- ઓટો ચાલકો મીની લોકડાઉનમાં બન્યા બેરોજગાર
- ધંધો બંધ હોવાથી ઓટોના હપ્તા કેમ ભરવા?
- બેન્ક દ્વારા હપ્તા મોડા ભરવામાં આવે તેવી કોઈ સુવિધા કરવામાં આવી નથી
જામનગરઃ કોરોનાકાળમાં તમામ લોકો કોઈને કોઈ મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે. જો કે, રાજ્યમાં મીની લોકડાઉન હોવાના કારણે મોટા ભાગના ધંધા રોજગાર બંધ હાલતમાં છે, ત્યારે રોજનુ કમાઈને પોતાના પરિવારનુ ગુજરાન ચલાવતા ઓટો ચાલકો પરેશાન બન્યા છે. એક બાજુ મોટાભાગના ઓટો ચાલકોએ ઓટો રીક્ષા ફાઇનાન્સ પર લીધેલી હોય છે અને બેન્ક દ્વારા હપ્તા મોડા ભરવામાં આવે તેવી કોઈ સુવિધા કરવામાં આવી નથી.
આ પણ વાંચોઃ લોકડાઉનમાં બેરોજગાર બન્યા, તો વધી રહેલા ઈંધણના ભાવે રિક્ષાચાલકોના ખિસ્સા ખાલી કર્યા
આ સમયે હપ્તા ભરવા કે પરિવારનું ગુજરાન ચલાવવું એ મોટો પ્રશ્ન બન્યો છે
રીક્ષા ચાલક ગેલા ગઢવીએ જણાવ્યું હતું કે, મેં હજુ એક વર્ષ પહેલા જ ફાઇનાન્સ પર રીક્ષા લીધી હતી. જો કે, હજુ થોડા જ હપ્તા ભર્યા છે, તો બીજી બાજુ ધંધો ન હોવાના કારણે સતત ફાઇનાન્સ વાળાઓ સતત ફોન કરી હપ્તા ઉઘરાવી રહ્યા છે અને આ સમયે હપ્તા ભરવા કે પરિવારનું ગુજરાન ચલાવવું એ મોટો પ્રશ્ન બન્યો છે. રાજય સરકારે પણ ઓટો ચાલકોને કોઇ સહાય આપી નથી. જેના કારણે દિવસેને દિવસે પરિસ્થિતિ ખરાબ થતી જાય છે.
દિલ્હીમાં કેજરીવાલ સરકારે ઓટો ચાલકો માટે જાહેર કર્યું પેકેજ
રાજ્યમાં વધતા કોરોનાના કેસને લઇ મીની લોકડાઉન લાદવામાં આવ્યું છે. ત્યારે લોકો ઘરની બહાર નીકળતા નથી, જેને કારણે ઓટો ચાલકોને ભાડું પણ મળતું નથી. જો કે, દિલ્હી સરકારે ઓટો ચાલકો માટે મહિને રૂપિયા 5,000 આપવાની જાહેરાત કરી છે. ગુજરાત સરકારે ઓટો ચાલકો માટે કોઈપણ જાતની જાહેરાત કરી નથી. ત્યારે ઓછા લોકો માગ કરી રહ્યા છે કે, રાજ્ય સરકારે તેમને પણ લોકડાઉનના સમયમાં મદદ કરવી જોઈએ.
આ પણ વાંચોઃ જામનગરમાં લોકડાઉનમાં ટેક્સી ચાલકો બન્યા બેરોજગાર, પરિવારનું ગુજરાન કેમ કરવું?
પહેલા લોકડાઉનમાં પણ ઓટો ચાલકોના ધંધા બંધ હતા
પહેલા લોકડાઉનમાં પણ ઓટો ચાલકોના ધંધા બંધ હતા અને ફરી કોરોનાના કેસ વધતા મીની લોકડાઉન કરવામાં આવ્યું છે. જેને લઈ ઓટો ચાલકો પરેશાન બન્યા છે.