ETV Bharat / city

Girnar Lili Parikrama 2021: ભવનાથ મંદિરમાં યોજાઈ સાધુ-સંતોની બેઠક - ઉજ્જૈન અને હરિદ્વારથી આવેલા સંન્યાસીઓ

કારતક સુદ અગિયારસના (Kartak sud agiyaras)મધ્યરાત્રી ની 12:00 કલાકે ગિરનારની પાવનકારી લીલી પરિક્રમા(Girnar Lili Parikrama 2021) પ્રતિકાત્મક રૂપે સાધુ-સંતો દ્વારા કરવામાં આવશે જેને લઈને આજે ભાવનાથ મંદિર માં સાધુ સંતોને બેઠકનું આયોજન થયું હતું. જેમાં પરિક્રમાને લઈને બંધબારણે ચર્ચાઓ કરવામાં આવી હતી ત્યારે ઉજ્જૈન અને હરિદ્વારથી (Ujjain and Haridwar)આવેલા નાગા સંન્યાસીઓ એ પરિક્રમાના આયોજન અને તેને રદ્દ કરવાની સરકારની નીતિ સામે રોષ વ્યક્ત કર્યો હતો. જણાવ્યું હતું કે સનાતન હિન્દુ ધર્મની પરંપરાને(Tradition of Hinduism) રોકવી તે અનિષ્ટ તત્વો ને આમંત્રણ આપવા સમાન છે.

Girnar Lili Parikrama 2021:ગિરનારની લીલી પરિક્રમાને લઈને ભવનાથ મંદિર માં યોજાઈ સાધુ-સંતો ની બેઠક

author img

By

Published : Nov 15, 2021, 12:22 PM IST

  • ગિરનારની લીલી પરિક્રમાને લઈને ભવનાથ મંદિરમાં સાધુ-સંતોની યોજાઇ બેઠક
  • કારતક સુદ અગિયારસના સાધુ-સંતો કરશે પ્રતીકાત્મક ગિરનારની લીલી પરિક્રમા
  • ઉજ્જૈન અને હરિદ્વારથી આવેલા સંન્યાસીઓ પોતાનો રોષ વ્યક્ત કર્યો હતો

જૂનાગઢઃ કારતક સુદ અગિયારસને મધ્ય રાત્રીના 12 કલાકે પાવનકારી ગરવા ગિરનારની લીલી પરિક્રમા(Girnar Lili Parikrama 2021) પ્રતિકાત્મક રૂપે 400 સાધુ-સંતોની મર્યાદામાં શરૂ કરવામાં આવશે જેને લઈને આજે ભવનાથ મંદિર પરીક્ષેત્ર ના સાધુ સંતો મહંતો અને અખાડાના પદાધિકારી સંતોની ઉપસ્થિતિમાં ભવનાથ મંદિરમાં(Bhavnath Temple) સંત બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતુ. જેમાં આગામી ગિરનારની પ્રતિકાત્મક લીલી પરિક્રમા(Girnar Lili Parikrama) ને લઈને તમામ સાધુ-સંતોએ બે કલાકની મનોમંથન બેઠકનો આયોજન કર્યું હતુ ત્યારબાદ સાધુ-સંતો વન વિભાગના અધિકારીઓની સાથે પરિક્રમા રૂટ પર નિરીક્ષણ માટે રવાના થયા હતા.

Girnar Lili Parikrama 2021:ગિરનારની લીલી પરિક્રમાને લઈને ભવનાથ મંદિર માં યોજાઈ સાધુ-સંતો ની બેઠક

ગિરનાર મહાશિવરાત્રી અને પરિક્રમાના મેળામાંસંન્યાસીઓ હાજરી હોય છે

ગિરનાર પરિક્ષેત્રમાં આયોજિત મહાશિવરાત્રી (Mahashivaratri)અને પરિક્રમા ના મેળામાં મોટી સંખ્યામાં નાગા સંન્યાસીઓ હાજરી આપતા હોય છે. હિન્દુ ધાર્મિક પરંપરા મુજબ ભવનાથમાં આયોજિત તમામ મેળાઓ શિવના સૈનિક એવા નાગા સંન્યાસીઓ ને સમર્પિત હોય છે. ત્યારે સતત બીજા વર્ષે ગરવા ગિરનારની લીલી પરિક્રમા પ્રતિકાત્મક રૂપે કરવાના સરકાર અને જિલ્લા વહીવટી તંત્રના આ નિર્ણય સામે નાગા સંન્યાસીઓ એ પોતાનો રોષ વ્યક્ત કર્યો હતો.

હરિદ્વાર અને ઉજજૈન થી આવેલા સંન્યાસીઓ ગૃહપ્રધાન સામે રોષ પ્રગટ કર્યો

હરિદ્વાર અને ઉજજૈન થી આવેલા નાગા સંન્યાસીઓ એ સરકાર અને દેશના ગૃહપ્રધાન(Government and Home Minister of the country) સામે રોષ પ્રગટ કરતાં જણાવ્યું હતું કે સનાતન હિન્દુ જર્મની ધાર્મિક પરંપરાને કોઈના કોઈ બહાના થી અટકાવવામાં આવી રહી છે. સનાતન હિંદુ ધર્મ પ્રત્યે રાખવામાં આવતી ઉદાસીનતા કોઈ અનિષ્ટ તત્વને આમંત્રણ આપવા સમાન હિંન્દુત્વ વરેલી સરકાર સનાતન હિન્દુ ધર્મની પરંપરાગત ધાર્મિક ભાવનાઓ સમાન લીલી પરિક્રમાને અટકાવવાનો પ્રયાસ કરી રહી છે તેને ઉજ્જૈન અને હરિદ્વાર થી આવેલા નાગા સંન્યાસીઓ એ સરકાર સામે રોષ પ્રગટ કર્યો હતો.

આ પણ વાંચોઃ Girnar Lili Parikrama 2021: લીલી પરિક્રમાનો વહેલી સવારે 4 વાગ્યાથી થયો પ્રારંભ, 8 વાગ્યા સુધી મળ્યો પ્રવેશ

આ પણ વાંચોઃ ધરમપુર બરૂમાળ ખાતે પ્રદેશ અધ્યક્ષ સી.આર પાટીલએ લક્ષ્યચંડી મહાયજ્ઞનો પ્રારંભ કરાવ્યો

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.