- રાજ્યમાં રોજ 350 જેટલા અકસ્માતની ઘટનાઓ
- 108ના ઓપરેશન હેડ સાથે વાતચીત
- ગુજરાતમાં રોજ 350 અકસ્માતના કેસ નોંધાઇ રહ્યા છે
જામનગર: લોકડાઉનમાં અકસ્માતના કેસમાં ઘટાડો આવ્યો હતો, ત્યારે ફરી લોકડાઉન હળવું થતા કેસમાં વધારો થયો છે. રાજ્યમાં રોજ 350 જેટલા અકસ્માતના બનાવો બને છે જ્યારે 3 હજારથી 3,200 ઇમરજન્સી કેસ નોંધાઇ રહ્યા છે. મહિનમાં એક લાખ જેટલા ઇમરજન્સીના કેસો રાજ્યમાં નોધાઈ રહ્યા છે. જેમાંથી પ્રસૂતિના કેસ 35 ટકા હોય છે.
108ના સ્ટાફે કોરોના વેક્સિન લીધી
જામનગરમાં 108માં ફરજ બજાવતા તમામ કર્મચારીઓએ કોરોના વેક્સિન લીધી છે. ઉલ્લેખનીય છે કે, 108ના કર્મચારીઓ કોરોનાના દર્દીઓને હોસ્પિટલ સુધી પહોંચાડતા હોય છે ત્યારે અન્ય 108ના કર્મચારીઓ પણ કોરોનાગ્રસ્ત બન્યા હતા.
અકસ્માતના કેસ ઓછા કરવા માટે લોકોએ કાયદાનું પાલન કરી વાહન ચલાવવું જોઈએ
108ના ઓપરેશન હેડ સતીશ પટેલે લોકોને અપીલ કરી છે કે, લોકો સાવધાનીથી વાહન ચાલવે અને રાજ્ય સરકારના તમામ કાયદાઓનું સંપૂર્ણ પાલન કરે. બેફામ વાહન ચલાવનારા સામે પગલાં પણ લેવામાં આવી રહ્યા છે.