ETV Bharat / city

પ્રભારી વિભાવરીબેન દવેની અધ્યક્ષતામાં ગિરનાર વિકાસ મંડળની બેઠક યોજાઈ

author img

By

Published : Sep 26, 2019, 6:52 PM IST

જૂનાગઢ: પ્રભારી વિભાવરીબેન દવેની અધ્યક્ષતામાં ગીરનાર વિકાસ મંડળની બેઠક મળી હતી. જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ડ્રીમ સમા અને એશિયાના સૌથી મોટા ગીરનાર રોપ વેના કામોને લઈને ચર્ચાઓ કરવામાં આવી હતી. આ સિવાય ગિરનારની વિવિધ જગ્યાઓને આધુનિક ઢબે વિકાસ કરવા માટે પણ ગિરનાર વિકાસ મંડળ દ્વારા વિવિધ સૂચનો કરવામાં આવ્યા હતાં.

Junagadh

ગિરનાર વિકાસ મંડળની બેઠક પ્રભારી વિભાવરી બહેન દવેની અધ્યક્ષતામાં બુધવારે ગાંધીનગર ખાતે મળી હતી. આ બેઠકમાં ગીરનાર વિકાસ મંડળના પદાધિકારીઓ યાત્રાધામ વિકાસ બોર્ડના અધિકારી કલેકટર અને વનવિભાગના પ્રતિનિધિ તેમજ ગિરનાર પરિક્ષેત્રમાં આવેલા આશ્રમ અને મંદિરના ગાદીપતિઓ સહિતનુ એક પ્રતિનિધિ મંડળ ગિરનારના વિકાસને લઈને ચર્ચા માટે એકઠું થયું હતું. જેમાં ગિરનાર ક્ષેત્રના વિવિધ ધાર્મિક અને પર્યટન સ્થળોના વિકાસ માટે સર્વ સંમતિ સાધવામાં આવી હતી. જેનો આગામી થોડા જ દિવસોમાં અમલ થવા જઈ રહ્યો છે.

પ્રભારી વિભાવરીબેન દવેની અધ્યક્ષતામાં ગિરનાર વિકાસ મંડળની બેઠક યોજાઈ

ગિરનાર રોપ વે આગામી મે મહિના સુધીમાં તૈયાર થઇ જાય તેવી શક્યતાઓ યાત્રાધામ બોર્ડ દ્વારા પણ વ્યક્ત કરવામાં આવી છે. જેને લઇને ગિરનારનું કામ યુદ્ધના ધોરણે ૨૪ કલાક ચાલુ રહે તે માટેના સૂચનો પણ આપવામાં આવ્યા હતાં. આ સિવાય ગિરનારના શિખર પર આવેલા અંબાજી મંદિર સુધી આવતા યાત્રિકોને પીવાનું પાણી રીફ્રેશમેન્ટ અને અન્ય સુવિધાઓ મળી રહે તે માટેના આગવા આયોજનો કરવાનું પણ આ બેઠકમાં સર્વાનુમતે ઠરાવવામાં આવ્યું હતું.

આ સિવાય ગીરનાર ક્ષેત્રમાં આવેલા વિવિધ ધાર્મિક સ્થળોના વિકાસને લઇને પણ ગિરનાર ક્ષેત્રના મહંતો દ્વારા મંડળમાં રજૂઆતો કરવામાં આવી હતી. જેનો પણ મંડળ દ્વારા સર્વાનુમતે સ્વીકાર કરવામાં આવ્યો હતો. આગામી દિવસોમાં ગિરનાર પરિક્ષેત્રમા વિશ્વના સૌથી મોટા અને આધુનિક કહી શકાય તેવા ગિરનાર રોપ-વેના રૂપમાં આકાર પામવા જઈ રહ્યો છે તો બીજી તરફ વિકાસની વાટ હવે ધર્મસ્થાનો સુધી પણ પહોંચી રહી છે. જે આગામી દિવસોમાં જૂનાગઢને તેના સર્વોચ્ચ શિખર સુધી પહોંચાડવામાં ખૂબ જ મદદરૂપ બનશે.

