ETV Bharat / city

જામનગરમાં ઓનલાઈન શિક્ષણના બહાને વિદ્યાર્થિની સાથે અડપલાં કરનારો શિક્ષક ઝડપાયો - નાના પંચદેવડા ગામ

જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના નાના પાંચદેવડા ગામમાં શિક્ષકે વિદ્યાર્થિની સાથે અડપલાં કર્યા હોવાની ઘટના સામે આવી છે. ગામની શાળાના આચાર્યએ ધોરણ 9ની વિદ્યાર્થિનીને ઓનલાઈન શિક્ષણની સમજૂતી આપવાના બહાને શાળાએ બોલાવી તેની સાથે અડપલાં કર્યા હતા. જોકે ગ્રામજનોએ આચાર્ય સામે કડકમાં કડક કાર્યવાહી કરવા માગ કરી છે.

જામનગરમાં ઓનલાઈન શિક્ષણના બહાને વિદ્યાર્થિની સાથે અડપલાં કરનારો શિક્ષક ઝડપાયો

author img

By

Published : Oct 29, 2020, 2:28 PM IST

  • કાલાવડ પંથકમાં શિક્ષણ જગતને કલંકિત કરતી ઘટના આવી સામે
  • નાના પાંચદેવડામાં આચાર્યએ વિદ્યાર્થિની સાથે કર્યા અડપલાં
  • ઓનલાઈન શિક્ષણની સમજૂતી માટે શાળાએ બોલાવી આચાર્ય કરતો અડપલાં
  • ગ્રામ્ય વિસ્તારની સરકારી પ્રાથમિક શાળાના આધેડ વયના આચાર્યની કરતૂત
  • કાલાવડ ગ્રામ્ય પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગુનો નોંધાયો
  • પોલીસે અડપલાં કરનાર આધેડ આચાર્યને ગણતરીના ઝડપી લીધો

જામનગરઃ એક બાજુ સરકાર દ્વારા 'બેટી બચાઓ બેટી પઢાઓ' અભિયાન ચલાવવામાં આવે છે તો બીજી તરફ આ જ અભિયાનને કેટલાક શિક્ષકો કલંકિત કરી રહ્યા છે. આવી જ એક ઘટના સામે આવી છે જામનગરમાં. કાલાવડ પંથકમાં નાના પંચદેવડામાં શાળાના શિક્ષકે વિદ્યાર્થિની સાથે અડપલાં કર્યા હતા. આ ઘટનાની મળતી માહિતી પ્રમાણે, જામનગર જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના નાના પાંચ દેવડામાં શિક્ષકે વિદ્યાર્થિની સાથે અડપલા કરતા ભારે આક્રોશ ફેલાયો છે. પાંચદેવડાની પ્રાથમીક શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવતા 56 વર્ષના બાબુ નાથાભાઈ સંઘાણીએ ઓનલાઈન શિક્ષણ માટે વિદ્યાર્થિનીને બોલાવીને તેની સાથે શારીરિક અડપલાં કર્યા હતા.

આ ઘટના બાદ શિક્ષકે નાપાસ કરી દેવાની અને મારી નાખવાની ધમકી આપી હતી. ત્યારબાદ વિદ્યાર્થિનીએ તેના માતાપિતાને ફરિયાદ કરતા શિક્ષક બાબુ સંઘાણી સામે કાલાવડ શિક્ષણાધિકારી કચેરી તેમ જ BRC કચેરીમાં પણ રજૂઆત કરવામાં આવી હતી. ત્યારબાદ પોલીસ ફરિયાદ થતા પોલીસે આ શિક્ષકની ધરપકડ કરી છે.

અડપલાં કરનાર શિક્ષકને કડક સજા કરવાની માગ

આ ઉપરાંત કાલાવડ તાલુકાના નાના પાંચ દેવડા ગામે પ્રાથમિક શાળામાં ફરજ બજાવતો શિક્ષક બાબુ નાથાભાઈ સંઘાણી વિદ્યાર્થિની સાથે ચેનચાળા કરવાનો સમગ્ર મામલો સામે આવી જતા શિક્ષક ઉપર નાના એવા ગામમાં ફિટકારની લાગણી વરસી છે. આવા શિક્ષકને આકરામાં આકરી સજા થાય તેવી ગ્રામજનો માંગણી કરી રહ્યા છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.