાન્ય શહેરીજનોની સાથે વિદ્યાર્થીઓ પણ આ પ્રશ્નોત્તરીના રૂપમાં જે સાવચેતી અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે તેમાં ઉત્સાહથી ભાગ લઇ રહ્યાં છે. કોરોના વાઈરસને લઈને તમામ સ્તરે સરકારના પ્રયત્નો છતાં પણ લોકો કોરોના પ્રત્યે ગંભીરતા દાખવતા નથી. ત્યારે કોલેજમાં મનોવિજ્ઞાનનો અભ્યાસ કરાવતા અધ્યાપિકાએ લોકોના માનસ સાથે જોડાઈને સોશિયલ મીડિયાના માધ્યમ થકી દરેક વ્યક્તિના ઘર સુધી પહોંચવાનો પ્રયાસ કર્યો છે જે ખરેખર અનુકરણીય છે.