Intro:પ્રભારી પ્રધાન વિભાવરી બહેન દવે ની હાજરીમાં ગિરનાર વિકાસ મંડળની મળી બેઠક

Body:ગિરનાર વિકાસ મંડળની બેઠક પ્રભારી પ્રધાન વિભાવરીબેન દવેની અધ્યક્ષતામાં મળી હતી જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ડ્રીમ સમા અને એશિયાના સૌથી મોટા ગીરનાર રોપવેના કામો ને લઈને ચર્ચાઓ કરવામાં આવી હતી આ શિવાય ગિરનારની વિવિધ જગ્યાઓને આધુનિક ઢબે વિકાસ કરવા માટે પણ ગિરનાર વિકાસ મંડળ દ્વારા વિવિધ સૂચનો કરવામાં આવ્યા હતા

ગિરનાર વિકાસ મંડળની બેઠક પ્રભારી પ્રધાન વિભાવરી બહેન દવેની અધ્યક્ષતામાં ગઈ કાલે ગાંધીનગર ખાતે મળી હતી આ બેઠકમાં ગીરનાર વિકાસ મંડળના પદાધિકારીઓ યાત્રાધામ વિકાસ બોર્ડના અધિકારી કલેકટર અને વનવિભાગના પ્રતિનિધિ તેમજ ગિરનાર પરિક્ષેત્ર માં આવેલા આશ્રમ અને મંદિરના ગાદીપતિ ઓ સહિત નુ એક પ્રતિનિધિ મંડળ ગઈકાલે ગિરનારના વિકાસને લઈને ચર્ચા માટે ભેગું થયું હતું જેમાં ગિરનાર ક્ષેત્રના વિવિધ ધાર્મિક અને પર્યટન સ્થળોના વિકાસ માટે સર્વ સંમતિ સાધવામાં આવી હતી જેનો આગામી થોડા જ દિવસોમાં અમલ થવા જઈ રહ્યો છે

બાઈટ 1 પ્રદીપ ખીમાણી ડિરેક્ટર ગીરનાર વિકાસ મંડળ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સપના સમૂહ અને સમગ્ર એશિયાનો સૌથી મોટો ગિરનાર રોપ વે આગામી મે મહિના સુધીમાં તૈયાર થઇ જાય તેવી શક્યતાઓ યાત્રાધામ બોર્ડ દ્વારા પણ વ્યક્ત કરવામાં આવી છે જેને લઇને ગિરનાર નું કામ યુદ્ધના ધોરણે ૨૪ કલાક ચાલુ રહે તે માટેના સૂચનો પણ આપવામાં આવ્યા હતા આ સિવાય ગિરનારના શિખર પર આવેલા અંબાજી મંદિર સુધી આવતા યાત્રિકોને પીવાનું પાણી રીફ્રેશમેન્ટ અને અન્ય સુવિધાઓ મળી રહે તે માટેના આગવા આયોજનો કરવાનું પણ આ બેઠકમાં સર્વાનુમતે ઠરાવવામાં આવ્યું હતું આ સિવાય ગીરનાર ક્ષેત્રમાં આવેલા વિવિધ ધાર્મિક સ્થળો ના વિકાસને લઇને પણ ગિરનાર ક્ષેત્રના મહંતો દ્વારા મંડળમાં રજૂઆતો કરવામાં આવી હતી જેનો પણ મંડળ દ્વારા સર્વાનુમતે સ્વીકાર કરવામાં આવ્યો હતો

બાઈટ 2 શેરનાથબાપુ મહંત ગૌરક્ષનાથ આશ્રમ ભવનાથ

આગામી દિવસોમાં ગિરનાર પરિક્ષેત્ર મા વિશ્વના સૌથી મોટા અને આધુનિક કહી શકાય તેવા ગિરનાર રોપ-વે ના રૂપમાં આકાર પામવા જઈ રહ્યો છે તો બીજી તરફ વિકાસની વાટ હવે ધર્મસ્થાનો સુધી પણ પહોંચી રહી છે જે આગામી દિવસોમાં જૂનાગઢને તેના સર્વોચ્ચ શિખર સુધી પહોંચાડવામાં ખૂબ જ મદદરૂપ બનશે

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.