- સિક્કા નગરપાલિકામાં જુસબ જે. બારૈયાની પ્રમુખ તરીકે પસંદગી
- કોંગ્રેસના જ અસગર દાઉદ ગંઢારની ઉપપ્રમુખ તરીકે પસંદગી
- કોંગ્રેસના આગેવાનોની હાજરીમાં નામોની કરાઈ જાહેરાત
આ પણ વાંચોઃ પોરબંદર છાયા નગરપાલિકામાં નવા પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી
જામનગરઃ સિક્કા નગરપાલિકામાં નવા માળખાના હોદ્દેદારોની વરણી કરાઈ છે. સિક્કા નગરપાલિકામાં કોંગ્રેસે કબજો જમાવી લીધોછે. જોકે ગઈ ટર્મમાં પણ કોંગ્રેસે જ કબજો કર્યો હતો. આ સાથે જ મંગળવારે નગરપાલિકાના પ્રમુખ સહિતના હોદ્દેદારોની વિધિવત વરણી કરવામાં આવી છે. જામનગર જિલ્લાની 6 તાલુકા પંચાયતમાંથી 4માં ભાજપનો વિજય થયો હતો. જ્યારે બે તાલુકા પંચાયત પર કોંગ્રેસે જીત મેળવી હતી.
આ પણ વાંચોઃ અમદાવાદ મનપાના 5 હોદ્દેદારોના નામ જાહેર, મેયર તરીકે કિરીટ પરમારની વરણી
કોંગ્રેસ માત્ર 2 તાલુકા પંચાયત બચાવવામાં સફળ રહી
ગઈ ચૂંટણીમાં જામનગર જિલ્લા પંચાયત તેમજ તાલુકા પંચાયતમાં કોંગ્રેસે સારો દેખાવ કર્યો હતો. તમામ તાલુકા પંચાયતમાં કોંગ્રેસનો વિજય થયો હતો તો જિલ્લા પંચાયત પર પણ કોંગ્રેસનો કબજો હતો. જોકે, આ વખતે પરિણામ કંઈક જુદું આવ્યું છે. જિલ્લા પંચાયત પર ભાજપે કબ્જો મેળવ્યો છે. જ્યારે 4 જેટલી તાલુકા પંચાયત પણ ભાજપે કબજે કરી છે. કોંગ્રેસ માત્ર 2 તાલુકા પંચાયત બચાવવામાં સફળ રહી છે.